Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Luke 14 OGCB

Show OGCB only
Verse × ×
1 One Sabbath, when he went to eat in the house of one of the leaders of the Pharisees, they were watching him closely. એક સાબ્બાથવારે ઈસુ એક ફરોશી આગેવાનને ઘરે જમવા ગયા, તેઓ તેમના પર તાકી રહયાં હતા.
2 And there in front of him was a man whose body was swollen with fluid. ત્યાં તેમની આગળ જલંદર રોગવાળો એક માણસ હતો.
3 Jesus said to the experts in the law and the Pharisees, "Is it lawful to heal on the Sabbath, or not?" ઈસુએ ફરોશીઓને તથા નિયમના પંડિતોને પૂછયું, “સાબ્બાથવારે કોઈ માણસને તેના રોગમાંથી સાજો કરવો એ યોગ્ય છે કે નહિ?”
4 But they stayed silent. So he took hold of the man, healed him, and sent him on his way. પણ તેઓ ચૂપ રહયાં. માટે પેલા રોગી માણસનો હાથ પકડીને સાજો કરી તેને ઘરે મોકલ્યો.
5 Then he said to them, "If one of you has a son or an ox that falls into a well on the Sabbath day, will you not immediately pull him out?" પછી તેમણે તેમને પૂછયું, “જો તમારે કોઇને સાબ્બાથવારે બાળક અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે તેને તરત બહાર નહિ કાઢો?”
6 And they had no answer to give to this. અને તેઓ કશું કહી શકયાં નહિ.
7 When he noticed how the guests chose the places of honor, he told them a parable: જયારે તેમણે જોયું કે ટેબલ પર મહેમાનો મુખ્ય આસને બેસવાનું પસંદ કરતા હતા, તેમણે તેમને આ દ્રષ્ટાંત કહ્યું:
8 "When someone invites you to a wedding feast, do not take the place of honor, because a more distinguished guest than you may have been invited. “જયારે કોઇ તમને લગ્નજમણમાં નોતરે તો, મુખ્ય આસન પસંદ ન કરો, રખેને તમારાં કરતાં વધુ માનવંત વ્યકિત તેણે નોતરેલો હોય,
9 Then the one who invited you both will come and say to you, 'Give this person your place,' and in disgrace you will have to take the lowest place. તેથી જો, એ યજમાન જેણે તમને બંનેને નોતર્યા હોય તે આવીને તમને કહે, ‘તમારી બેઠક આ વ્યકિતને આપ,’ ત્યારે શરમિંદા બનીને તારે નીચેનાં આસન પર બેસવું પડશે.
10 But when you are invited, go and take the lowest place, so that when your host comes he will say to you, 'Friend, move up higher.' Then you will be honored in front of all who are at the table with you. પણ જયારે તને નોતરવામાં આવે, ત્યારે સૌથી નીચેની જગ્યા લે, જેથી તમારો યજમાન આવે ને તે તને કહે, ‘મિત્ર, ઉઠ ને સારી જગ્યાએ બેસ,’ ત્યારે તારી સાથે જમવા બેઠેલા અન્ય મહેમાનોની હાજરીમાં તને માન મળશે.
11 For all who exalt themselves will be humbled, and those who humble themselves will be exalted." કેમકે જે પોતાને ઊંચો કરે છે તેને નમ્ર કરવામાં આવશે, અને જે પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે.”
12 Then he said to the man who had invited him, "When you give a lunch or a dinner, do not invite your friends or your brothers or your relatives or your rich neighbors. If you do, they may invite you back, and you would be repaid. પછી ઈસુએ તેમના યજમાનને કહ્યું, “જયારે તમે રાતનું કે દિવસનું ભોજન સમારંભ યોજો, ત્યારે તમારાં મિત્રો, ભાઈઓ, બહેનો, તમારાં અથવા સગાઓ કે ધનવાન પાડોશીઓને આમંત્રણ ના આપો. જો તમે એવું કરશો; તો તેઓ પણ એના બદલારૂપે તમને આમંત્રણ આપશે. અને તને બદલો મળશે.
13 But when you give a banquet, invite the poor, the crippled, the lame, the blind, પણ જયારે તમે મિજબાની આપો ત્યારે તમે ગરીબોને, અપંગોને, લંગડાઓને ને અંધજનોને આમંત્રણ આપો.
14 and you will be blessed. Since they have no way to repay you, you will be repaid at the resurrection of the righteous." અને તું ધન્ય થશે. જો કે તેઓ તેનો બદલો વાળી શકશે નહિ, પણ તમને ન્યાયીઓનાં પુનરુત્થાન સમયે બદલો આપવામાં આવશે.”
15 When one of those at the table with him heard this, he said to him, "Blessed is the one who will eat at the feast in the kingdom of our Father!" આ સાંભળીને ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંથી એકે કહ્યું, “જેઓ ઈશ્વરના રાજ્યમાં મિજબાની ખાશે તેને ધન્ય છે.”
16 Jesus replied, "A certain man was giving a great banquet, and he invited many guests. ઈસુએ જવાબ આપ્યો, “એક માણસે મોટો ભોજન સમારંભ ગોઠવ્યો ને ઘણાં મહેમાનોને આમંત્રણ આપ્યું.
17 "When the time came for the banquet, he sent his servant to tell those who had been invited, 'Come, for everything is now ready.' જમવાનાં સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને ખબર આપી કે આવો, ‘જમવાનું તૈયાર છે.’
