Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Ephesians 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1પાઉલ, ઈશ્વરની ઈચ્છાથી થયેલો મસીહ ઈસુનો પ્રેષિત, પ્રભુને વિશ્વાસુ રહેનાર એફેસસમાં રહેતા પવિત્ર તથા મસીહ ઈસુમાં વિશ્વાસુ છે તેઓને: લખું છું.

2આપણા પિતા ઈશ્વર અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.

મસીહમાં આત્મિક આશીવાઁદો માટે સ્તુતિ

3આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા ઈશ્વરે આપણને સ્વર્ગમાંના તમામ આત્મિક આશીર્વાદો આપ્યા છે. ઈશ્વરની સ્તુતિ હો! 4કારણ કે સૃષ્ટિની ઉત્પતિ કરવામાં આવી તે પહેલાં તેમણે આપણને તેમનામાં પસંદ કર્યા છે. જેથી તેમની સમક્ષ પ્રેમમાં નિર્દોષ અને પવિત્ર માલૂમ પડીએ. 5તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, ઈસુ મસીહ દ્વારા આપણને દત્તકપુત્ર કરી લેવા માટે અગાઉથી નિમાઁણ કયાઁ. 6તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય, જેણે એ કૃપા પોતાના પ્રિય પુત્રમાં આપણને મફત આપી. 7તેમનામાં તેમના લોહી દ્રારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉધ્ધાર એટલે પાપોની માફી મળી છે. 8સવઁ જ્ઞાનમાં તથા સમજણમાં તેમણે આપણા પર પોતાની ભરપૂર કૃપા વરસાવી છે, 9તેમણે મસીહમાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની ઇચ્છાનું રહસ્ય આપણને જણાવ્યું, 10જ્યારે સમયની સંપૂણઁતા થશે ત્યારે અમલમાં મૂકવામાં આવશે, સ્વર્ગમાં કે પૃથ્વી પરનાં સઘળાં વાનાનો મસીહમાં એકત્ર કરશે.

11તેમનામાં આપણને અગાઉથી પસંદ કરવામાં આવ્યા હતા. જે પોતાના આયોજન પ્રમાણે સઘળું કરે છે, તેમનાં સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી પસંદ થયા હતાં 12જેથી આપણે, કે જેઓ મસીહ પર પ્રથમ આશા રાખનારાં, તેના મહિમાની સ્તુતિ માટે થઈએ. 13અને જયારે તમે સત્યનો સંદેશ, અને તમારા તારણના સુસમાચાર સાંભળ્યા, ત્યારે તમે પણ મસીહમાં સામીલ થયા, અને જયારે તમે વિશ્વાસ કયોઁ, ત્યારે તમને આપેલ વચનથી પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવ્યા, 14જે લોકો ઇશ્વરના છે તેમના ઉધ્ધાર સુધી, તેમના મહિમાની સ્તુતિ માટે, તે આપણા વારસાની ખાતરી આપે છે.

આભારવિધી અને પ્રાથઁના

15આજ કારણથી, જયારથી મેં પ્રભુ ઈસુમાં તમારાં દ્રઢ વિશ્વાસ અને ઇશ્વરના બધા લોકો માટેનાં તમારા પ્રેમ વિશે સાંભળ્યું છે, 16હું તમારે માટે આભાર માનવાનું ચૂકતો નથી, અને મારી પ્રાથઁનાઓમાં તમને યાદ કરું છું. 17હું હંમેશા પ્રાર્થના કરું છું કે, આપણા પ્રભુ ઈસુ મસીહના મહિમાવંત પિતા ઈશ્વર, તમને જ્ઞાનને સારુ બુધ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા આપે, જેથી તમે તેમને વધું સારી રીતે જાણી શકો તથા સમજી શકો. 18હું પ્રાથઁના કરું છું કે તમારાંં હૃદયોની આંખો પ્રકાશીત થાય, જેથી તમે જાણી શકો કે તેમણે તમને કંઈ આશા માટે બોલાવ્યા છે, એટલે કે તેમના પવિત્ર લોકોમાં તેમના મહિમાવાન વારસાની સંપતી જાણી શકીએ, 19અને આપણા વિશ્વાસીઓ માટે તેમની અજોડ મહાન શક્તિએ બધા શાસન શક્તિ જેવી જ છે 20જયારે તેમણે મસીહને મૂએલાંમાંથી સજીવન કર્યા, અને સ્વગીઁય સ્થાનોમાં પોતાને જમણે હાથે બેસાડયા, 21સવઁ શાસન, અધિકાર, પરાક્રમ, પ્રભુત્વ અને ફકત વતઁમાન યુગમાં જ નહિ, પણ આવનાર યુગમાં પણ જે નામ લેવામાં આવે છે તે સવઁથી ઉપર છે. 22અને ઈશ્વરે સઘળું તેમના પગ નીચે મૂક્યું, અને તેમને મંડળીના શિરપતિ બનાવ્યાં છે. 23આ મંડળી, કે જે તેમનું શરીર છે, જે સર્વ વાતે સઘળાને ભરપૂર કરે છે તેનું ભરપૂરીપણું છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]