Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 12 OGCB

Show OGCB only
Verse × ×
1 Meanwhile, as thousands crowded together, trampling each other, Jesus began speaking first to his disciples: "Guard yourselves against the yeast of the Pharisees—that is, hypocrisy. આ દરમિયાન હજારોનું ટોળું એકત્ર થયું, તેથી તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા, ત્યારે ઈસુ પહેલાં પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે, “ફરોશીઓના ખમીરથી સાવધ રહો, એ તો ઢોંગ છે.
2 Nothing is concealed that will not be revealed, and nothing hidden that will not be made known. ગુપ્ત નથી કે જે પ્રગટ કરવામાં ન આવે, અથવા છુપાયેલું નથી જે જાહેર કરવામાં આવશે નહિ.
3 So whatever you said in darkness will be heard in the light, and what you whispered in private rooms will be announced from the rooftops. અંધકારમાં તમે જે કંઈ કહ્યું હશે, તે અજવાળામાં સંભળાશે, અને તમે બંધ બારણે કાનમાં જે કહ્યું હશે, તે છાપરાં પરથી પોકારાશે.
4 "I tell you, my friends: don't fear those who kill the body, then can do nothing more. “મારા મિત્રો હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાંખે અને તે પછી બીજું કંઇ કરી ન શકે તેઓથી બીશો નહિ.
5 I'll show you whom to fear: fear the one who, after killing, has authority to throw you into hell. Yes, I tell you, fear him. પણ તમારે કોનાથી ડરવું તે હું તમને બતાવીશ: મારી નાંખ્યા પછી તમારા શરીરને નરકમાં ફેંકી દેવાનો જેને અધિકાર છે, તેનાથી બીહો, હા હું તમને કહું છું તેનાથી બીહો.
6 Aren't five sparrows sold for two small coins? Yet not one is forgotten before our Father. શું પાંચ ચકલીઓ બે પૈસે વેચાતી નથી? છતાં એમાંની એક પણ ઈશ્વરથી ભૂલાયેલી નથી.
7 But even the hairs of your head are all counted. Don't be afraid—you're worth more than many sparrows. ખરેખર, તમારાં માથાનાં દરેક વાળ પણ ગણેલાં છે, બીશો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
8 "And I tell you, whoever acknowledges me before others, the Son of Man will also acknowledge before our Father's angels. “હું તમને કહું છું કે બીજાની આગળ જે કોઇ મને જાહેરમાં કબૂલ કરશે, તો તેને ઈશ્વરનાં દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે,
9 But whoever denies me before others will be denied before our Father's angels. પરંતુ જે કોઇ બીજાની આગળ મારો નકાર કરશે, તેનો નકાર ઈશ્વરના દૂતોની આગળ કરવામાં આવશે.
10 Anyone who speaks a word against the Son of Man will be forgiven, but whoever blasphemes against the Holy Spirit will not be forgiven. જે કોઈ માણસના દીકરાની વિરુધ્ધ બોલશે, તો તેને માફ કરવામાં આવશે, પણ જે કોઇ પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ,
11 When they bring you before synagogues, rulers, and authorities, don't worry how to defend yourselves or what to say, “જયારે તમને સભાસ્થાનોમાં, આગેવાનો તથા અધિકારીઓની આગળ લઇ જવામાં આવે, ત્યારે તમે પોતાનો બચાવ કેવી રીતે કરશો અથવા તમે શું બોલશો તેની ચિંતા કરશો નહિ.
12 for the Holy Spirit will teach you in that very hour what you must say." કારણ કે તમારે શું બોલવું તે પવિત્ર આત્મા તમને તે જ સમયે શીખવશે.”
13 Someone in the crowd said to him, "Teacher, tell my brother to divide the inheritance with me." ટોળામાંથી એક જણે તેમને કહ્યું, “ગુરુજી, મારા ભાઈને કહો કે વારસો મારી સાથે વહેંચે.”
14 But Jesus said to him, "Man, who appointed me a judge or arbitrator over you?" ઈસુએ જવાબ આપ્યો, “ભાઈ! મને તમારી વચ્યે ન્યાયાઘીશ અથવા મધ્યસ્થી કોણે ઠરાવ્યો?”
