Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 5 OGCB

Side by side with the Father's Heart Bible™

કુંડે સાજાપણું

1થોડા સમય પછી, ઈસુ યહૂદીઓનાં એક પવેઁ યરુશાલેમ ગયા. 2હવે ત્યાં યરુશાલેમનાં ઘેટાં દરવાજા પાસે એક કુંડ છે, કે જેને અરામીકમાં બેથઝાથા કહેવામાં આવે છે, અને જે પાંચ પરસાડોથી ઘેરાયેલો હતો, 3અહીંયા અંધ, લંગડા, અને લકવાવાળા લોકો મોટી સંખ્યામાં પડી રહેતાં હતા, અને કુંડમાં પાણી હાલે તેની રાહ જોતાં હતા, 4ઈશ્વરનો દૂત કોઈ કોઈ વાર આવીને પાણી હલાવતો હતો. તે વખતે જે માણસ, પહેલો કુંડમાં ઊતરતો તે સાજો થતો. 5ત્યાં એક જણ હતો જે આડત્રીસ વરસથી પીડાતો હતો. 6જયારે ઈસુએ તેને ત્યાં પડેલો જોયો અને તે ઘણા લાંબા સમયથી એવો જ હતો, તે જોઇને તેમણે તેને પૂછયું, “શું તું સાજો થવા ચાહે છે?”

7“સાહેબ,” પીડીતે જવાબ આપ્યો, “કુંડમાં જયારે પાણી હાલે છે ત્યારે મને મદદ કરનાર કોઈ હોતું નથી. જયારે હું તેમાં ઊતરવા પ્રયત્ન કરું છું તે પહેલાં બીજો કોઈ તેમાં ઊતરી પડે છે.”

8પછી ઈસુએ તેને કહ્યું, “ઊભો થા, તારી પથારી લઈને ચાલ્યો જા.” 9તરત જ તે માણસ સાજો થઈ ગયો; તે પોતાની પથારી લઈને ચાલ્યો. જે દિવસે આ બન્યું તે સાબ્બાથ હતો.

10અને માણસને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદી આગેવાનો કહ્યું, “આ સાબ્બાથ છે, એટલે તારે પથારી ઊંચકવી તે નિયમ વિરુધ્ધ છે.”

11પણ તેણે જવાબ આપ્યો, “જે માણસે મને સાજો કયોઁ તેણે મને કહ્યું કે, ‘તારી પથારી ઊંચકીને ચાલતો થા.’ ”

12તેથી તેઓએ તેને પૂછયું, “આ માણસ કોણ છે કે જેણે તને એમ કહ્યું ઊંચકિને ચાલ?”

13જે માણસ સાજો થયો હતો, તેને ખબર ન હતી કે તે કોણ હતું, કારણ કે ટોળું હતું માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા.

14પછી ઈસુ તેને મંદિરમાં મળ્યાં અને તેને કહ્યું, “જો, તું સાજો થઈ ગયો છે, હવેથી પાપ કરીશ નહિ, રખેને કંઇક ખરાબ તારી સાથે બને.” 15તે માણસે જઈને યહૂદી આગેવાનોને કહ્યું કે, તે ઈસુ હતા જેમણે તેને સારો કયોઁ.

પુત્રનો અધિકાર

16તેથી યહૂદી આગેવાનો તેમને સતાવવા લાગ્યા, કેમકે ઈસુ આ બધુ સાબ્બાથવારે કરતા હતા. 17ઈસુએ તેમના બચાવમાં કહ્યું, “મારા પિતા અત્યાર સુધી હંમેશા તેમના કાયોઁ કરે છે અને હું પણ કાયઁ કરું છું.” 18એ માટે તેમને મારી નાખવા વધારે પ્રયત્ન કયોઁ. કેમકે તેમણે સાબ્બાથ ભંગ કર્યા હતો એટલું જ નહિ પણ તેઓ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન ગણે છે.

19ઈસુએ તેઓને આ જવાબ આપ્યો: “હું તમને સાચે જ કહું છું કે પુત્ર પોતાની મેળે કાંઈ કરી શકતો નથી, તે પિતાને જે કરતાં જુએ છે, તે જ તે કરે છે. કેમકે તે જે કંઇ કરે છે તે પુત્ર પણ કરે છે. 20કેમકે પિતા પુત્ર પર પ્રેમ કરે છે અને જે કંઇ તે કરે છે તે સઘળું પુત્રને દેખાડે છે. હા, અને તે તેમને આ કરતાં મોટા કામ દેખાડશે, એ માટે કે તમે અચરત પામો. 21કેમકે જેમ પિતા મૂએલાઓને ઊઠાડીને તેમને જીવન આપે છે, તેમજ પુત્ર પણ ચાહે તેમને જીવન આપે છે. 22વળી પિતા કોઇનો ન્યાય કરતા નથી પણ ન્યાય ચુકવવાનું સઘળું પુત્રને સોંપ્યું છે. 23જેથી દરેક જણ જેમ પિતાને તેમ પુત્રને પણ માન આપે, જે પુત્રને માન નથી આપતાં, તો તેને મોકલનાર પિતાને પણ માન નથી આપતાં.

