Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 4 OGCB

Side by side with the Father's Heart Bible™

પિતર અને યોહાન ન્યાયસભા સમક્ષ

1જયારે તેઓ લોકો સાથે વાત કરતા હતા, એટલામાં યાજકો, અને મંદિરનાં રક્ષકો અને કેટલાક સાદૂકીઓ પિતર અને યોહાન પર ધસી આવ્યા. 2તેઓ ખુબજ વ્યથિત થયા હતા, કેમકે પ્રેષિતો મંદિરમાં લોકોને શિક્ષણ આપતાં, મૂએલાઓનું ઈસુમાં પુનરુત્થાન પ્રગટ કરતા હતા. 3તેઓએ પિતર અને યોહાનની ધરપકડ કરી અને સાંજ પડી ગઈ હોવાથી બિજા દિવસ સુધી આખી રાત તેઓને જેલમાં રાખ્યાં. 4પણ જેઓએ તેઓની વાત સાંભળીને વિશ્વાસ કયોઁ, તેથી વિશ્વાસ કરનારાઓની સંખ્યામાં વધારો થઇને પાંચ હજારની થઈ.

5બીજે દિવસે આગેવાનો, વડીલો અને નિયમશાસ્ત્રના પંડિતો યરુશાલેમમાં મળ્યા. 6અન્નાસ પ્રમુખયાજક ત્યાં હતો, અને કાયાફાસ પણ હતો, યોહાન, એલેકઝાંડર અને પ્રમુખ યાજકનાં અન્ય સગાઓ પણ હાજર હતાં. 7તેઓએ પિતર અને યોહાનને તેઓની સમક્ષ રજૂ કયાઁ અને તેઓએ પ્રશ્ન પૂછવાં લાગ્યા કે: “ક્યાં પરાક્રમથી કે કોના નામથી તમે આ કરો છે?”

8પછી પિતર પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું: “આગેવાનો અને લોકોના વડીલો! 9જો તમે એક લંગડા માણસનાં હકમાં જે સારું કાર્ય થયું છે તે વિશે અમારી તપાસ કરવા માગતા હો અને પુછવા માંગતા હો કે તે કેવી રીતે સાજો થયો, 10તો, તમે તથા ઇઝરાયેલનાં સર્વ લોકો: આ જાણીલો કે, એ તો નાઝરેથના ઈસુ જે મસીહ છે, તેમના નામમાં કરવામાં આવ્યું છે, જેને તમે ક્રૂસે જડયાંં પણ ઈશ્વરે તેમને મુત્યુમાંથી સજીવન કર્યા, કે જે દ્વારા આ માણસ સાજો થઈને અહીં ઊભો છે. 11ઈસુ,“ ‘જે પથ્થરને બાંધનારાઓએ નકાયોઁ,તે જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો,’

12બીજા કોઇથી તારણ નથી, કેમકે જેથી આપણું તારણ થાય એવું બિજું કોઇ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.”

13જયારે તેઓએ પિતર અને યોહાનની હિંમત જોઈ તથા તેઓ અભણ અને સામાન્ય લોકો છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને એ ઘ્યાનમાં લિધું કે તેઓ ઈસુની સાથે હતા. 14જે માણસને તેઓએ સાજો કર્યા હતો તે તેઓની બાજુમાં જ ઊભો હતો તેથી તેઓ કંઈ બોલી શક્યાં નહિ; 15તેથી તેઓએ તેમને સભાખંડની બહાર કાઢવાનો હુકમ કયોઁ, અને અંદરોઅંદર મસલત કરવા લાગ્યા, 16તેઓએ કહ્યું કે “આ લોકો વિશે આપણે શું કરીએ? તેઓએ કરેલ અદભુત ચમત્કાર વિશે યરુશાલેમનાં રહેતા સર્વ લોકોને ખબર છે, અને આપણે તેનો નકાર કરી શકતા નથી. 17પરંતુ આપણે તેઓને લોકોમાં તેનો પ્રચાર કરતાં રોકી શકીએ, અને આપણે તેમને ચેતવણી આપીએ કે તમારે હવે વાત કરતાં પણ આ નામ લેવું નહિ.”

