Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 13 OGCB

Show OGCB only
Verse × ×
1 Just then some people told him about Galileans whose blood Pilate mixed with their sacrifices. હવે તે સમયે ત્યાં ઊભા રહેલાઓમાંથી કેટલાક હાજર હતા પિલાતે ગાલીલીઓનું લોહી તેઓના બલિદાનો સાથે ભેળવી દીધું તેઓ વિશે ઈસુને કહી જણાવ્યું.
2 He replied, "Do you think these Galileans were worse sinners than all other Galileans because they suffered these things? ઈસુએ જવાબ આપ્યો કે, “શું તમે એમ ધારો છો કે ગાલીલના અન્ય ગાલીલીઓ કરતાં તેઓ વધારે પાપી હતા તેથી તેઓ આ રીતે સહન કયુઁ?
3 No, I tell you; but unless you repent, you will all perish as well. હું તમને કહું છું કે ના! પણ જો તમે પસ્તાવો નહિ કરો તો તમે પણ નાશ પામશો.
4 Or those eighteen killed when the tower in Siloam fell on them—do you think they were more guilty than everyone else in Jerusalem? અથવા જયારે શિલોઆહનો બુરજ અઢાર માણસો પર તૂટી પડયો અને તેઓ માયાઁ ગયા, શું તમે એમ ધારો છો કે તેઓ યરુશાલેમમાંનાં બિજા સવઁ રહેવાસીઓ કરતાં વધારે અપરાધી હતા?
5 No, I tell you; but unless you repent, you will all perish in the same way." હું તમને કહું છું કે ના! પણ જો તમે પસ્તાવો નહિ કરો તો તમે પણ નાશ પામશો.”
6 Then he told this parable: "A man had a fig tree planted in his vineyard. He came looking for fruit on it and found none. પછી તેમણે આ દ્રષ્ટાંત કહ્યું, “એક માણસ પાસે પોતાની દ્રાક્ષાવાડીમાં અંજીર રોપેલી હતી અને તે તેના પર ફળ શોધવા ગયો પણ તેને કંઇ ન મળ્યું.
7 He told the gardener, 'Look, for three years I've come seeking fruit on this fig tree and found none. Cut it down—why let it drain the ground?' આખરે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘ત્રણ વરસથી આ અંજીર પરથી ફળ શોધતો આવું છું પણ એકે ફળ મળ્યું નથી તેને કાપી નાંખ! તે નકામી જમીન કેમ રોકે છે?’
8 But he replied, 'Sir, leave it this year too, until I dig around it and add manure. “એ માણસે જવાબ આપ્યો, ‘સાહેબ, એક વર્ષ તેને રહેવા દો. હું તેની આસપાસ ખોદીશ અને તેને ખાતર નાંખીશ.
9 Then if it bears fruit next year, good; if not, you can cut it down.'" જો આવતા વષેઁ તેને ફળ આવે તો ઠીક અને જો ન આવે તો પછી તેને કાપી નાંખજે.’ ”
10 Now he was teaching in one of the synagogues on the Sabbath. ઈસુએ સાબ્બાથવારે એક સભાસ્થાનમાં શીખવતા હતા.
11 Just then, a woman weakened by a spirit for eighteen years was bent over, unable to straighten up at all. અને ત્યાં એક સ્ત્રી ત્યાં હતી જે અઢાર વષઁથી અપંગ હતી. અને તે વાંકી વળી ગઈ હતી અને ટટ્ટાર રહી શકતી ન હતી.
12 Seeing her, Jesus called her over and said, "Woman, you are freed from your disability." જયારે ઈસુએ તેને જોઈ, ત્યારે તેમણે તેને આગળ બોલાવીને કહ્યું, “સ્ત્રી, તું તારી માંદગીમાંથી મુકત થઈ ગઈ છે,”
13 He laid hands on her, and immediately she straightened up and glorified our Father. પછી તેમણે તેનાં પર હાથ મુકયાં અને તરત જ તે ટટ્ટાર થઇ અને ઈશ્વરની સ્તુતિ કરી.
14 But the synagogue leader, angry that Jesus had healed on the Sabbath, told the crowd, "There are six days for work. Come be healed on those days, not on the Sabbath." ઈસુએ સાબ્બાથવારે સાજી કરી હતી માટે સભાસ્થાનનાં આગેવાન ગુસ્સે ભરાયા, અને લોકોને કહ્યું, “કામ કરવા માટે છ દિવસ છે, એ દિવસોમાં તમે આવો અને સાજા થાઓ, પણ સાબ્બાથવારે નહિ.”
15 The Lord answered him, "Hypocrites! Doesn't each of you untie your ox or donkey from its stall on the Sabbath and lead it out to water it? પ્રભુએ તેમને જવાબ આપ્યો, “તમે દંભીઓ! તમારામાંનો દરેક પોતાના બળદ અથવા ગધેડાને ગમાણમાંથી છોડી ને સાબ્બાથવારે પાણી પીવાં માટે નથી લઈ જતા?
16 Shouldn't this daughter of Abraham, bound by Satan for eighteen years, be freed from that bond on the Sabbath?" તો શું આ સ્ત્રી, જે અબ્રાહમની પુત્રી છે જેને શેતાને અઢાર વર્ષ સુધી બાંધી રાખી હતી, તેને સાબ્બાથવારે બંધનમાંથી મુક્ત ન કરવી જોઈએ?”
17 As he said these things, all his opponents were humiliated, and all the crowd celebrated all the glorious things he was doing. જયારે તેમણે આ કહ્યું, ત્યારે તેમના બધા વિરોધીઓ શરમિંદા થયા. પણ તેમણે જે અદભુત કૃત્ય કયાઁ તેનાથી બધા લોકો ખુશ થઈ ગયા.
