Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 10 OGCB

Show OGCB only
Verse × ×
1 After this, the Lord appointed seventy-two more, sending them ahead of him two by two, into every town and place he himself intended to go. આ પછી પ્રભુએ બીજા સિતેર શિષ્યોને પસંદ કર્યા, ને પોતે જે શહેરોમાં અને જગ્યામાં જવાનાં હતા ત્યાં તેઓને બબ્બેની જોડીમાં તેમની આગળ મોકલ્યા.
2 He told them, "The harvest is plentiful, but workers are few. So ask the Father of the harvest to send out workers into his harvest. તેમણે તેઓને કહ્યું, “ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડાં છે, ફસલનાં ધણીને પ્રાર્થના કરો કે જેથી તે પોતાની ફસલને સારુ મજૂરો ખેતરમાં મોકલી આપે.”
3 Go! Look, I am sending you out like lambs among wolves. જાઓ! હું તમને વરુઓ મધ્યે ઘેટાંનાં બચ્ચાં જેવાં મોકલું છું.
4 Carry no purse, no bag, no sandals, and greet no one on the road. નાણાં, થેલી કે ચંપલ લેશો નહિ. રસ્તે જતાં કોઇને સલામ કરતા નહિ.
5 Whatever house you enter, first say, 'Peace to this house.' “જયારે તમે ઘરમાં પ્રવેશો, પહેલાં કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’
6 If a person of peace is there, your peace will rest on them; if not, it will return to you. જો કોઇ ત્યાં શાંતિ પામવા યોગ્ય છે, તો તમારી શાંતી તેમના પર રહેશે; જો નહિ હોય તો તે તમારી પાસે પાછી આવશે.
7 Stay in that house, eating and drinking what's offered, for the worker deserves his wage. Don't move from house to house. ત્યાં રહો, અને તેઓ જે આપે તે ખાઓ અને પીઓ, કેમકે મજૂર મહેનતાણાને માટે યોગ્ય છે. ઘરે ઘરે ફરશો નહિ.
8 Whenever you enter a town and they welcome you, eat what is set before you. “જયારે તમે શહેરમાં જાવ અને તમને આવકારે, ત્યારે તમારી આગળ જે મૂકવામાં આવે તે ખાઓ.
9 Heal the sick there and tell them, 'The kingdom of our Father has come near to you.' જેઓ ત્યાં માંદા છે તેઓને સાજાં કરો, અને તેમને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’
10 But when you enter a town that doesn't welcome you, go out into its streets and say, પણ જયારે તમે કોઇ શહેરમાં જાવ અને તમને ન આવકારે તો તેના રસ્તામાં જઈને કહો કે,
11 'Even your town's dust stuck to our feet, we wipe off against you. Yet know this: the kingdom of our Father has come near.' ‘અમે અમારા પગેથી તમારાં નગરની ધૂળ પણ તમારી ચેતવણી માટે ખંખેરી નાંખીએ છીએ. પણ આ ચોકકસ છે: ઈશ્વરનું રાજ્ય નજીક આવ્યું છે.’
12 I tell you, it will be more bearable on that day for Sodom than for that town. હું તમને કહું છું કે, ન્યાયના દિવસે તે શહેર કરતાં સદોમનાં હાલ સહેલ હશે.
13 "Woe to you, Chorazin! Woe to you, Bethsaida! Had the miracles done among you happened in Tyre and Sidon, they would have repented long ago, sitting in sackcloth and ashes. “ઓ ખોરાજીન! તને અફસોસ, હે બેથસૈદા તને અફસોસ! કારણ કે જે ચમત્કારો મેં તમારામાં કર્યા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો, તેમણે ટાટ તથા રાખમાં બેસીને ક્યાંરનોય પસ્તાવો કર્યા હોત!
14 But it will be more bearable for Tyre and Sidon at the judgment than for you. ન્યાયકાળે તમારાં કરતાં તૂર અને સિદોનના હાલ સહેલ થશે.
15 And you, Capernaum, will you be lifted to heaven? You'll be brought down to the grave. અને ઓ, કપરનાહૂમ, શું તું આકાશમાં ઉચું કરાશે? ના, તું હાદેસ સુધી નીચું જશે,
16 Whoever listens to you listens to me; whoever rejects you rejects me; whoever rejects me rejects the one who sent me." “જે કોઇ તમને સાંભળે છે તે મને સાંભળે છે; જે કોઇ તમારો નકાર કરે છે; તેઓ મારા મોકલનારનો નકાર કરે છે.”
