Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Jude 1 OGCB

Show OGCB only
Verse × ×
1 Jude, servant of Jesus Christ and brother of James, to those called, loved in our Father and kept for Jesus Christ: ઈસુ મસીહના સેવક અને યાકોબનો ભાઈ યહૂદા, જેમને તેડવામાં આવ્યા છે, કે જેઓ ઈશ્વર પિતાને વહાલાં અને ઈસુ મસીહ માટે રાખી મુકાયેલા:
2 May mercy, peace, and love be multiplied to you. તમે દયા, શાંતિ અને પ્રેમ પુષ્કળ થાઓ.
3 Beloved, though eager to write about our shared salvation, I had to write urging you to fight for the faith once for all given to the holy ones. પ્રિય ભાઈઓ, ઈશ્વરે આપણને આપેલ સામાન્ય તારણ વિશે હું તમને લખવાં આતુર હતો, પણ એવામાં જે વિશ્વાસ ઇશ્વરના પવિત્ર લોકોને એક જ વાર આપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્ર દ્રારા તમને કરવાની મને અગત્ય જણાઈ.
4 For some have slipped in unnoticed, long ago marked out for this judgment—godless people who twist our Father's grace into a license for lust, and deny our only Master and Lord, Jesus Christ. કારણ કે તેઓને આ દંડાજ્ઞા ને માટે પ્રાચીનકાળથી નિમાઁણ કરવાંંમાં આવ્યા હતા, એવા કેટલાક વ્યકિતઓએ તમારામાં પગપેસારો કર્યા છે. તેઓ અધમીઁ લોકો છે ને આપણા ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે, અને ઈસુ મસીહ જે આપણો એકલો માલીક તથા પ્રભુ છે તેનો નકાર કરે છે.
5 Now I want to remind you, though you already know all this, that Jesus, having saved a people out of the land of Egypt, afterward destroyed those who did not believe. જો કે તમે પ્રથમથી જ એ જાણો છો તોપણ હું તમને યાદ કરાવવા માંગુ છું કે એક વાર ઈશ્વરે પોતાના લોકોને ઈજિપ્તમાંથી છોડાવ્યા, પણ પછી જેમણે વિશ્વાસ ન કયોઁ તેમનો નાશ કયોઁ.
6 The angels who didn't keep their own position but left their proper home, he has kept in eternal chains, under deep darkness, for judgment on the great day. અને જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું યોગ્ય રહેવાનું સ્થાન છોડી દીધું, તેઓને ઘોર અંધકારમાં ન્યાયના દિવસ સુધી સાંકળોથી સદાકાળ માટે બાંધી રાખ્યાં છે.
7 Likewise Sodom, Gomorrah, and the nearby towns, given to sexual sin and pursuit of unnatural flesh, stand as an example, suffering the punishment of eternal fire. વળી સદોમ, ગમોરા અને તેઓની નજીકનાં શહેરોએ, એ જ રીતે વ્યભિચારમાં અને દુરાચારને સોંપાઇને, તેઓ અનંતકાળી શિક્ષા સહન કરનારને દાખલારૂપ થયાં છે.
8 Yet these dreamers likewise pollute their flesh, reject authority, and insult glorious ones. એવી જ રીતે, પોતાના સપનાઓના બળ પર આ અધમીઁ લોકો પોતાના શરીરને ભ્રષ્ટ કરે છે, સત્તાનો અસ્વીકાર કરે છે અને સ્વગઁદૂતોનું અપમાન કરે છે.
9 But Michael the archangel, contending with the devil, argued about Moses' body, not daring to bring an insulting judgment against him, but said, "May our Father rebuke you." પ્રમુખ દૂત મિખાએલે મોશેનાં શબ વિશે જયારે શેતાન સાથે વાદવિવાદ કયોઁ, ત્યારે તેણે શેતાનને દોષિત ઠરાવવાની હિંમત કરી નહિ. પણ તેણે તો માત્ર એટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.”
10 But these people insult whatever they don't understand; what they do understand by instinct, like unreasoning animals, destroys them. પણ આ માણસો જે બાબતને સમજતા નથી તેની નિંદા કરે છે, અને બુધ્ધિહીન પશુઓની માફક જેને તેઓ કુદરતી રીતે સમજે છે, તેઓ તેમાં નાશ પામશે.
11 Woe to them! They took Cain's path, rushed for pay into Balaam's error, and died in Korah's revolt. તેઓને અફસોસ! કેમકે તેઓ કાઈનના પગલે ચાલે છે; અને લાભ મેળવવાં બલામની માફક તેઓ ગમે તે કરવા તૈયાર છે; વળી તેઓ કોરાહનાં બંડમાં નાશ પામે છે.
