Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 18 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુની ધરપકડ

1પ્રાથઁના કરી રહ્યા પછી ઈસુ તેમના શિષ્યો સાથે કિંદ્રોન ખીણને પેલે પાર ગયા. તેની બીજી બાજુ એક વાડી હતી, જેમાં તે તથા તેમના શિષ્યો સાથે ગયા.

2હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા, તે જગ્યા જાણતો હતો, કેમકે ઈસુ ઘણીવાર તેમના શિષ્યો સાથે ત્યાં ગયા હતા. 3તેથી યહૂદા વાડીમાં પોતાની સાથે સૈનિકો ટુકડી લઇને અને મુખ્ય યાજકો અને ફરોશીઓના કેટલાક અધિકારીઓને લઇને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને હથિયારો લઈને આવી પહોંચ્યા.

4ઈસુ, પોતાની સાથે શું થવાનું છે તે બધુ જાણતા હોવાથી, બહાર ગયા અને તેઓને પૂછયું, “તમે કોને શોધો છો?”

5તેઓએ જવાબ આપ્યો, “નાઝરેથના ઈસુને.” ઈસુએ કહ્યું, “હું જ તે છું.” (અને યહૂદા જે દગો આપનાર હતો, તે પણ તેમની સાથે ઊભો હતો.)

6જયારે ઈસુએ કહ્યું, હું તે છું તેઓ પાછા હઠયા અને જમીન પર પડી ગયા.

7ફરીથી તેમણે તેમને પૂછયું, “તમે કોને શોધી રહ્યા છો?” તેઓએ જવાબ આપ્યો, “નાઝરેથના ઈસુને.”

8ઈસુએ જવાબ આપ્યો, “મેં તમને કહ્યું કે, હું તે છું. જો તમે મને જ શોધી રહ્યા છો, તો આ માણસોને જવા દો.” 9આ એટલા માટે બન્યું કે જે શબ્દો તેમણે કહ્યા હતા તે પૂણઁ થાય: “તમે મને જે આપ્યા છે તેમાંથી એકને પણ મેં ગુમાવ્યું નથી.”

10ત્યારે સિમોન પિતરે, જેની પાસે તરવાર હતી, તેણે તે કાઢી અને પ્રમુખ યાજકના નોકરને મારીને તેનો જમણો કાન કાપી નાંખ્યો. (તે નોકરનું નામ માલ્ખસ હતું.)

11ઈસુએ પિતરને આજ્ઞા કરી, “તારી તરવાર મ્યાનમાં પાછી મુકી દે! પિતાએ જે પ્યાલો મને આપ્યો છે તે શું હું ના પીઉં?”

12પછી સૈનિકોની ટુકડી, તેના સેનાપતિ અને યહૂદી અધિકારીઓએ ઈસુને પકડયા અને તેમને બાંધ્યા. 13પ્રથમ તેઓ તેમને કાયાફાના સસરા અન્નાસ પાસે લઈ ગયા, કાયાફા તે વર્ષે પ્રમુખયાજક હતા. 14કાયાફા એ જ હતા જેમણે યહૂદી આગેવાનોને સલાહ આપી હતી કે લોકો માટે એક માણસ મરે તે સારું રહેશે.

પિતરનો પ્રથમ નકાર

15સિમોન પિતર અને બીજો શિષ્ય ઈસુની પાછળ ગયા. કરણ કે આ શિષ્ય પ્રમુખ યાજકને ઓળખતો હતો, તે ઈસુની સાથે પ્રમુખ યાજકના આંગણાંમાં ગયો, 16પરંતુ પિતર દરવાજા બહાર રાહ જોતો હતો. બીજો શિષ્ય, જે પ્રમુખ યાજકને ઓળખતો હતો, તે પાછો આવ્યો, ત્યાં ફરજ બજાવતી દાસી સાથે વાત કરી અને પિતરને અંદર લઇ લીધો.

17તેણે પિતરને પૂછયું, “શું તું પણ આ માણસના શિષ્યોમાંનો એક છે?” તેણે જવાબ આપ્યો, “હું નથી.”

18ઠંડી હતી, અને નોકર અને અધિકારીઓ ગરમી માટે અગ્નિ સળગાવતા તેની આજુબાજુ ઊભા હતા. પિતર પણ તેઓની સાથે ઊભો રહીને, તાપતો હતો.

પ્રમુખયાજક ઈસુને પ્રશ્નો પૂછે છે

19તે દરમિયાન, પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો વિશે તથા તેમના ઉપદેશ વિશે પ્રશ્નો કર્યા.

20ઈસુએ જવાબ આપ્યો, “મેં જગતને ખુલ્લેઆમ બોલ્યો છું, હું સભાસ્થાનમાં અને મંદિરમાં નિત્ય ઉપદેશ કરતો હતો, જ્યાં યહૂદી આગેવાનો એકઠાં થાય છે. હું ગુપ્તમાં કંઇ બોલ્યો નથી. 21મને શા માટે પ્રશ્ન પૂછો છો? જેઓએ મારું સાંભળ્યું છે તેઓને પૂછો. હું જે બોલ્યો છું તે તેઓ ચોક્કસ જાણે છે.”