18 He said therefore, "What is the kingdom of our Father like? What should I compare it to? પછી ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ્ય શેનાં જેવું છે? હું તેને શેની સાથે સરખાવું?
19 It's like a mustard seed a man took and planted in his garden, growing into a tree where the sky's birds nested in its branches." એ રાઈના બી જેવું છે, જેને એક માણસે પોતાના બગીચામાં વાવ્યું, તે ઊગીને મોટું વૃક્ષ બન્યું અને તેની ડાળીઓ પર આકાશના પક્ષીઓએ માળા બાંધ્યા.”
20 And again he said, "What should I compare the kingdom of our Father to? ફરીથી તેમણે પૂછયું, “ઈશ્વરના રાજ્યને હું શાની સાથે સરખાવું?
21 It is like yeast a woman took and hid in three measures of flour until it all yeasted." તે ખમીર જેવું છે, એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં ભેળવ્યું, અને તે બધો ખમીરવાળો થયો.”
22 He went on his way through towns and villages, teaching and journeying toward Jerusalem. પછી ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતાં માર્ગમાંના ગામોમાં ને શહેરોમાં તે બોધ આપતાં ગયા.
23 Someone asked him, "Lord, are the saved few?" He said to them, એક જણે તેમને પૂછયું, “પ્રભુ, શું બહુ થોડા લોકો જ તારણ પામશે?” તેમણે તેમને કહ્યું,
24 "Struggle to enter through the narrow door—many, I tell you, will try to enter and fail. “સાંકડાં દરવાજામાંથી પ્રવેશવાનો પ્રયત્ન કરો, કેમકે હું તમને કહું છું કે ઘણાં પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ.
25 Once the homeowner rises and shuts the door, you'll stand outside knocking, saying, 'Lord, open for us.' He'll answer, 'I don't know where you're from.' એક વાર ઘર માલિક ઊઠીને દરવાજો બંધ કરી દેશે, ત્યારે તમે બહાર ઊભા રહીને દરવાજો ખટખટાવતાં આજીજી કરશો કે: ‘પ્રભુ, અમારે માટે દરવાજો ઉઘાડો.’ “પણ તે જવાબ આપશે કે, ‘હું તમને ઓળખતો નથી અથવા તમે કયાંથી આવો છો.’
26 Then you'll begin to say, 'We ate and drank before you; you taught in our streets.' “ત્યારે તમે કહેશો કે, ‘અમે તમારી સાથે ખાધું અને પીધું, અને તમે અમારી શેરીઓમાં બોધ કયોઁ.’
27 But he'll say, 'I tell you, I don't know where you're from. Get away from me, all you who do evil!' “પણ તે જવાબ આપશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે કયાંથી આવો છો. રે ભૂંડું કરનારાઓ! તમે બધાં મારી પાસેથી જાઓ!’
28 There will be weeping and teeth grinding, when you see Abraham and Isaac and Jacob and all the prophets in the kingdom of our Father, while you yourselves are thrown out. “જયારે તમે અબ્રાહમ, ઇસહાક, યાકોબ અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલાં જોશો, ત્યારે તમે રડશો ને દાંત પીસશો.
29 People will come from east and west, from north and south, and sit down to eat in our Father's kingdom. લોકો પૂવઁ અને પશ્ચિમથી અને ઉત્તર અને દક્ષિણથી આવશે, ઈશ્વરના રાજયમાં મિજબાનીમાં પોતપોતાને સ્થાને બેસશે.
30 And indeed, some are last who will be first, and some are first who will be last." ખરેખર, જેઓ છેલ્લાં છે તેઓ પહેલાં થશે, અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”
31 At that same hour some Pharisees came, telling him, "Get out, leave here—Herod wants to kill you." તે જ સમયે કેટલાક ફરોશીઓએ આવીને ઈસુને કહ્યું, “આ જગ્યાંએથી બીજે ચાલ્યા જાઓ. કારણ કે હેરોદ રાજા તમને મારી નાખવા માગે છે.”
32 And he said to them, "Go tell that fox: Look, I drive out demons and complete healings today and tomorrow, and on the third day I am finished. તેમણે જવાબ આપ્યો, “જાઓ, જઈને તે શિયાળને કહો કે, અશુધ્ધ આત્માના બંધનમાંથી મુક્ત કરવાનું અને માંદગીમાંથી લોકોને સાજા કરવાનું હું આજે ને કાલે પણ ચાલુ રાખવાનો છું અને ત્રીજે દહાડે હું મારું કામ પૂર્ણ કરીશ.
33 Still, I must travel today, tomorrow, and the next day, since no prophet can die outside Jerusalem. હા આજે, કાલે ને પરમ દિવસે હું ગમે તે હાલમાં ચાલુ રાખીશ, કેમકે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મારી નંખાશે નહિ.
34 Jerusalem, Jerusalem, killing the prophets, stoning those sent to her! How often I longed to gather your children as a hen gathers her brood under her wings—but you refused! “ઓ યરુશાલેમ! યરુશાલેમ! પ્રબોધકોને મારી નાંખનાર અને તારી પાસે મોકલનારને પથ્થરે મારી નાંખનાર, જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે એકઠાં કરે છે, તેમ મેં પણ તારાં સંતાનોને એકત્ર કરવા કેટલું બધું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ.
35 Look, your house is left to you. I tell you: you won't see me until you say, 'Blessed is the one who comes in the name of our Father!'" જુઓ તમારું ઘર તમારે સારું ઉજજડ મુકાયું છે. તેથી હું તમને કહું છું કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે.’ એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]