18તેથી તેઓએ ફરીથી તેમને પાછા બોલાવ્યાં અને તાકીદ કરી કે વાત કરતા કે બોધ કરતા ઈસુનું નામ તમારે લેવું નહિ. 19પરંતુ પિતરે અને યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરની નજરમાં શું યોગ્ય છે: તમારું સાંભળવું કે તેમનું? તે તમે જ નક્કી કરો. 20અમારા માટે તો, અમે જે જોયું અને સાંભળ્યું છે એ વિશે કહ્યાં વિના રહેવાય એમ નથી.”

21પછી તેઓને ધમકી આપીને તેમને જવા દીધા. તેઓ નક્કી ન કરી શકયા કે તેમને શું સજા કરવી, કેમકે બધા લોકો જે બન્યું હતું તેને માટે ઈશ્વરની સ્તુતી કરતા હતા. 22કેમકે જે માણસને સાજો કરવામાં આવ્યો હતો, તે ચાળીસ વર્ષથી, વધારે વયનો હતો.

વિશ્વાસીઓની પ્રાર્થના

23મુક્ત થતાં, પિતર અને યોહાન પોતાના લોકોની પાસે ગયા અને મુખ્ય યાજકો અને વડીલોએ તેમને જે કહ્યું હતું તે કહી જણાવ્યું. 24જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ બધાએ ઇશ્વરને મોટેથી પ્રાર્થના કરી: “હે પ્રભુ, તમે આકાશ, અને પૃથ્વી, અને સમુદ્ર અને તેઓમાંની દરેક વસ્તુનાં ઉત્પન્નકર્તા છો. 25તમે તમારાં સેવક અને અમારા પિતા દાવિદ દ્વારા પવિત્ર આત્માથી કહ્યું કે:“ ‘પ્રજાઓ કેમ તોફાન કરે છેઅને વ્યર્થ યોજનાઓ ઘડે છે?

26પૃથ્વી ના રાજાઓ સજજ થયા, ઈશ્વરની વિરુદ્ધઅને આગેવાનો એકઠા થયા છે.ઈશ્વરની વિરુધ્ધમાંઅને તેમના અભિષિકતની વિરુધ્ધમાં.’

27કેમકે તમારાં અભિષિકત તથા પવિત્ર સેવક ઈસુની વિરુધ્ધમાં હેરોદ રાજા અને પોંતિયુસ પિલાત વિદેશીઓની સાથે તથા સર્વ ઇઝરાયેલી લોકો સાથે એકઠા થયા છે. 28તમારાં ડહાપણ અને સામર્થ્ય પ્રમાણે તમે તેઓને જે કરવાની પરવાનગી આપી છે તે તેઓએ કયુઁ. 29હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓને ધ્યાનમાં લો અને તમારાં સેવકોને વચન પ્રગટ કરવાને હિંમત આપો. 30સાજાપણું આપવાને તમારો હાથ લંબાવો અને તમારાં પવિત્ર સેવક ઈસુના નામે ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવો.”

31તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.

વિશ્વાસીઓ તેઓની મિલ્કત વહેચતા

32બધા જ વિશ્વાસીઓ એક મનના તથા દિલનાં હતા. કોઈ પણ પોતાની મિલ્કતને પોતાની માનતો નહોતો, પણ તેઓને સઘળી સહિયારી હતી. 33પ્રેષિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાન વિશે સાક્ષી આપવાનું ચાલુ રાખ્યું. તે તેમના સર્વનાં કાયોઁ ઉપર ઈશ્વરની ઘણી કૃપા હતી. 34તેઓમાંના કોઈને કોઈ બાબતની અછત ન હતી, કારણ કે જેટલાંની પાસે જમીન કે મકાનો હતાં તે તેઓ વેચી નાખીને, તેના પૈસા લાવતા. 35અને નાણાં પ્રેષિતોની પગ આગળ મુકતા, અને જેને જરૂરિયાત હોય તેમને વહેચતા હતા.

36યોસેફ, સાયપ્રસનો લેવી, જેને પ્રેષિતોએ બાર્નાબાસ તરીકે બોલાવતા હતા (જેનો અથઁ સુબોધનો દીકરો), 37તેણે પોતાનું ખેતર વેચી નાખ્યું અને ઉપજનાં પૈસા પ્રેષિતોના પગ આગળ મૂકી દીધા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]