22જયારે ઈસુએ એમ કહ્યું, ત્યારે નજીકમાં રહેલા એક અધિકારીએ તેમના મોં પર તમાચો માયોઁ ને કહ્યું, “શું તું પ્રમુખ યાજકને આવી રીતે જવાબ આપે છે?”

23ઈસુએ જવાબ આપ્યો, “જો મેં ખોટું કહ્યું હોય, તો શું ખોટું છે તે સાબિત કર. પણ જો મેં સાચું કહ્યું, તો પછી તમે મને કેમ માયોઁ?” 24પછી અન્નાસે તેમને, પ્રમુખયાજક કાયાફા પાસે મોકલી આપ્યા.

પિતરનો બીજી અને ત્રીજી વારનો નકાર

25તે દરમિયાન, સિમોન પિતર ત્યાં ઉભો રહીને તાપતો હતો. તેઓએ તેને પૂછયું, “શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?” તેણે નકાર કરીને કહ્યું, “હું નથી.”

26પરંતુ પિતરે જેનો કાન કાપી નાખ્યો હતો તેનો એક, સગો પ્રમુખ યાજકના ઘરનો નોકર હતો, તેણે તેને કહ્યું, “શું મેં તને વાડીમાં તેની સાથે ન હતો જોયો?” 27પિતરે ફરીથી નકાર કયોઁ અને તે જ ઘડીએ મરઘો બોલવા લાગ્યો.

પિલાત સમક્ષ ઈસુ

28પછી યહૂદી આગેવાનો ઈસુને કાયાફા પાસેથી રોમન રાજ્યપાલના મહેલમાં લઇ ગયા. વહેલી સવાર થઈ હતી. અને તેઓ ધામિઁક અશુધ્ધતા ટાળવા માટે મહેલમાં પ્રવેશ્યા નહિ કારણ કે તેઓ પાસ્ખા ખાવા માંગતા હતાં. 29તેથી પિલાતે બહાર આવીને તેઓને પૂછયું, “આ માણસની વિરુધ્ધ તમે શો આરોપ મૂકો છો?”

30તેઓએ જવાબ આપ્યો, “જો એ ગુનેગાર ના હોત તો અમે તેને તમને સોંપત નહિ.”

31પિલાતે કહ્યું, “તેને તમે લઈ જાઓ અને તમારાં નિયમ પ્રમાણે તમે પોતે જ તેનો ન્યાય કરો.” તેઓએ વાંધો ઉઠાવ્યો, “પરંતુ અમને કોઇને પણ મૃત્યુદંડ આપવાનો અધિકાર નથી.”

32ઈસુએ પોતાના મૃત્યુ વિશે જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે આ બન્યું.

33પછી પિલાત મહેલમાં પાછો ગયો ઈસુને બોલાવીને તેને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

34ઈસુએ પૂછયું, “શું આ તમારા પોતાના વિચાર છે? કે બીજા કોઈએ મારે વિશે તમને કહ્યું છે?”

35પિલાતે જવાબ આપ્યો, “શું હું યહૂદી છું? તારા પોતાના જ લોકો અને મુખ્ય યાજકોએ તને મને સોંપ્યો છે. શા માટે? તેં એવું શું કર્યું છે?”

36ઈસુએ જવાબ આપ્યો, “મારું રાજ્ય આ જગતનું નથી. જો તે હોત, તો યહૂદી આગેવાનોએ મને પકડયો ત્યારે મારા સેવકોએ રોકવા માટે લડાઈ કરી હોત; પરંતુ હવે મારું રાજ્ય બીજી જગ્યાનું છે.”

37પિલાતે કહ્યું, “તો પછી તું રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તું કહે છે કે હું રાજા છું, એ માટે હું જન્મ્યો છું અને જગતમાં સત્ય વિશે સાક્ષી આપવાને આવ્યો છું. જે કોઇ સત્યનાં પક્ષનો છે તે મારું સાંભળે છે.”

38પિલાતે પૂછયું, “સત્ય શું છે?” એમ કહી ફરીથી તે ત્યાં ભેગાં થયેલા યહૂદીઓને સમજાવવા બહાર ગયો. “અને કહ્યું મને તેનામાં કોઇ ગુનો દેખાતો નથી. 39વળી તમારાં રિવાજ પ્રમાણે પાસ્ખાપર્વના સમયે હું તમારે માટે એક બંદિવાનને છોડી દઉ. શું તમે ઇચ્છો છો કે હું ‘યહૂદીઓનાં રાજા’ ને છોડી દઉ.”

40તેઓએ પાછી બૂમો પાડી, “ના, એને નહિ! અમને બારાબાસ આપો!” હવે બારાબાસે એક બળવામા ભાગ લીધો હતો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]