15 He said to them, "Watch out! Guard against every kind of greed, because life isn't made up of possessions, however many." પછી તેમણે તેઓને કહ્યું, “સાવધાન રહો, અને ઘ્યાન રાખો કે સવઁ પ્રકારના લોભથી દુર રહો, જીવન તેની પુષ્કળ મિલ્કત માં રહેલું નથી.”
16 And he told them a parable: "The land of a certain rich man produced a good harvest. તેમણે તેઓને આ દ્રષ્ટાંત કહ્યું: “એક ધનવાન માણસની જમીનમાંથી પુષ્કળ પાક નીપજયો.
17 He thought to himself, 'What should I do? I have no place to store my crops.' ‘તેણે મનમાં વિચાર કયોઁ કે હું શું કરું? મારો પાક સંગ્રહ કરવા માટે મારી પાસે જગ્યા નથી.’
18 So he said, 'Here's what I'll do: tear down my barns, build bigger ones, and store all my grain and my goods there.' “પછી તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ કે: હું મારા કોઠાર તોડી પાડીને મોટાં કોઠાર બંધાવીશ, અને ત્યાં હું મારું બધું અનાજ ભરી રાખીશ.
19 And I will say to my soul, "Soul, you have plenty stored up for many years—rest, eat, drink, enjoy life." અને હું મારી જાતને કહીશ, “ઘણાં વર્ષો સુધી ચાલે એટલું અનાજ સંઘરી રાખેલ છે. હવે આરામ કર; ખા, પી અને મજા કર.” ’
20 But our Father said to him, 'Fool! Tonight your soul is demanded back from you. Then what you've prepared, whose will it be?' “પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તારો જીવ માંગી લેવામાં આવશે; પછી જે તે પોતા માટે તૈયાર કયુઁ છે તે, કોનું થશે?’
21 That's what happens to anyone who piles up treasure for himself but isn't rich toward our Father." “જે કોઇ પોતાને સારું વસ્તુઓનો સંગ્રહ કરે છે પણ ઈશ્વર પ્રત્યે ધનવાન નથી તે તેઓ જ છે.”
22 Then Jesus told his disciples, "So I tell you: don't worry about your life—what you'll eat—or about your body—what you'll wear. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તેથી, હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો, તમે શું ખાશો; અથવા તમારા શરીરને માટે કે તમે શું પહેરશો.
23 For life is more than food, and the body more than clothing. કેમકે ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે છે.
24 Look at the ravens: they don't sow or reap, have no storeroom or barn, yet our Father feeds them. How much more valuable you are than birds! કાગડાઓનો વિચાર કરો: તેઓ વાવતાં કે લણતા નથી, વળી તેમની પાસે વખાર કે કોઠારો નથી; તોપણ ઈશ્વર તેમને ખવડાવે છે. અને તમે તો પક્ષીઓ કરતાં કેટલાં અધિક મૂલ્યવાન છો.
25 Which of you by worrying can add a single hour to his life? ચિંતા કરવાથી તમારાંમાંથી કોણ તમારા જીવનમાં એક કલાકનો ઉમેરો કરી શકે છે?
26 Since you cannot do such a small thing, why do you worry about the rest? આટલી નાની બાબત પણ તમે નથી કરી શકતા, તો પછી બાકીનાં વિશે ચિંતા શા માટે કરો છો?
27 Notice how the lilies grow: no toil, no spinning. Yet I tell you, not even Solomon in all his splendor was dressed like one of these. “જંગલી ફૂલોનો વિચાર કરો કે તેવો કેવાં વધે છે. તેઓ શ્રમ કરતાં નથી કે કાંતતા નથી. તોપણ હું તમને કહું છું કે સોલોમોન પણ તેના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેઓ પહેરેલો ન હતો.
28 If this is how our Father clothes the grass of the field—here today, thrown into the oven tomorrow—how much more will he clothe you, you of little faith? ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે અગ્નિમાં ફેંકાય છે, ઈશ્વર તેમને એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ તમને કેટલું વિશેષ પહેરાવશે,
29 Do not seek what you will eat or drink, and do not be anxious. અને તમે શું ખાશો કે શું પીશો તે પર તમારું મન ન લગાડો; તેના વિશે ચિંતા ન કરો.
30 For all the nations of the world seek these things; your Father knows you need them. કેમકે જગતના વિદેશીઓ આ બધી બાબતો પાછળ દોડે છે. અને તમારા પિતા જાણે છે કે તમને તેની જરૂર છે.
