Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 18 OGCB

Show OGCB only
Verse × ×
1 After saying these things, Jesus went out with his disciples across the Kidron Valley, where a garden stood; he and his disciples entered it. પ્રાથઁના કરી રહ્યા પછી ઈસુ તેમના શિષ્યો સાથે કિંદ્રોન ખીણને પેલે પાર ગયા. તેની બીજી બાજુ એક વાડી હતી, જેમાં તે તથા તેમના શિષ્યો સાથે ગયા.
2 Judas the betrayer knew the place too, since Jesus often gathered there with his disciples. હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા, તે જગ્યા જાણતો હતો, કેમકે ઈસુ ઘણીવાર તેમના શિષ્યો સાથે ત્યાં ગયા હતા.
3 So Judas came there with a detachment of soldiers and officers from the chief priests and Pharisees, carrying lanterns, torches, and weapons. તેથી યહૂદા વાડીમાં પોતાની સાથે સૈનિકો ટુકડી લઇને અને મુખ્ય યાજકો અને ફરોશીઓના કેટલાક અધિકારીઓને લઇને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને હથિયારો લઈને આવી પહોંચ્યા.
4 So Jesus, knowing all that was coming on him, went out and said to them, "Who are you looking for?" ઈસુ, પોતાની સાથે શું થવાનું છે તે બધુ જાણતા હોવાથી, બહાર ગયા અને તેઓને પૂછયું, “તમે કોને શોધો છો?”
5 They answered him, "Jesus of Nazareth." Jesus said, "I AM." Judas, his betrayer, stood with them. તેઓએ જવાબ આપ્યો, “નાઝરેથના ઈસુને.” ઈસુએ કહ્યું, “હું જ તે છું.” (અને યહૂદા જે દગો આપનાર હતો, તે પણ તેમની સાથે ઊભો હતો.)
6 When Jesus said to them, "I AM," they drew back and fell to the ground. જયારે ઈસુએ કહ્યું, હું તે છું તેઓ પાછા હઠયા અને જમીન પર પડી ગયા.
7 So he asked them again, "Who are you looking for?" And they said, "Jesus of Nazareth." ફરીથી તેમણે તેમને પૂછયું, “તમે કોને શોધી રહ્યા છો?” તેઓએ જવાબ આપ્યો, “નાઝરેથના ઈસુને.”
8 Jesus answered, "I told you I AM. So if you're looking for me, let these men go." ઈસુએ જવાબ આપ્યો, “મેં તમને કહ્યું કે, હું તે છું. જો તમે મને જ શોધી રહ્યા છો, તો આ માણસોને જવા દો.”
9 This fulfilled Jesus's own word: "I have not lost a single one of those you gave me." આ એટલા માટે બન્યું કે જે શબ્દો તેમણે કહ્યા હતા તે પૂણઁ થાય: “તમે મને જે આપ્યા છે તેમાંથી એકને પણ મેં ગુમાવ્યું નથી.”
10 So Simon Peter drew his sword, struck the high priest's servant, and cut off his right ear—the servant named Malchus. ત્યારે સિમોન પિતરે, જેની પાસે તરવાર હતી, તેણે તે કાઢી અને પ્રમુખ યાજકના નોકરને મારીને તેનો જમણો કાન કાપી નાંખ્યો. (તે નોકરનું નામ માલ્ખસ હતું.)
11 So Jesus told Peter, "Sheath your sword. Shouldn't I drink the cup my Father has given me?" ઈસુએ પિતરને આજ્ઞા કરી, “તારી તરવાર મ્યાનમાં પાછી મુકી દે! પિતાએ જે પ્યાલો મને આપ્યો છે તે શું હું ના પીઉં?”
12 Then the troops, their commander, and the Jewish officers seized Jesus and tied him up. પછી સૈનિકોની ટુકડી, તેના સેનાપતિ અને યહૂદી અધિકારીઓએ ઈસુને પકડયા અને તેમને બાંધ્યા.
13 They took him to Annas first, for he was father-in-law to Caiaphas, high priest that year. પ્રથમ તેઓ તેમને કાયાફાના સસરા અન્નાસ પાસે લઈ ગયા, કાયાફા તે વર્ષે પ્રમુખયાજક હતા.
14 Caiaphas was the one who advised the Jews: better one man die for the people. કાયાફા એ જ હતા જેમણે યહૂદી આગેવાનોને સલાહ આપી હતી કે લોકો માટે એક માણસ મરે તે સારું રહેશે.