17 The seventy-two returned with joy and said, "Lord, even the demons submit to us in your name." બોતેર શિષ્યો આનંદ કરતાં કરતાં પાછા આવ્યા અને કહ્યું, “પ્રભુ! તમારાં નામમાં અશુધ્ધ આત્માઓ પણ અમારે તાબે થઈ ગયા!”
18 He said to them, "I saw Satan fall like lightning from heaven. તેમણે જવાબ આપ્યો, “મેં શેતાનને આકાશમાંથી વીજળીની પેઠે નીચે પડતાં જોયો.
19 Look, I have given you authority to trample on snakes and scorpions, and over all the enemy's power—nothing will harm you. મેં તમને શત્રુની તમામ સત્તા પર, સર્પો અને વીંછીઓ પર પગ મૂકવાનો અને તેમને છૂંદી નાંખવાનો અધિકાર પણ મેં તમને આપ્યો છે તમને કશાંથી ઈજા થશે નહિ.
20 But don't rejoice that the spirits submit to you—rejoice that your names are written in heaven." છતાં પણ, આત્માઓ તમને તાબે થાય છે એ માટે હરખાઓ નહિ, પણ સ્વર્ગમાં તમારાં નામ નોંધવામાં આવ્યા છે તે માટે હરખાઓ.”
21 At that moment Jesus rejoiced in the Holy Spirit and said, "Father, Sovereign of heaven and earth, I praise you—you hid these things from the wise and clever, and revealed them to little children. Yes, Father, for this pleased you." એ સમયે ઈસુએ, પવિત્ર આત્માથી ઉલ્લાસિત થઈને, કહ્યું, “ઓ પિતા, સ્વર્ગ અને પૃથ્વીનાં પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કેમકે જ્ઞાનીઓથી અને શીખેલાઓથી તમે એ વાતો ગુપ્ત રાખીને, નાના બાળકોને પ્રગટ કરી છે. હા પિતા, તમને એ પ્રમાણે કરવાનું પસંદ પડ્યું.”
22 "All has been given to me by my Father. No one knows who the Son is but the Father, or who the Father is but the Son—and whoever the Son chooses to reveal him to." “મારા પિતાએ સર્વસ્વ મને સોંપ્યું છે. પિતા સિવાય પુત્રને કોઈ ઓળખતું નથી, અને પિતાને પુત્ર સિવાય કોઈ ઓળખતું નથી, અને જેને દીકરો પ્રગટ કરવા ચાહે છે, તેઓ.”
23 Then turning to the disciples, he said privately, "Blessed are the eyes that see what you see! પછી તેમણે શિષ્યો તરફ ફરીને એકાંતમાં કહ્યું, “તમે જે જુઓ છો તે જેઓની આંખો જુએ તેઓને ધન્ય છે.
24 For I tell you, many prophets and kings wanted to see what you see and never saw it, to hear what you hear and never heard it." કેમકે હું તમને કહું છું કે તમે જે જુઓ છો, તે જોવાને ઘણાં પ્રબોધકો અને રાજાઓ ઈચ્છતાં હતા, અને જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઈચ્છતાં હતા પણ સાંભળવાં પામ્યા નહિ.”
25 A lawyer stood and tested him: "Teacher, what must I do to inherit eternal life?" એક પ્રસંગે નિયમશાસ્ત્રના એક પંડિતે ઊભા થઇને ઈસુની પરીક્ષા કરતાં તેણે પૂછયું. “ગુરુજી, અનંતજીવન મેળવવાં માટે મારે શું કરવું જોઈએ?”
26 He said to him, "What is written in the Law? How do you read it?" તેમણે જવાબ આપ્યો, “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું કેવી રીતે વાંચે છે?”
27 He answered, "Love your Father with all your heart, with all your soul, with all your strength, with all your mind, and your neighbor as yourself." તેમણે જવાબ આપ્યો, “ ‘તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરાં હૃદયથી, પૂરાં જીવથી, પૂરી શકિતથી તથા પૂરાં મનથી પ્રેમ રાખવો અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ કર.’ ”
28 He said to him, "You have answered correctly. Do this and you will live." ઈસુએ જવાબ આપ્યો, “તેં સાચો જવાબ આપ્યો. તું આ કર અને તું જીવશે.”
