Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 2 OGCB

Show OGCB only
Verse × ×
1 In those days Caesar Augustus issued a decree to register the whole inhabited world. એ દિવસોમાં કૈસર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે સમગ્ર રોમન વિશ્વની વસ્તી ગણતરી કરવામાં આવે.
2 This was the first registration, when Quirinius was governor of Syria. આ પ્રથમ વસ્તી ગણતરી હતી તે સમયે કુરેનિયસ સિરીયાનો રાજ્યપાલ હતો.
3 Everyone went to be registered, each to his own town. અને નામ નોંધાવવા માટે દરેક વ્યકિત પોતાના શહેરમાં ગયાં.
4 Joseph too went up from Galilee, from the town of Nazareth, to Judea, to the city of David called Bethlehem, since he belonged to David's house and family, તેથી યોસેફ પણ ગાલીલ નાઝરેથ શહેરમાંથી યહૂદિયા દાવિદનાં શહેર બેથલેહેમ ગયો, કેમકે તે દાઉદનાં ઘરનો અને કુળમાંનો હતો.
5 to be registered with Mary, his fiancée, who was expecting a child. તે મરિયમ સાથે નોઘણીં કરાવવા ત્યાં ગયો, જેની સાથે તેની સગાઈ થઇ હતી, અને તે ગર્ભવતી હતી.
6 While they were there, the time came for her to give birth. જયારે તેઓ ત્યાં હતા, ત્યારે બાળકનો જન્મ થવાનો સમય થઇ ચૂકયો હતો.
7 She gave birth to her firstborn son, wrapped him in cloths, and laid him in a manger, because the inn had no place for them. તેણે પોતાના પ્રથમજનિત પુત્રને જન્મ આપ્યો. તેણે તેને એક કપડાંમાં લપેટયો અને ગભાણમાં મૂકયો, કેમકે તેઓને માટે ધર્મશાળામાં જગા ન હતી.
8 Shepherds were in that same region, staying out in the fields, keeping watch over their flock by night. અને ત્યાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા.
9 An angel of our Father stood before them; the glory of our Father shone around them, and great fear seized them. પ્રભુનો એક દૂત તેઓને દેખાયો અને પ્રભુનો મહિમા તેઓની આસપાસ પ્રકાશ્યો તેઓ ખૂબ જ ગભરાઈ ગયા.
10 The angel told them, "Don't be afraid—I bring good news of great joy for everyone: પણ દૂતે તેઓને કહ્યું, “બીહો માં! હું સુસમાચાર લાવ્યો છું, અને તે સર્વને લોકોને માટે આનંદનું કારણ થશે:
11 Today in the city of David, a Savior was born to you—Christ the Lord. આજે દાવિદના નગરમાં તમારે માટે એક તારનાર જન્મ્યાં છે. તે મસીહા, પ્રભુ છે.
12 This is your sign: you'll find a baby wrapped in cloths, lying in a manger." તમારે માટે એ નિશાની થશે: તમને એક બાળક કપડાંમાં લપેટેલો ગભાણમાં સૂતેલો મળશે.”
13 Suddenly there was with the angel a multitude of the heavenly host, praising our Father and saying, એકાએક દૂતની સાથે આકાશી સૈન્યનો મોટો સમુદાય દેખાયો, તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા:
14 "Glory to our Father in the highest, and on earth peace among those with whom he is pleased!" “પરમઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ; અને પૃથ્વીમાં જેઓ પર તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ.”
15 When the angels left them for heaven, the shepherds said to each other, "Let's go straight to Bethlehem and see this thing that has happened, which our Father has made known to us." જયારે દૂતો તેઓને મુકીને આકાશમાં ગયાં, ત્યારે ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે બેથલેહેમ જઈએ અને આ જે બન્યું છે તે જોઈએ, જે વિશે પ્રભુએ આપણને કહ્યું છે.”
16 They hurried off and found Mary and Joseph, and the baby lying in the manger. તેથી તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યોસેફને તથા બાળકને શોધી કાઢયાં, જે ગભાણમાં સૂતેલો હતો.
17 When they saw him, they made known what had been told them about this child. જયારે તેઓએ તેને જોયો, ત્યારે બાળક વિશે જે વચન કહેવામાં આવ્યું હતું, તે બધું તેઓએ જાહેર કયુઁ.
18 All who heard were amazed at what the shepherds told them. ઘેટાંપાળકોએ તેઓને જે કહ્યું, અને તેથી બધા સાંભંળનારાઓ આશ્ચર્ય પામ્યાં.
