Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

3 John 1 OGCB

Show OGCB only
Verse × ×
1 The elder, to the beloved Gaius, whom I love in truth. વડીલ, એવા મારા પ્રિય મિત્ર ગાયસ, જેને હું સત્યમાં પ્રેમ કરું છું.
2 Beloved, I pray you prosper in every way and stay healthy, as your soul prospers. પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તું આત્મામાં ક્ષેમકુશળ છે તેમ શરીરે પણ સવઁ વાતે ક્ષેમકુશળ તથા તંદુરસ્ત રહે.
3 I rejoiced greatly when brothers arrived and testified about your faithfulness to the truth—for you truly are walking in it. આવેલા કેટલાક વિશ્વાસીઓએ મને તારા વિશ્વાસુંપણાં અને સત્ય વિષે મને સાક્ષી આપી કે તું સત્યમાં કેવી રીતે ચાલે છે, એથી મને ખૂબ આનંદ થયો.
4 I have no greater joy than this: to hear that my children are walking in the truth. જયારે મારા સાંભળવામાં આવે કે મારા બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં વધારે મને મોટો આનંદ થતો નથી.
5 Beloved, you act faithfully in all you do for the brothers, even strangers. પ્રિય મિત્રો, ભાઈઓ અને બહેનો માટે, જો કે તેઓ તારા માટે પારકા છે તોપણ, તું જે કાંઇ કામ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે;
6 They testified to your love before the church. Send them on in a way worthy of our Father. તેઓએ મંડળીને તમારા પ્રેમ વિશે કહ્યું છે, ઇશ્વરને પ્રસન્ન થાય એવી રીતે તું તેઓને આગળ વળાવજે.
7 For they went out for the sake of the Name, accepting nothing from the Gentiles. તેમના નામની ખાતર તેઓ બહાર નીકળ્યાં છે, ને વિદેશીઓ પાસેથી કાંઇ લેતાં નથી.
8 Therefore we ought to support such people, so that we may be fellow workers for the truth. તેથી આપણે એવા લોકોની સેવા કરવી જોઈએ, જેથી આપણે સત્યમાં સાથે કામ કરી શકીએ.
9 I wrote something to the church, but Diotrephes, who loves being first among them, does not receive us. મેં મંડળીને લખ્યું છે, પરંતુ દીયોત્રેફેસ કે જે પહેલો થવા ચાહે છે, તે અમારું સ્વાગત નહિ કરે.
10 So if I come, I'll expose what he's doing—slandering us with malicious words. Not satisfied with that, he refuses to welcome the brothers, stops those who want to, and throws them out of the church. એ માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તેને હું યાદ કરાવીશ; તે અમારી વિરુધ્ધ ભૂંડુ બોલીને બકબક કરે છે; અને એટલેથી સંતુષ્ટ ન થઇને તે પોતે બીજા વિશ્વાસીનો અંગીકાર કરતો નથી; તેમજ જેઓ એમ કરવાની ઇચ્છા રાખે છે તેઓને તે અટકાવે છે, અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.
11 Beloved, don't imitate evil, but good. Whoever does good is from our Father; whoever does evil hasn't seen our Father. પ્રિય મિત્ર, ભૂંડાનું નહિ પણ સારાનું અનુકરણ કર. જે સારુ કરે છે તે ઈશ્વર તરફથી છે. જે કોઇ ભૂંડું કરે છે તેણે ઇશ્વરને જોયા નથી.
12 All speak well of Demetrius, and so does the truth. We testify too, and you know our testimony is true. દેમેત્રિયસ વિશે બધા સારું બોલે છે, અને સત્ય પોતાના વિશે પણ. અમે પણ તેના વિશે સારું બોલીએ છીએ, અને તમે જાણો છો અમારી સાક્ષી સાચી છે.
13 I had much to write to you, but I would rather not write with pen and ink. મારે ઘણું લખવાનું છે, પણ હું તે પેન અને શાહીથી નથી કરવાં માંગતો.
14 I hope to see you soon, and we will talk face to face. હું ટૂંક સમયમાં તને મળવાની આશા રાખું છું, અને ત્યારે આપણે મોંઢામોઢ વાતો કરીશું.
15 Peace to you. The friends send their greetings. Greet each of the friends by name. તને શાંતિ થાઓ. અહીંના મિત્રો પ્રેમી સલામ પાઠવે છે. ત્યાંનાં મિત્રોને નામ લઇને શુભેચ્છા પાઠવજે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]