15 Simon Peter and another disciple followed Jesus. That disciple was known to the high priest, so he entered with Jesus into the high priest's courtyard, સિમોન પિતર અને બીજો શિષ્ય ઈસુની પાછળ ગયા. કરણ કે આ શિષ્ય પ્રમુખ યાજકને ઓળખતો હતો, તે ઈસુની સાથે પ્રમુખ યાજકના આંગણાંમાં ગયો,
16 but Peter stood outside at the door. So the other disciple, known to the high priest, went out, spoke to the servant girl who kept the door, and brought Peter in. પરંતુ પિતર દરવાજા બહાર રાહ જોતો હતો. બીજો શિષ્ય, જે પ્રમુખ યાજકને ઓળખતો હતો, તે પાછો આવ્યો, ત્યાં ફરજ બજાવતી દાસી સાથે વાત કરી અને પિતરને અંદર લઇ લીધો.
17 The servant girl guarding the door said to Peter, "You also are not one of this man's disciples, are you?" He said, "I'm not." તેણે પિતરને પૂછયું, “શું તું પણ આ માણસના શિષ્યોમાંનો એક છે?” તેણે જવાબ આપ્યો, “હું નથી.”
18 The servants and officers, feeling the cold, had lit a charcoal fire and stood warming themselves; Peter stood with them, warming himself. ઠંડી હતી, અને નોકર અને અધિકારીઓ ગરમી માટે અગ્નિ સળગાવતા તેની આજુબાજુ ઊભા હતા. પિતર પણ તેઓની સાથે ઊભો રહીને, તાપતો હતો.
19 The high priest then questioned Jesus about his disciples and his teaching. તે દરમિયાન, પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો વિશે તથા તેમના ઉપદેશ વિશે પ્રશ્નો કર્યા.
20 Jesus answered him, "I spoke openly to the world; I always taught in synagogues and in the temple, where all the Jews gather. I said nothing in secret. ઈસુએ જવાબ આપ્યો, “મેં જગતને ખુલ્લેઆમ બોલ્યો છું, હું સભાસ્થાનમાં અને મંદિરમાં નિત્ય ઉપદેશ કરતો હતો, જ્યાં યહૂદી આગેવાનો એકઠાં થાય છે. હું ગુપ્તમાં કંઇ બોલ્યો નથી.
21 Why ask me? Ask those who heard what I said to them; they know what I said." મને શા માટે પ્રશ્ન પૂછો છો? જેઓએ મારું સાંભળ્યું છે તેઓને પૂછો. હું જે બોલ્યો છું તે તેઓ ચોક્કસ જાણે છે.”
22 At this, one of the guards nearby slapped Jesus, saying, "Is that how you answer the high priest?" જયારે ઈસુએ એમ કહ્યું, ત્યારે નજીકમાં રહેલા એક અધિકારીએ તેમના મોં પર તમાચો માયોઁ ને કહ્યું, “શું તું પ્રમુખ યાજકને આવી રીતે જવાબ આપે છે?”
23 Jesus answered him, "If I spoke wrongly, testify about the wrong; but if rightly, why do you strike me?" ઈસુએ જવાબ આપ્યો, “જો મેં ખોટું કહ્યું હોય, તો શું ખોટું છે તે સાબિત કર. પણ જો મેં સાચું કહ્યું, તો પછી તમે મને કેમ માયોઁ?”
24 Then Annas sent him, still bound, to Caiaphas the high priest. પછી અન્નાસે તેમને, પ્રમુખયાજક કાયાફા પાસે મોકલી આપ્યા.
25 Simon Peter, meanwhile, stood warming himself. They said, "Aren't you also one of his disciples?" He denied it: "I'm not." તે દરમિયાન, સિમોન પિતર ત્યાં ઉભો રહીને તાપતો હતો. તેઓએ તેને પૂછયું, “શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?” તેણે નકાર કરીને કહ્યું, “હું નથી.”
26 One of the high priest's servants, a relative of the man whose ear Peter cut off, asked, "Didn't I see you with him in the garden?" પરંતુ પિતરે જેનો કાન કાપી નાખ્યો હતો તેનો એક, સગો પ્રમુખ યાજકના ઘરનો નોકર હતો, તેણે તેને કહ્યું, “શું મેં તને વાડીમાં તેની સાથે ન હતો જોયો?”
