Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 15 OGCB

Side by side with the Father's Heart Bible™

દ્રાક્ષાવેલો અને ડાળીઓ

1“હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે. 2મારા માની દરેક ડાળી જે ફળ નથી આપતી તેને તે કાપી નાખે છે, જયારે દરેક ડાળીઓ ફળ આપે છે તે વધારે ફળ આપે તે માટે તે તેમને સોરી નાંખે છે. 3જે વચનો મેં તમને કહયાં છે તે વડે તમે શુધ્ધ થઇ ગયા છો. 4મારાંમાં રહો અને હું પણ તમારાંમાં રહું, ડાળી દ્રાક્ષાવેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમજ જયાં સુધી તમે પણ મારામાં ન રહો ત્યાં સુધી તમે ફળ આપી શકતા નથી.

5“હું દ્રાક્ષાવેલો છું, તમે ડાળીઓ છો. જો તમે મારાંમાં રહો, અને હું તમારામાં, તો તમે ઘણા ફળ આપશો. મારાંથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી. 6જો તમે મારામાં રહેતા નથી, તો તમે ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે અને સુકાઈ જાય છે, આ ડાળીઓને ભેગી કરીને અગ્નિમાં નાખીને બાળી નાખવામાં આવે છે. 7જો તમે મારાંમાં રહો અને મારા વચન તમારામાં રહે, તો જે કાંઈ તમે માગો તે તમારા માટે કરવામાં આવશે. 8તમે ઘણા ફળ આપો તેથી મારા પિતાનો મહિમા થાય છે, અને તેથી તમે મારા શિષ્યો થશો.

9“જેમ પિતાએ મારા પર પ્રેમ કર્યો છે તેવો જ પ્રેમ મેં તમારાં પર કર્યો છે; હવે તમે મારા પ્રેમમાં રહો. 10જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો, જેમ મે મારા પિતાની આજ્ઞાઓ પાળી છે, અને તેમના પ્રેમમાં રહું છું. 11તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂણઁ થાય, એ માટે મે તમને એ વચનો કહ્યાં છે. 12મારી આજ્ઞાઓ આ છે: કે જેમ મેં તમારાં પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. 13પોતાના મિત્રોને માટે પ્રાણ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઇનો નથી. 14જે આજ્ઞા હું તમને આપું તે તમે પાળો, તો તમે મારા મિત્રો છો. 15હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમકે માલિક નું કામ દાસ જાણતો નથી, એને બદલે મે તમને મિત્ર કહયાં છે. જે વાતો મેં મારા પિતા પાસેથી શિખ્યો તે બધું મે તમને જણાવ્યું છે. 16તમે મને પસંદ કયોઁ નથી પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો, ફળ જે કાયમ રહે, અને તેથી તમે જે કાંઇ મારા નામે માગો પિતા તમને આપશે. 17આ મારી આજ્ઞા છે કે: એકબીજા પર પ્રેમ રાખો.

જગત શિષ્યોનો ધિક્કાર કરે છે

18“જો જગત તમને ધિક્કારે, તો તમે યાદ રાખો કે તેણે પહેલાં મને ઘિક્કાર્યો છે. 19જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પણ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તેથી જગત તમારો ધિક્કાર કરે છે. 20‘નોકર પોતાના માલિક કરતાં મોટો નથી’ જે મેં તમને કહ્યું તે યાદ રાખો: જો તેઓએ મારી સતાવણી કરી છે, તેઓ તમારી પણ સતાવણી કરશે. જો તેઓએ મારા વચન પાળ્યા તો તેઓ તમારા પણ પાળશે. 21તેઓ મારા નામને લીધે તમારી સાથે આ રીતે વતઁશે, કેમકે તેઓ જેણે મને મોકલ્યો છે તેમને જાણતા નથી. 22જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપનો કાંઈ દોષ લાગત નહિ. પરંતુ હવે તેમનાં પાપ માટે તેમની પાસે કોઈ બહાનું નથી. 23જે મારો ધિક્કાર કરે છે, તે મારા પિતાનો પણ ધિક્કાર કરે છે. 24જે કામો બીજા કોઇએ કયાઁ નથી તે જો મેં તેઓ સમક્ષ ના કર્યા હોત તો તેઓને પાપનો દોષ લાગત નહિ. જેમ તેઓએ જોયું છે તેમ, અને હજું તેઓએ મને તથા મારા પિતા બંન્નેને ધિક્કાયાઁ છે. 25પણ તેઓના શાસ્ત્રમાં જે લખેલું છે તે પરિપૂર્ણ થાય: કારણ વગર તેઓએ મારો ધિક્કાર કર્યો.

પવિત્ર આત્માનું કાયઁ

26“જયારે સહાયક આવશે, જેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલીશ, એટલે સત્યનો આત્મા જે પિતાની પાસેથી નીકળે છે, તે મારા વિશે સાક્ષી આપશે. 27અને તમે પણ સાક્ષી આપશો, કેમકે શરૂઆતથી જ તમે મારી સાથે છો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]