24“હું તમને સાચે જ કહું છું કે: જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; અને તે અપરાધી નહિ ઠરશે, પણ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશે છે. 25હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે. 26કેમકે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ પુત્રને પણ પોતાનામાં જીવન આપ્યું છે. 27અને તેણે તેમને ન્યાય કરવાનો અધિકાર પણ આપ્યો, કેમકે તે માણસનો દીકરો છે.

28“તેથી તમે આશ્ચર્ય પામશો નહિ, કેમકે એવો સમય આવે છે કે, જયારે જેઓ તેમની કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે. 29અને જેઓએ સારાં કામ કર્યા છે તેઓ જીવન માટે ઉઠશે, અને જેઓએ ભૂંડા કામ કયાઁ છે, તેઓ સજા પામવાં માટે ઊઠશે. 30હું મારી મેળે કશું કરી શકતો નથી, હું જે સાંભળું છું તે પ્રમાણે ન્યાય કરું છું, ને મારો ન્યાય યથાર્થ છે, કેમકે હું પોતાની જાતને નહિ, પણ જેણે મને મોકલ્યો છે તેને ખુશ કરવાને ચાહું છું.

ઈસુ વિશેની સાક્ષી

31“જો હું મારા વિશે સાક્ષી આપું તો મારી સાક્ષી સાચી નથી. 32અન્ય કોઈ છે કે જે મારે વિશે સાક્ષી આપે છે, અને હું જાણું છું કે મારા વીશે તેમની સાક્ષી સાચી છે.

33“તમે યોહાને મોકલ્યો હતો અને તેણે સત્ય વિશે સાક્ષી આપી છે. 34હું માનવ સાક્ષી સ્વીકારતો નથી; પણ મે તમને તે જણાવ્યું કે તમે તારણ પામો. 35યોહાન સળગતો દીવો હતો ને પ્રકાશ આપતો અને તેના પ્રકાશમાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.

36“યોહાનની સાક્ષી કરતાં મારી પાસે મોટી સાક્ષી છે. કેમકે જે કામો પિતાએ મને પુરા કરવાને આપ્યા છે, એટલે જે કામો હું કરું છું, તે જ સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. 37અને જે પિતાએ મને મોકલ્યો છે, તેમણે પોતે મારા વિશે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી સાંભળી નથી કે તેમનો આકાર જોયો નથી. 38કે તેમના વચન તમારામાં રહેલા નથી, કેમકે જેને તેને મોકલ્યો તેમના પર વિશ્વાસ કરતા નથી. 39તમે પવિત્રશાસ્ત્રનો ખંતથી અભ્યાસ કરો છો, કેમકે તમે માનો છો કે તેમાં તમને અનંતજીવન છે. આ એ પવિત્રશાસ્ત્ર છે કે જે મારે વિશે સાક્ષી આપે છે. 40તેમ છતાં તમે જીવન પામવાં મારી પાસે આવતાં નથી.

41“હું માણસોથી મહિમા સ્વીકારતો નથી. 42પણ હું તમને જાણું છું કે તમારાં હ્રદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ નથી. 43હું મારા પિતાનાં નામે આવ્યો છું અને તમે મારો સ્વીકાર કરતા નથી, પણ જયારે કોઇ પોતાના નામે આવશે તો તમે તેનો સ્વીકાર કરશો. 44તમે કેવી રીતે વિશ્વાસ કરી શકો, કેમકે તમે એકબીજાથી મહિમા સ્વીકારો છો, પણ જે મહિમા ફકત ઈશ્વર તરફથી મળે છે તે તમે શોધતા નથી.

45“પણ હું પિતાની આગળ તમારા પર દોષ મુકીશ એમ ન ધારો. તમારા પર દોષ મૂકનાર તો મોશે છે તેના પર તમે ભરોસો રાખો છો. 46જો તમે મોશે પર વિશ્વાસ કર્યા હોત તો, મારા પર પણ વિશ્વાસ કરત, કેમકે તેણે મારા વિશે લખ્યું છે. 47પણ તમે તેનાં લખેલા પર તમે વિશ્વાસ કરતા નથી, તો હું જે કહું તેની પર તમે કેવી રીતે વિશ્વાસ કરવાનાં?”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]