19 But Mary treasured up all these things, pondering them in her heart. પણ મરિયમે આ સર્વ વાતો પોતાના મનમાં રાખી અને તે વિશે તે વિચાર કરતી.
20 The shepherds returned, glorifying and praising our Father for all they'd heard and seen, just as they were told. ઘેટાંપાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ સાંભળ્યું અને જોયું તેને લીધે ઇશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા.
21 When eight days for his circumcision were complete, he was named Jesus, the name the angel gave before he was conceived in the womb. આઠમે દિવસે, જયારે બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, ત્યારે તેનું નામ ઈસુ પાડયું, જે નામ તેનો ગર્ભ રહ્યા પહેલાં દૂતે તેને આપ્યું હતું.
22 When their days of purification under the Law of Moses ended, they brought him up to Jerusalem to present him to our Father, જયારે મોશેનાં નિયમશાસ્ત્ર પ્રમાણે શુધ્ધિકરણના દિવસો આવ્યા, ત્યારે યોસેફ અને મરિયમે તેમને પ્રભુ આગળ રજૂ કરવા તેમને યરુશાલેમ લઈ ગયાં.
23 (as it is written in our Father's Law, "Every firstborn male will be called holy to our Father"), જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે દરેક પ્રથમજનિત નર પ્રભુને સારુ પવિત્ર થાય.
24 and to offer a sacrifice as the Law of our Father says: a pair of turtledoves or two young pigeons. અને પ્રભુના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાણે હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાં નું બલિદાન આપવું.
25 In Jerusalem lived a man named Simeon, righteous and devout, waiting for Israel's comfort, with the Holy Spirit on him. હવે ત્યાં શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી અને ધામિઁક હતો. ઇઝરાયેલનાં દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો.
26 The Holy Spirit had revealed to him he wouldn't die before seeing our Father's Christ. પવિત્ર આત્માએ તેને પ્રગટ કયુઁ હતું કે પ્રભુના મસીહને જોયા પહેલાં તું મરણ પામશે નહિ.
27 Prompted by the Spirit, he entered the temple. As the parents brought in the child Jesus to do for him what the Law required, પવિત્ર આત્માથી પ્રેરાઇને તે મંદિરનાં આંગણાંમાં ગયો. જયારે બાળક ઈસુનાં સંબંઘમા નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા સારું તેના માબાપ ત્યાં લાવ્યાં,
28 Simeon took him up in his arms and blessed our Father, saying, ત્યારે શિમયોને તેને તેના હાથમાં લીધો અને ઈશ્વરની સ્તુતિ કરીને, કહ્યું
29 "Sovereign Father, now you are letting your servant depart in peace, according to your word. “હે પ્રભુ, તમારાં વચન પ્રમાણે, હવે તમારાં સેવકને શાંતિમાં જવા દો
30 For my eyes have seen your salvation, કેમકે મારી આંખોએ તારા તારણને જોયું છે,
31 which you have prepared in the presence of all peoples: જેને બધા લોકોની નજરમાં તે તૈયાર કયુઁ છે.
32 a light for revelation to the Gentiles, and for glory to your people Israel." વિદેશીઓ માટે તે પ્રકટીકરણનો પ્રકાશ છે, અને ઇઝરાયેલી લોકોનો મહિમા છે.”
33 His father and mother were amazed at what was said about him. તેમના વિશે જે કહેવામાં આવ્યું હતું તે સાંભળીને બાળકનાં પિતા અને માતા ઘણો અચંબો પામ્યાં.
34 And Simeon blessed them and told Mary, his mother, "This child is appointed for the fall and rising of many in Israel, and to be a sign that is opposed, પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને તેની માતા મરિયમને કહ્યું: “આ બાળક ઇઝરાયેલમાંના ઘણાંનાં પડવા તથા ઉઠવાનું અને જેની વિરુદ્ધ બોલવામાં આવશે તેની નિશાનીરૂપ થવા સારું ઠરાવેલો છે.
35 and a sword will pierce through your own soul also—so that thoughts from many hearts may be revealed." જેથી ઘણાંનાં હૃદયોનાં વિચારો પ્રગટ થશે. અને વળી તરવાર તમારા પોતાના આત્માને પણ વીંધી નાંખશે.”
36 Also there was Anna, a woman prophet, daughter of Phanuel of Asher's tribe, very old, having lived with her husband seven years after her virginity, હાન્ના નામની એક પ્રબોધિકા પણ ત્યાં હતી, તે આશેરના કુળની ફાનુએલની દીકરી હતી. તે ઘણી જ વૃધ્ધ હતી: તે તેના પતિની સાથે સાત વર્ષ લગ્ન પછી રહી હતી.