12 These are hidden reefs at your love feasts, feasting with you without fear, feeding only themselves—dry clouds blown by wind, fruitless autumn trees, twice dead, uprooted. જયારે આ માણસો તમારી સાથે પ્રેમભોજનમાં કલંકરૂપ છે. જે સહેજ પણ સંકોચ વગર તમારી સાથે ખાય છે, પાળકો જેઓ ફકત પોતાનું જ પેટ ભરે છે. તેઓ વરસાદ વગરનાં વાદળ જેવાં છે, જે પવનથી ઉડી જાય છે; પાનખર વૃક્ષો, ફળ વગરનાં અને ઉખડી ગયેલાં, બે વખત મરેલાં જેવા છે.
13 Wild waves of the sea, foaming up their own shame; wandering stars, for whom deepest darkness is kept forever. તેઓ લાજનું ફીણ કાઢનારા દરિયાનાં જંગલી મોજાં જેવા છે, તેઓ ભટકનારાં તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સવઁકાળ રાખી મૂકવામાં આવેલો છે.
14 Enoch, the seventh from Adam, prophesied about these also: "Look, our Lord Jesus came with ten thousands of his holy ones, તેઓ વિષે આદમથી સાતમાં પુરુષ હનોખે આ ભવિષ્યવચન કહ્યું છે કે: “જુઓ, ઈશ્વર પોતાના હજારો હજારો સંતો સહિત આવે છે.
15 to execute judgment on all and to convict every person of all the ungodly deeds they have committed in such an ungodly way, and of all the harsh things that ungodly sinners have spoken against him." જેથી બધાનો ન્યાય કરી શકે, અને સવઁ અધમીઁઓએ જે બધાં અધમીઁ કામો અધમીઁપણાંમા કયાઁ, અને અધમીઁ પાપીઓએ તેમની વિરુધ્ધ જે બધા અપમાનજનક વચનો કહ્યાં, તેના માટે તેઓ બધાને દોષિત ઠેરવી શકે.”
16 These grumble and complain, chasing their own desires; their mouths boast, and they flatter people for gain. આ માણસો કચકચ અને દોષ શોધનાર છે; તેઓ પોતાની દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ચાલે છે; તેઓ પોતાને વિશે બડાઈ મારે છે અને પોતાના લાભ માટે બીજાઓની ખુશામત કરે છે.
17 But you, beloved, remember what our Lord Jesus Christ's apostles said beforehand. પણ વહાલાં મિત્રો, આપણા પ્રભુ ઈસુ મસીહના પ્રેષિતોએ જે કહ્યું છે તે યાદ કરો.
18 How they told you: "In the last time there will be mockers, following their own godless desires." તેઓએ તમને કહ્યું છે કે, “છેલ્લા સમયમાં નિંદાખોરો હશે જેઓ પોતાની અધમીઁ ઇચ્છાઓ પ્રમાણે ચાલશે.”
19 These are the ones who cause divisions, worldly people, devoid of the Spirit. આ એ લોકો છે જે તમારામાં ભાગલાં પડાવે છે, જેઓ ફક્ત વિષયી છે અને તેઓમાં આત્મા નથી.
20 But you, beloved, building yourselves up in your most holy faith and praying in the Holy Spirit. પરંતુ વહાલાં મિત્રો, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતાં જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને,
21 Keep yourselves in the love of our Father, waiting for the mercy of our Lord Jesus Christ, leading to eternal life. જેમ તમે આપણા પ્રભુ ઈસુ મસીહની દયા દ્રારા અનંતજીવન મેળવવાની રાહ જુઓ છો તેમ પોતાને ઈશ્વરના પ્રેમમાં રાખો.
22 And have mercy on those who doubt; જેઓ શંકાશીલ છે તેઓ પર દયા કરો;
23 save some by seizing them from the fire; show others mercy in fear, hating even the garment stained by their sin. બીજાઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો; બીજાઓ પર ભયસહિત મિશ્રિત દયા રાખો ને ભ્રષ્ટ શરીરથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.
24 Now to him able to keep you from stumbling and set you blameless before his glory with great joy, હવે જે તમને ઠોકર ખાતાં બચાવવાં અને પોતાની મહિમાવાન હાજરીમાં તમને ખૂબ આનંદ સાથે દોષરહિત રજૂ કરવા સમર્થ છે,
25 to our Father alone, our Savior, through Jesus Christ our Lord, be glory, majesty, dominion, and authority, before all time and now and forever. Amen. એટલે આપણા પ્રભુ ઈસુ મસીહ દ્રારા, સવઁ યુગોથી, આજ સુધી, એક માત્ર દેવ, જે આપણા તારનાર છે, તેમને મહિમા, ગૌરવ, મહત્વ, પરાક્રમ અને અધિકાર હો! આમીન!
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]