Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 13 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુ તેમના શિષ્યોના પગ ધૂએ છે

1પાસ્ખાપર્વના તહેવાર પહેલાં આગલી સાંજે ઈસુ જાણતા હતાં કે તેમના માટે આ જગતમાંથી પિતા પાસે જવાનો સમય આવી ગયો છે. જગતમાંના પોતાના લોક જેઓના પર તે પ્રેમ રાખતા હતાં, તેઓ પર છેલ્લી ઘડી સુધી પ્રેમ રાખ્યો.

2રાત્રિભોજન કરતા હતાં, અને સિમોનના દીકરા યહૂદા ઇશ્કરિયોતને શેતાને ઈસુને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. 3ઈસુ જાણતા હતા કે પિતાએ તેમને સઘળા વાનાં તેમના હાથમાં સોંપ્યા છે, અને તે ઈશ્વર પાસેથી આવ્યા છે અને પિતા પાસે પાછા જવાનાં છે; 4તેથી તે જમણ પરથી ઊઠયાં, અને તેમણે પોતાના બાહ્ય વસ્ત્રો ઉતાયાઁ, અને તેમની કમરે ટુવાલ બાંધ્યો. 5તે પછી તેમણે એક વાસણમાં પાણી રેડયું અને તેમના શિષ્યોનાં પગ ધોવા લાગ્યા, અને વીંટેલા ટુવાલથી તેમને લૂંછવા લાગ્યા.

6તે સિમોન પિતરની પાસે આવ્યા, તેણે તેમને કહ્યું, “પ્રભુ, શું તમે મારા પગ ધોવાના છો?”

7ઈસુએ જવાબ આપ્યો, “હું શું કરી રહયો છું તે તું હમણાં સમજતો નથી, પણ પછી તું સમજશે.”

8પિતરે કહ્યું, “ના, તમે મારા પગ કયારેય ધોશો નહિ.” ઈસુએ જવાબ આપ્યો, “જયાં સુધી હું તને ના ધોઉં, ત્યાં સુધી મારી સાથે તારો કોઇ ભાગ નથી.”

9સિમોન પિતરે જવાબ આપ્યો, “તો પ્રભુ, માત્ર મારા પગ જ નહિ, પણ મારા હાથ અને માથું પણ ધૂઓ!”

10ઈસુએ જવાબ આપ્યો, “જેણે સ્નાન કર્યું છે તેઓને ફકત પગ ધોવાની જરૂર છે; તેઓનું આંખુ શરીર શુધ્ધ છે. અને તમે શુધ્ધ છો, જો કે તમારાંમાંના બધા નહિ.” 11કેમકે તે જાણતા હતા કે તેમને કોણ પરસ્વાધીન કરશે, અને તેથી જ તેમણે કહ્યું કે દરેક જણ શુધ્ધ નથી.

12જયારે તેમના પગ ધોઈ રહ્યા પછી, તેમણે પોતાના વસ્ત્રો પહેયાઁ અને તેમની જગ્યાએ બેસી ગયા. તેમણે તેમને પૂછયું “તમારા માટે મેં શું કર્યું તે તમને સમજાયું?” 13“તમે મને ‘ગુરુ’ તથા ‘પ્રભુ’ કહો છો, એ ખરું જ છે, કેમકે હું તે જ છું. 14હવે મેં, તમારા ‘પ્રભુ’ તથા ‘ગુરુએ,’ તમારાં પગ ધોયાં, તમારે પણ એકબીજાનાં પગ ધોવા જોઈએ. 15જેમ મેં તમને કર્યું છે તેમ તમે પણ કરો એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. 16હું તમને સાચે જ કહું છું, નોકર પોતાના માલિક કરતાં મોટો નથી, અને જે મોકલનાર કરતાં મોકલાયેલ સંદેશાવાહક મોટો નથી. 17હવે તમે આ બધું જાણો છો, જો તમે તે પાળશો તો તમને ધન્ય છે.

ઈસુ પરસ્વાઘીન કરનારની આગાહી કરે છે

18“આ હું તમારા સર્વ વિશે કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે તેમને હું ઓળખું છું. પણ આ શાસ્ત્રના લેખ પુરો કરવા માટે: ‘જે મારી સાથે રોટલી ખાઇ છે તે મારી વિરુધ્ધ થયો છે.’