18 But one after another they all began to make excuses. The first said to him, 'I have bought a field, and I must go and see it. Please excuse me.' “પણ બધા જ બહાનાં બતાવવા માંડયાં, પહેલાએ કહ્યું, ‘મેં હમણાં જ એક ખેતર ખરીદ્યું છે, અને મારે તેને જોવા જવુ પડશે. મહેરબાની કરી મને માફ કરો. મારાંથી આવી શકાશે નહિ.’
19 Another said, 'I have bought five pairs of oxen, and I am on my way to try them out. Please excuse me.' “બીજાએ કહ્યું, ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ વેચાતા લીધા છે અને તેમને પારખવાં માટે હું જાઉં છું. મહેરબાની કરી મને માફ કરો.’
20 And another said, 'I have just married a wife, and so I cannot come.'" “વળી બીજા એકે કહ્યું, ‘મે હમણાં જ લગ્ન કયાઁ છે. તેથી મારાથી આવી શકાશે નહિ.’
21 So the servant came back and reported this to his master. Then the master of the house became angry and said to his servant, 'Go out quickly into the streets and alleys of the town, and bring in the poor, the crippled, the blind, and the lame.' “નોકર પાછો આવ્યો અને માલિકને બધી વાત કરી. ત્યારે માલિક ગુસ્સે થઈ ગયો, અને તેણે તેના નોકરને કહ્યું, ‘જલ્દી બહાર જા અને ગામનાં રસ્તાઓ પર તથા શહેરની ગલીઓમાં જા, અને ભિખારીઓ, અપંગો, લંગડાઓ તથા અંધજનોને બોલાવી લાવ.’
22 "'Master,' the servant said, 'what you ordered has been done, and still there is room.' “નોકરે કહ્યું તારા હુકુમ પ્રમાણે કરવામાં આવ્યું છે પણ છતાં હજી ત્યાં જગા ખાલી છે.
23 Then the master told the servant, 'Go out to the roads and country lanes and compel them to come in, so that my house will be full. “તેથી માલિકે તેના નોકરને કહ્યું, ‘બહાર જાઓ ને જઈને સડકો ને શેરીઓ પર જે મળે તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય.
24 For I tell you, not one of those who were invited will taste my banquet.'" હું તમને કહું છું જેઓને મેં નોતયાઁ હતાં, તેઓમાંથી કોઈ પણ હવે મારી મિજબાનીનો સ્વાદ માણી શકશે નહિ.’ ”
25 Large crowds were traveling with him, and turning to them he said, મોટું ટોળું ઈસુની સાથે જઈ રહ્યું હતું, અને પાછા ફરીને તેમણે તેઓને કહ્યું,
26 "If anyone comes to me and does not hate his own father and mother and wife and children and brothers and sisters—yes, even his own life—he cannot be my disciple. “જે કોઈ મારી પાછળ આવવાં ચાહે પણ પોતાનાં માતા અને પિતા, પત્ની, અને બાળકો, ભાઈઓને, બહેનોને કે હા પોતાના જીવ નો પણ દ્વેષ નહિ કરે, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
27 Whoever does not carry his own cross and follow me cannot be my disciple. વળી, જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ ચાલતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
28 Suppose one of you wants to build a tower. Will he not first sit down and count the cost, to see whether he has enough to finish it? “તમારાંમાંનો કોઈ બૂરજ બાંધવા ચાહે છે તો તે પહેલાં બેસીને અંદાજીત ખરચ લગાવશે કે તેની પાસે પૂરુ કરવા પૂરતાં નાણાં છે કે નહિ?
29 Otherwise, if he lays the foundation and is not able to finish, everyone who sees it will begin to ridicule him, કેમકે જો તું પાયો નાંખે ને પૂરો કરી શકે નહિ, તો જે જોશે તે મજાક ઉડાવશે.
30 saying, 'This person began to build and was not able to finish.' કહેશે, ‘આ માણસે બાંધવાનું શરૂ કર્યું પણ તે પૂરું કરી શકયો નહિ!’
31 Or suppose a king is about to go to war against another king. Will he not first sit down and consider whether he is able with 10,000 men to face the one coming against him with 20,000? “અથવા, ધારોકે એક રાજા બિજા રાજાની વિરુદ્ધ યુધ્ધ કરવા જઈ રહયો છે. તો તે પહેલાં બેસીને વિચાર કરશે કે, જે વીસ હજાર લઇને મારી સામે આવે છે, તેની સામે દશ હજારથી સામનો કરી શકાશે કે નહિ?
32 And if he cannot, he will send a delegation while the other is still far off and ask for terms of peace. જો તે સક્ષમ ન હોય, તો તે હજી દૂર હશે એટલામાં જ તે પોતાના એલચીઓને મોકલીને સમાધાન માટે વાટાઘાટો કરશે.
33 In the same way, any one of you who does not give up everything he has cannot be my disciple. એ જ પ્રમાણે તમારાંમાંનો જે કોઈ તમારી પાસે જે કંઈ છે તે સર્વનો ત્યાગ નહિ કરે તે મારો શિષ્ય થઈ શકતો નથી.
34 "Salt is good, but if it loses its saltiness, how can it be made salty again? “મીઠું સારું છે, પણ જો તે તેની ખારાશ ગુમાવે, તો તેને ફરીથી કેવી રીતે ખારું કરી શકાય?
35 Fit for neither soil nor manure pile, it's thrown out. Whoever has ears to hear, let them hear." તે જમીન માટે કે ખેતરના ઢગલા માટે ઉપયોગી નથી; તે તો બહાર ફેંકાશે. “જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]