29 But wanting to justify himself, he asked Jesus, "And who is my neighbor?" પણ તે પોતાને ન્યાયી ઠરાવવા ઈચ્છતો હતો, તેથી તેણે ઈસુને પૂછયું, “મારો પાડોશી કોણ?”
30 Jesus said, "A man went down from Jerusalem to Jericho and fell among robbers, who stripped and beat him, then left him half dead. ઈસુએ જવાબ આપતાં કહ્યું. “એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો, જયારે લુંટારાઓએ તેના પર હુમલો કયોઁ, તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધા, તેને માર્યો અને તેને અધમૂઓ કરીને નાસી ગયા.
31 Now, by chance a priest was going down that road; seeing him, he passed by on the other side. સંજોગોવશાત એક યાજક ત્યાં થઈને જતો હતો. જયારે તેણે પેલા માણસને જોઇને બીજી બાજુએ થઇને ચાલ્યો ગયો.
32 So too a Levite came to the place, saw him, and passed by on the other side. એક લેવી પણ તે જગ્યાએ આવ્યો અને તેને જોઇને બીજી બાજુએ ચાલ્યો ગયો.
33 But a Samaritan traveling that road found him, and seeing him, was moved with compassion. પણ એક સમરૂની ત્યાં થઈને નીકળ્યો, જયાં તે માણસ હતો ત્યાં આવ્યો, જયારે તેને જોઇને તેને તેના પર દયા આવી.
34 He went to him, bandaged his wounds, poured on oil and wine, put him on his own animal, took him to an inn, and cared for him. તે તેની પાસે ગયો તેના ઘા પર તેલ અને દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. પછી તે તેને પોતાના ગધેડાં પર બેસાડીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સારવાર કરી.
35 The next day he took out two silver coins, gave them to the innkeeper, and said, 'Take care of him. Whatever more you spend, I will repay when I return.' બીજે દિવસે ધર્મશાળાનાં વ્યવસ્થાપકને બે દીનાર આપતાં કહ્યું, ‘તેની સારવાર કરજો, અને તેમ કરતાં જો વધારે ખર્ચ થશે તો પાછા ફરતાં હું તે જરૂર ભરપાઈ કરી આપીશ.’
36 Which of these three do you think became a neighbor to the man who fell among the robbers?" “હવે લૂંટારાનાં હાથમાં પડેલા માણસનો પાડોશી એ ત્રણમાંથી કોણ? તું શું ધારે છે.”
37 He said, "The one who showed him mercy." Jesus said to him, "Go and do likewise." નિયમશાસ્ત્રના પંડિતે જવાબ આપ્યો, “જેણે, તેના તરફ દયા દર્શાવી તે જ.” ઈસુએ તેને કહ્યું, “તો તું જઈને એ પ્રમાણે કર.”
38 As they traveled, Jesus entered a village. A woman named Martha welcomed him into her home. ઈસુ અને તેમના શિષ્યો તેમના માગેઁ જતા હતા, તેઓ એક ગામમાં આવી પહોંચ્યા, ત્યાં માર્થા નામની એક સ્ત્રીએ પોતાનું ઘર તેમના માટે ઉઘાડું રાખ્યું હતું.
39 She had a sister called Mary, who sat at the Lord's feet and listened to his teaching. તેને મરિયમ નામે એક બહેન હતી, ઈસુના ચરણો આગળ બેસીને તેઓ જે કહેતા તે સાંભળતી હતી.
40 But Martha was distracted by all the serving. She came to him and said, "Lord, don't you care that my sister left me to serve alone? Tell her to help me." પણ તમામ તૈયારીઓ કરવાની હોવાથી માર્થા ગભરાય ગઇ હતી, તેણે તેમની પાસે આવીને પૂછયું, “પ્રભુ, મારી બહેન મને કામ કરવાને એકલી મૂકી છે તેની શું તમને ચિંતા નથી તેને કહો કે તે મને મદદ કરે.”
41 But the Lord answered her, "Martha, Martha, you are anxious and troubled about many things, પ્રભુએ જવાબ આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરીને ગભરાય છે
42 but one thing is needed. Mary has chosen the good share; it won't be taken from her." પણ થોડી બાબતો જરૂરી છે, એક જ બાબત અને મરિયમે જે સારું તે પસંદ કયુઁ છે, જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]