19“તે થાય તે પહેલાં હું તમને અત્યારથી જ આ કહું છું, એ માટે કે જયારે એ પ્રમાણે થાય ત્યારે તમે પર વિશ્વાસ કરો કે હું જે છું તે હું છું. 20હું તમને સાચે જ કહું છું, જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે.”

21આ કહ્યાં પછી, ઈસુ આત્મામાં વ્યાકુળ થયા અને સાક્ષી આપી કે, “હું તમને સાચે જ કહું છું કે, તમારાંમાંનો એક મને પરસ્વાધીન કરશે.”

22તેમના શિષ્યોએ એકબીજા તરફ જોયું અને જાણવાની કોશિષ કરવા લાગ્યા કે તે કોના વિશે કહે છે. 23તેઓમાંના એક શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતા હતાં, તે તેમની બાજુમાં અઢેલીને બેઠો હતો; 24“સિમોન પિતરે તે શિષ્યને ઈશારો કરીને કહ્યું, તે કોના વિશે કહે છે?”

25ઈસુની સામે ઝૂકીને, તેણે તેમને પૂછયું, “પ્રભુ, એ કોણ છે?”

26ઈસુએ જવાબ આપ્યો, “રોટલીનો ટુકડો થાળીમાં બોળિને હું જેને આપીશ તે જ તે છે” ત્યારે રોટલીનો ટુકડો બોળિને, તેમણે સિમોન ઇશ્કરિયોતના દીકરા યહૂદાને આપ્યો. 27યહૂદાએ રોટલી લીધી કે તરત જ તેનામાં શેતાન પ્રવેશ્યો, પછી ઈસુએ તેને કહ્યું. “તું જે કરવાનો છે તે જલદીથી કર.”

28જમવા બેઠેલા કોઈને સમજ ના પડી કે ઈસુએ તેને આ શા માટે કહ્યું. 29કેટલાકને લાગ્યું કે યહૂદા પાસે પૈસાની જવાબદારી હોવાથી, કેટલાકે વિચાયુઁ કે ઈસુ તેને તહેવાર માટે જરૂરી વસ્તુ ખરીદવા અથવા ગરીબોને કાંઈક આપવાનું કહે છે. 30યહૂદાએ રોટલી લિધિ કે તરત જ તે બહાર ગયો. અને તે રાત હતી.

પિતરના ઈન્કાર વિશે ઈસુની આગાહી

31જયારે તે ગયો, ત્યારે ઈસુએ કહ્યું, “હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે ઈશ્વર તેમનામાં મહિમાવાન થયા છે. 32જો ઈશ્વર તેમનામાં મહિમાવાન થયાં છે, તો ઈશ્વર પોતાનામાં પુત્રને મહિમા કરશે, અને વહેલો તેમને મહિમાવાન કરશે.

33“મારા બાળકો, હું થોડીવાર તમારી સાથે છું. જેમ યહૂદીઓને મેં કહ્યું હતું તેમ હમણાં તમને કહું છું કે, તમે મને શોધશો, જયાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.

34“હું તમને નવી આજ્ઞા આપું છું: એકબીજાને પ્રેમ કરો, જેમ મેં તમને પ્રેમ કયોઁ એવો જ પ્રેમ તમે એકબીજા પર રાખો. 35જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો તેથી બધા જાણશે કે તમે મારા શિષ્ય છો.”

36સિમોન પિતરે તેમને પૂછયું, “પ્રભુ, તમે કયાં જાઓ છો?” ઈસુએ જવાબ આપ્યો, “જયાં હું જાઉં છું, ત્યાં હમણાં તું મારી પાછળ આવી શકતો નથી, પણ પછીથી તું મારી પાછળ આવીશ.”

37પિતરે પૂછ્યું, “પ્રભુ, હમણાં હું તમારી પાછળ કેમ ના આવી શકું? હું તમારે માટે મારો જીવ આપીશ.”

38ત્યારે ઈસુએ જવાબ આપ્યો, “શું તું ખરેખર મારે માટે તારો જીવ આપીશ? હું તને સાચે જ કહું છું, મરઘો બોલે તે પહેલાં, તું ત્રણ વાર મારો નકાર કરીશ.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]