27 Peter again denied it, and at once a rooster crowed. પિતરે ફરીથી નકાર કયોઁ અને તે જ ઘડીએ મરઘો બોલવા લાગ્યો.
28 Then they led Jesus from Caiaphas to the governor's headquarters. It was early morning. They themselves didn't enter, so they wouldn't be made unclean but could eat the Passover. પછી યહૂદી આગેવાનો ઈસુને કાયાફા પાસેથી રોમન રાજ્યપાલના મહેલમાં લઇ ગયા. વહેલી સવાર થઈ હતી. અને તેઓ ધામિઁક અશુધ્ધતા ટાળવા માટે મહેલમાં પ્રવેશ્યા નહિ કારણ કે તેઓ પાસ્ખા ખાવા માંગતા હતાં.
29 So Pilate went out to them and said, "What accusation do you bring against this man?" તેથી પિલાતે બહાર આવીને તેઓને પૂછયું, “આ માણસની વિરુધ્ધ તમે શો આરોપ મૂકો છો?”
30 They answered him, "If this man weren't doing wrong, we wouldn't have handed him over to you." તેઓએ જવાબ આપ્યો, “જો એ ગુનેગાર ના હોત તો અમે તેને તમને સોંપત નહિ.”
31 Pilate said, "Take him yourselves and judge him by your own law." The Jews said, "We're not permitted to execute anyone." પિલાતે કહ્યું, “તેને તમે લઈ જાઓ અને તમારાં નિયમ પ્રમાણે તમે પોતે જ તેનો ન્યાય કરો.” તેઓએ વાંધો ઉઠાવ્યો, “પરંતુ અમને કોઇને પણ મૃત્યુદંડ આપવાનો અધિકાર નથી.”
32 This fulfilled the word Jesus had spoken, showing what kind of death he was about to die. ઈસુએ પોતાના મૃત્યુ વિશે જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે આ બન્યું.
33 So Pilate went back into the headquarters, summoned Jesus, and asked, "Are you the King of the Jews?" પછી પિલાત મહેલમાં પાછો ગયો ઈસુને બોલાવીને તેને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?”
34 Jesus answered, "Are you saying this on your own, or did others tell you about me?" ઈસુએ પૂછયું, “શું આ તમારા પોતાના વિચાર છે? કે બીજા કોઈએ મારે વિશે તમને કહ્યું છે?”
35 Pilate replied, "Am I a Jew? Your own nation and chief priests handed you over to me. What have you done?" પિલાતે જવાબ આપ્યો, “શું હું યહૂદી છું? તારા પોતાના જ લોકો અને મુખ્ય યાજકોએ તને મને સોંપ્યો છે. શા માટે? તેં એવું શું કર્યું છે?”
36 Jesus answered, "My kingdom isn't from this world. If it were, my servants would fight against my being handed to the Jews. But my kingdom isn't from here." ઈસુએ જવાબ આપ્યો, “મારું રાજ્ય આ જગતનું નથી. જો તે હોત, તો યહૂદી આગેવાનોએ મને પકડયો ત્યારે મારા સેવકોએ રોકવા માટે લડાઈ કરી હોત; પરંતુ હવે મારું રાજ્ય બીજી જગ્યાનું છે.”
37 Then Pilate said to him, "So you are a king?" Jesus answered, "You say I'm a king. I was born for this, and I came into the world for this—to testify to the truth. Everyone who belongs to the truth hears my voice." પિલાતે કહ્યું, “તો પછી તું રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તું કહે છે કે હું રાજા છું, એ માટે હું જન્મ્યો છું અને જગતમાં સત્ય વિશે સાક્ષી આપવાને આવ્યો છું. જે કોઇ સત્યનાં પક્ષનો છે તે મારું સાંભળે છે.”
38 Pilate asked, "What is truth?" Then he went out to the Jews again and said, "I find nothing wrong in him. પિલાતે પૂછયું, “સત્ય શું છે?” એમ કહી ફરીથી તે ત્યાં ભેગાં થયેલા યહૂદીઓને સમજાવવા બહાર ગયો. “અને કહ્યું મને તેનામાં કોઇ ગુનો દેખાતો નથી.
39 But you have a custom: I release one man to you at Passover. So do you want me to release the King of the Jews to you?" વળી તમારાં રિવાજ પ્રમાણે પાસ્ખાપર્વના સમયે હું તમારે માટે એક બંદિવાનને છોડી દઉ. શું તમે ઇચ્છો છો કે હું ‘યહૂદીઓનાં રાજા’ ને છોડી દઉ.”
40 They cried out again, "Not this man, but Barabbas!" Now Barabbas was a robber. તેઓએ પાછી બૂમો પાડી, “ના, એને નહિ! અમને બારાબાસ આપો!” હવે બારાબાસે એક બળવામા ભાગ લીધો હતો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]