31 Instead, seek our Father's kingdom, and these things will be given to you as well. પણ તેનું રાજ્ય શોધો અને આ સઘળાં વાનાં તમને આપવામાં આવશે.
32 "Do not be afraid, little flock, for your Father has been pleased to give you the kingdom. “ઓ નાની ટોળી, બીશ નહિ, કારણ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.
33 Sell your possessions and give to the poor. Make yourselves purses that don't wear out—an unfailing treasure in the heavens, where no thief comes near and no moth destroys. તમારી મિલ્કત વેચીને ગરીબોને આપો, જીણઁ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્વવ્ય પોતાને સારું મેળવો કે જે નિષ્ફળ નહિ જાય, જયાં કોઈ ચોર આવતો નથી અને કોઇ કીડા તેનો નાશ કરતા નથી.
34 For where your treasure is, there your heart will be also. કેમકે જયાં તમારું દ્રવ્ય છે, ત્યાં તમારું ચિત હશે.”
35 "Be dressed and ready for service, and keep your lamps burning, “સેવા માટે તૈયાર રહો અને તમારાં દીવા સળગતાં રાખો.
36 like servants waiting for their master's return from the wedding feast, so when he comes and knocks, they open the door at once. લગ્ન સમારંભમાંથી પાછા ફરતાં માલિકની રાહ જોતાં નોકરોની જેમ, જેથી તેઓ આવીને દરવાજો ખટખટાવે કે તરત જ તેના માટે દરવાજો ખોલે.
37 Blessed are the servants the master finds alert when he comes. Truly I tell you, he will dress himself for service, have them recline at the table, and come serve them. એ નોકરો માટે સારું છે કે જેમનો માલીક આવીને તેમને જાગતાં જોશે તેઓને ધન્ય છે, હું તમને સાચે જ કહું છું કે તે સેવા કરવા તૈયાર રહેશે, અને તેઓને ટેબલ પર બેસાડશે ને આવીને તેમની રાહ જોશે.
38 Whether he comes at midnight or just before dawn, blessed are those servants if he finds them ready. તે નોકરોને માટે સારું થશે કે તે તેમનો માલીક તેઓને તૈયાર જોશે, પછી ભલે તે મઘ્ય રાત્રે અથવા સવારના સમયે આવે, નવ વાગે આવે, કે મધરાતે આવે.
39 Know this: if the homeowner knew what hour the thief was coming, he would not have let his house be broken into. પણ આ સમજો: જો ચોરના આવવાનો સમય જો ધરધણી જાણતો હોત તો, ઘરમાં ચોરી થવા ન દેત.
40 You too must be ready—the Son of Man comes at an hour you don't expect." તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે.”
41 Peter said, "Lord, are you telling this parable for us, or for everyone?" પિતરે પૂછયું, “પ્રભુ, તમે એ દ્રષ્ટાંત અમને કહો છો કે બધાને?”
42 The Lord replied, "Who is the faithful, wise manager the master puts in charge of his household servants, to give them their ration at the right time? પ્રભુએ જવાબ આપ્યો, “વિશ્વાસુ અને બુધ્ધિમાન કારભારી કોણ છે, કે જેને તેના માલિક તેમના નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવાં માટે તેમના પર ઠરાવ્યો છે?
43 Blessed is that servant whom the master finds doing so when he returns. જયારે માલિક પાછો આવે ત્યારે નોકરને એમ કરતા જોશે તો, તેને માટે સારું છે.
44 Truly I tell you, he will put him in charge of all his possessions. હું તમને સાચે જ કહું છું કે, તે તેને પોતાની બધી મિલ્કતનો કારભારી ઠરાવશે.
45 But if that servant tells himself, 'My master delays his coming,' and starts beating the servants, men and women, and eats, drinks, and gets drunk. પણ ધારોકે જો તે નોકર પોતાના મનમાં કહે કે મારા માલિકને આવતા વાર લાગે છે, અને તે બીજા નોકરોને મારવા લાગે, સ્ત્રી અને પુરુષ બંનેને, ખાવાંને પીવા લાગે અને છાકટો થવા માંડશે.