37 and a widow until eighty-four, never leaving the temple, worshiping with fasting and prayer night and day. અને પછી તે ચોર્યાસી વર્ષ સુધી વિધવા હતી. તેણે કદી મંદિર છોડયું નહિ, પણ રાતદહાડો પ્રાર્થના તથા ઉપવાસસહિત ભજન કર્યા કરતી.
38 Coming up at that same hour, she gave thanks to our Father and spoke of the child to all awaiting Jerusalem's redemption. તે સમયે તે ત્યાં આવી અને તેણે ઈશ્વરની સ્તુતિ કરીને યરુશાલેમનાં ઉધ્ધારની વાટ જોનાર સર્વને બાળક વિશે કહેવા લાગી.
39 When they finished everything required by our Father's Law, they returned to Galilee, to their own town of Nazareth. જયારે યોસેફ અને મરિયમે પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે સઘળી વિધિઓ પૂરી કરી, ત્યારે ગાલીલના નાઝરેથમાં તેઓ પોતાનાં ઘરે પાછાં ફર્યા.
40 The child grew, becoming strong, filled with wisdom, and our Father's favor was on him. અને છોકરો મોટો તથા બળવાન થતો ગયો, અને તે જ્ઞાનથી ભરપૂર હતો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.
41 Now his parents went to Jerusalem every year at the Feast of Passover. ઈસુનાં માબાપ દર વર્ષે પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતાં.
42 When he was twelve years old, they went up according to the custom of the feast. જયારે તે બાર વર્ષનાં થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ગયા.
43 When the festival ended and they left for home, the boy Jesus stayed behind in Jerusalem, unknown to his parents. પર્વની ઉજવણી પૂરી થઇ પછી, જયારે તેમના માતાપિતા ઘરે પાછાં વળતા, છોકરો ઈસુ યરુશાલેમમાં પાછળ રહી ગયો પણ તેઓ તેનાથી અજાણ હતા.
44 Thinking he was in the group, they traveled a day's journey, then searched for him among relatives and acquaintances. તેમણે વિચાયુઁ કે તે સંઘમાં હશે, તેઓએ એક દિવસનો મુસાફરી કરી, પછી તેઓએ સગાવહાલાંઓમાં તથા મિત્રોમાં તેમની શોધ કરી,
45 When they did not find him, they returned to Jerusalem, searching for him. જયારે તે તેઓને મળ્યો નહિ, ત્યારે તેઓ તેમને શોધવાં યરુશાલેમ પાછાં ગયાં.
46 After three days they found him in the temple, sitting among the teachers, listening to them and asking them questions. ત્રણ દિવસ પછી તેઓને તેમને મંદિરનાં આંગણાંમાં ગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતા અને તેમને પ્રશ્નો પૂછતાં જોયા.
47 All who heard him were amazed at his understanding and his answers. જેઓએ તેમને સાંભળ્યું તેઓ તેમની સમજણ અને તેમના જવાબોથી આશ્ચયઁચકિત થઈ ગયા.
48 When his parents saw him, they were astonished. His mother said, "Child, why have you done this to us? Look, your father and I have been anguished, searching for you." જયારે તેમના માબાપે તેમને જોયા તેઓ આશ્ચર્ય પામ્યાં. તેમની માએ તેમને કહ્યું, “દીકરા! અમારી સાથે તેં આવું વર્તન શા માટે કર્યું? તારા પિતા અને હું ચિંતિત થઇને તારી શોધ કરી!”
49 He said to them, "Why were you searching for me? Didn't you know I must be in my Father's house?" તેમણે કહ્યું, “તમે શા માટે મારી શોધ કરી? શું તમને ખબર નથી કે મારે મારા પિતાનાં ઘરે હોવું જોઈએ?”
50 But they did not understand the saying that he spoke to them. પણ તે શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યાં નહિ.
51 Then he went down with them and came to Nazareth, remaining obedient to them. His mother kept all these things in her heart. પછી તે તેઓની સાથે નાઝરેથ પાછા ફર્યા અને તેઓને આધીન રહ્યા. તેમની માતાએ આ બધી વાતો તેના મનમાં રાખી.
52 Jesus increased in wisdom and stature and in favor with our Father and with people. અને ઈસુ જ્ઞાનમાં અને કદમાં તથા ઈશ્વરની અને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]