Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

James 5 OGCB

Side by side with the Father's Heart Bible™

જુલમ કરનાર શ્રીમંતોને ચેતવણી

1હવે તમે શ્રીમંતો સાંભળો, તમારાં પર આવી પડનાર સંકટોને કારણે રડો અને વિલાપ કરો. 2તમારી સંપત્તિ સડી ગઈ છે, અને તમારાંં વસ્ત્રોને ઉધઈ ખાઈ ગઇ છે. 3તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયાં છે. તેનો કાટ તમારી વિરુધ્ધ સાક્ષી આપશે અને તમારાંં શરીરને અગ્નિની જેમ ખાઈ જશે. તમે છેલ્લાં સમયને સારું દોલત સંઘરી રાખી છે. 4જુઓ, તમારાંં ખેતરોમાં કાપણી કરનાર મજૂરોને છેતરપિંડી કરીને તમે વેતન આપ્યું નથી અને કાપણી કરનારાઓનો પોકાર સવઁશક્તિમાન ઈશ્વરના કાને પહોંચ્યો છે. 5તમે પૃથ્વી પર મોજશોખ અને ભોગ વિલાસમાં જીવન જીવ્યાં છો અને તમે કતલનાં દિવસ માટે તાજામાજાં થયા છો. 6તમે નિદોઁષને અન્યાયી ઠરાવીને મારી નંખાવ્યો છે; જે તમારો વિરોધ કરતો ન હતો.

દુઃખમાં ધીરજ

7ભાઈઓ અને બહેનો, પ્રભુનાં આગમન સુધી ધીરજથી રાખો. જુઓ. ખેડૂત ખેતરમાં થનાર મૂલ્યવાન પાકની કેવી રાહ જુએ છે, પાનખર અને વસંત ઋતુના વરસાદની ધીરજપૂવઁક રાહ જુએ છે. 8તમે પણ ધીરજ રાખો અને દ્રઢ રહો, કેમકે પ્રભુનું આગમન નજીક છે. 9ભાઈઓ અને બહેનો, એકબીજાની વિરુધ્ધ બડબડાટ ન કરો, તમારો ન્યાય થશે, ન્યાયાધીશ બારણાં આગળ ઊભા છે.

10ભાઈઓ અને બહેનો, સતાવણી સહન કરવામાં અને ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા, તેઓનું ઉદાહરણ લો. 11જેમ તમે જાણો છો તેમ, જેઓએ સહન કર્યું તેઓને ધન્ય ગણીએ છીએ, અને તમે અયૂબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુએ આખરે શું કયુઁ તે જોયું છે, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે.

12આ ઉપરાંત, મારા ભાઈઓ અને બહેનો, સમ ખાશો નહિ, સ્વર્ગના, પૃથ્વીનાં કે બીજા કશાંના નહિ. પણ તમને દોષિત ઠરાવવામાં ન આવે માટે તમારી “હા” અથવા “ના” કહેવાની જરૂર છે.

વિશ્વાસ સહિતની પ્રાર્થના

13શું તમારાંમાંથી કોઈ મુશ્કેલીમાં છે? તો તેમણે પ્રાર્થના કરવી, જો કોઈ ખુશ છે? તો તેમણે સ્તુતિગીતો ગાવા જોઈએ. 14તમારાંમાં શું કોઈ બિમાર છે? તો તેમણે મંડળીના વડીલોને બોલાવીને તેઓએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. 15વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે. 16તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.

17એલિયા આપણા જેવો જ માણસ હતો. છતાં વરસાદ વરસે નહિ એવી તેણે આગ્રહથી પ્રાર્થના કરી, અને સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહિ. 18ફરીથી તેણે પ્રાર્થના કરી, અને આકાશમાંથી વરસાદ પડયો, અને પૃથ્વીએ પોતાનો પાક ઉગાડ્યો.

19મારા ભાઈઓ અને બહેનો, જો કોઈ તમારામાંથી સત્યથી ભટકી જાય, અને કોઈ તેને પાછો લાવે, 20યાદ રાખો: જે કોઈ પાપીને તેના ભૂલભરેલા માગઁથી ફેરવશે તો તે એક પ્રાણને મૃત્યુમાંથી બચાવશે, અને ઘણા બધા પાપોને ઢાંકશે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]