46 That servant's master will come on a day he doesn't expect, at an hour he doesn't know, cut him in two, and give him a place among the unfaithful. તો નોકરનો માલિક એવા દિવસે આવશે જયારે તે ધારતો નહિ હોય, અને તે ઘડી તે જાણતો નહિ હોય. તે તેના ટુકડા કરશે અને અવિશ્વાસીઓ સાથે સ્થાન સોંપશે.
47 The servant who knew his master's will but didn't prepare or act on it will get many blows. “જે નોકર પોતાના માલીકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે તૈયાર થયો નહિ હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કયુઁ નહિ હોય તો તે ધણો માર ખાશે.
48 But the one who didn't know, yet did what deserved punishment, will get few blows. Everyone given much will be asked for much; the one entrusted with much will be asked for even more. પણ જેણે અજાણતા ફટકા યોગ્ય કામ કયુઁ હશે તે થોડોજ માર ખાશે, દરેક વ્યક્તિ પાસેથી જેને ઘણું આપેલું છે તેની પાસે ધણું માંગવામાં આવશે, અને જેને ધણું બધુ સોંપવામાં આવેલું છે તેની પાસેથી ઘણું બધું માંગવામાં આવશે.
49 "I came to throw fire on the earth—how I wish it were already lit! “હું પૃથ્વી પર આગ નાખવાં આવ્યો છું, અને જો આગ લાગી ચુકી હોય તો હું બીજું શું ચાહું!
50 But I have a baptism to undergo, and how distressed I am until it is accomplished! પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને એ પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું
51 Do you think I came to bring peace on the earth? No, I tell you, but division. શું તમે એમ ધારો છો કે હું પૃથ્વી પર શાંતિ કરાવવા આવ્યો છું? ના! પણ ભાગલાં પાડવા.
52 From now on there will be five in one household divided—three against two and two against three. હવેથી એક કુટુંબમાં પાંચ એકબીજાની વિરુદ્ધ, ત્રણ બે ની વિરુદ્ધ, અને બે ત્રણની વિરુદ્ધ વિભાજિત થશે.
53 They'll split—father against son and son against father, mother against daughter and daughter against mother, mother-in-law against her daughter-in-law and daughter-in-law against mother-in-law." તેઓ વિભાજીત થશે પિતા અને પુત્રની વિરુદ્ધ, અને પુત્ર પિતાની વિરુદ્ધ, મા દિકરીની વિરુદ્ધ, અને દિકરી માં ની વિરુદ્ધ, સાસુ વહુની વિરુદ્ધ, અને વહુ સાસુની વિરુદ્ધ થશે.”
54 He also told the crowds, "When you see a cloud rising in the west, you immediately say, 'Rain is coming,' and so it does. તેમણે ટોળાને કહ્યું, “જયારે પશ્ચિમથી વાદળ ચઢતા જુવો તરત તમે કહો છો કે હવે ‘વરસાદ પડશે’ અને એમ થાય છે.
55 And when the south wind blows, you say, 'It will be hot,' and it is. અને જયારે દક્ષિણનો પવન ફૂંકાય છે, ત્યારે તમે કહો છો, કે ‘લૂ વાશે,’ અને એમ થાય છે.
56 Hypocrites! You know how to read the face of earth and sky. Why don't you know how to read this present time? ઓ ઢોંગીઓ! પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો પછી તમે આ સમય કેમ પારખી નથી જાણતા?
57 "And why don't you judge for yourselves what is right? “જે સાચું છે તેનો તમે જાતેજ ન્યાય કેમ કરતા નથી?
58 While going with your accuser to the magistrate, work to settle with him on the way, or he may drag you to the judge, and the judge hand you to the officer, and the officer throw you in prison. જયારે તમે તમારા વિરોધી સાથે મેજીસ્ટ્રેટ પાસે જાવ છો, ત્યારે રસ્તામાં સમાઘાન કરવાનો સખત પ્રયાસ કરો, રખેને તમારો વિરોધી તમને ન્યાયાઘીશ પાસે ખેચી જાય અને ન્યાયાઘીશ તમને અધિકારીને સોંપે અને અધિકારી તમને જેલમાં ધકેલીદે.
59 I tell you, you will not get out until you have paid the very last penny." હું તમને કહું છું કે, જયાં સુધી તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ ત્યાં સુધી તમે છુટકારો પામશો નહિ.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]