Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Galatians 6 OGCB

Side by side with the Father's Heart Bible™

સવઁનું ભલું કરવું

1ભાઈઓ અને બહેનો, જો કોઈ ભાઈ પાપ કરતાં પકડાય તો, તમે જેઓ આત્મિક છો તેઓએ નમ્રતાથી તેને પાછો લાવવો, નહિ તો તમે પણ પરિક્ષણમાં પડશો. 2એકબીજાનો ભાર ઊંચકો, અને એમ મસીહનો નિયમ સંપૂણઁ પાળશો. 3જો કોઈ પોતે કંઈ ન હોવા છતાં પોતે કંઈક છે એવું માનનાર પોતાની જાતને છેતરે છે. 4દરેકે પોતાનાં કામ તપાસી જોવાં. બીજા કોઈ સાથે પોતાની સરખામણી કયાઁ વિના, તો પોતાના વિષે અભિમાન કરવાનું કારણ મળશે. 5કેમકે પ્રત્યેક વ્યકિતએ પોતાનો બોજો ઊંચકવાનો છે. 6તે છતાં, જેઓ ઈશ્વરનાં વચનોનું શિક્ષણ લે છે, તેઓએ તેમના શિક્ષકો સાથે દરેક સારા વાનાનો હિસ્સો આપવો.

7છેતરાઈ ન જાઓ: ઈશ્વરની મશ્કરી કરાય નહિ. કેમકે માણસ પોતે જેવું વાવે છે તેવું જ તે લણશે. 8જે કોઈ પોતાના દેહને ખુશ કરવા માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; જે કોઈ આત્માને ખુશ કરવા માટે વાવશે, તે અનંતજીવન લણશે. 9તો સારું કરતાં આપણે થાકવું જોઈએ નહિ, કેમકે જો આપણે હિંમત ન હારીએ તો યોગ્ય સમયે ફસલ લણીશું. 10આથી, જેમ આપણને તક મળે તેમ આપણે સવઁનું ભલું કરીએ, ખાસ કરીને વિશ્વાસનાં કુટુંબના છે તેઓનું.

સુન્નત નહિ પણ નવી ઉત્પતિ

11જુઓ, હું કેટલાં મોટાં અક્ષરોમાં મારા પોતાના હસ્તે તમને લખું છું!

12જેઓ દેહ વિશે લોકોને પ્રભાવિત કરવા માંગે છે, તેઓ તમને સુન્નત કરાવવા દબાણ કરે છે, કારણ કે તેઓ મસીહના ક્રૂસને લીધે તેમની સતાવણી ન થાય માટે તેમ કરે છે. 13કેમકે જેઓ સુન્નત કરાવનારાઓ પણ નિયમોનું પાલન કરતા નથી, પણ તેઓ ઈચ્છે છે કે તમે સુન્નત કરાવો જેથી તેઓ તમારી સુન્નત વિશે દેહમાં અભિમાન કરે. 14પણ આપણા પ્રભુ ઈસુ મસીહના ક્રૂસ સિવાય હું બીજા કશાંમાં અભિમાન ન કરું, જેના દ્રારા મારા માટે જગત ક્રૂસે જડાયેલું છે અને જગત માટે હું. 15સુન્નત કંઈ નથી કે બેસુન્નત કંઈ નથી; નવી ઉત્પતિ જ મુખ્ય છે. 16જેઓ આ સિધ્ધાંત અનુસાર ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયેલ પર દયા અને શાંતિ હો.

17હવે પછી, કોઈ મને તકલીફ ન આપે કેમકે મારા શરીર પર ઈસુના ઘાનાં ચિન્હોનું નિશાન છે.

18ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]