Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 3 OGCB

Show OGCB only
Verse × ×
1 Peter and John were going up to the temple at around three in the afternoon, the hour of prayer. એક દિવસ પિતર અને યોહાન બપોરે ત્રણ વાગે પ્રાર્થનાનાં સમયે મંદિરમાં જતા હતા.
2 A man lame from birth was carried and placed daily at the temple gate called Beautiful, to beg from those entering the temple. હવે એક જન્મથી લંગડા એક માણસને લોકો દરરોજ ઊંચકીને લઈ જતા અને મંદિરમાં સુંદર નામના દરવાજે બેસાડતા હતા. ત્યાં તેને મંદિરમાં જતા લોકો પાસેથી તે ભીખ માગતો.
3 Seeing Peter and John about to go into the temple, he asked them for money. જયારે તેણે પિતર અને યોહાન અંદર જતા જોયા તેણે તેમની પાસે પૈસા માંગ્યાં.
4 And Peter, gazing at him with John, said, "Look at us." પિતરે અને યોહાને તેની સામે એકીનજરે જોઈને કહ્યું, “અમારા તરફ જો.”
5 And he fixed his attention on them, expecting to receive something from them. તે માણસે કંઈક મદદ મળવાની આશાથી તેઓ પર ધ્યાન આપ્યું.
6 Peter said, "I own no silver or gold, but I give you what I have: in the name of Jesus Christ of Nazareth, rise and walk." પછી પિતરે કહ્યું, “મારી પાસે સોનું કે ચાંદી નથી પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાઝરેથના ઈસુ મસીહના નામે, ચાલ.”
7 Taking his right hand, he raised him up; instantly his feet and ankles grew strong. પછી તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડયો. અને તરત તેના પગ તથા ઘુંટિઓમાં જોર આવ્યું.
8 Jumping up, he stood, began walking, and entered the temple with them, walking, jumping, and praising our Father. તે કૂદીને ઊભો થઈ ગયો ને ચાલવા લાગ્યો. પછી ચાલતો, ને કૂદતો, ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરનાં આંગણાંમાં ગયો.
9 And all the people saw him walking and praising our Father. ત્યારે બધા લોકોએ તેને ચાલતો ને ઈશ્વરની સ્તુતિ કરતો જોયો,
10 They recognized him as the beggar who sat at the temple's Beautiful Gate, and were filled with wonder and amazement at what had happened to him. તેઓએ તેને ઓળખી લીધો કે તે એ જ માણસ છે, જે દરરોજ મંદિરના સુંદર નામનાં દરવાજા આગળ ભીખ માંગતો હતો અને તેને જે થયું હતુ તેનાથી, તેઓ સર્વ આશ્ચર્યચકિત થઈ ગયા.
11 As he held on to Peter and John, all the people ran to them at the portico called Solomon's, utterly astonished. તે માણસ પિતર અને યોહાનને પકડી રહયો હતો, પણ સર્વ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા અને સોલોમોનની પરસાળ નામની જગ્યાએ તેમની પાસે દોડી આવ્યા.
12 Seeing this, Peter said to the people, "Israelites, why does this amaze you? Why stare at us, as if by our own power or godliness we made him walk? જયારે પિતરે આ જોયું, ત્યારે તેણે તેઓને કહ્યું: “ઓ, ઇઝરાયેલી ભાઈઓ, તમને નવાઈ શેની લાગે છે? તમે અમને ધારી ધારીને શા માટે જોઈ રહ્યા છો? જાણે અમે અમારા સામર્થ્યથી કે ધાર્મિકતાથી આ માણસને ચાલતો કર્યા હોય?
13 The God of Abraham, Isaac, and Jacob, the God of our fathers, glorified his servant Jesus, whom you handed over and denied before Pilate, when Pilate decided to release him. અબ્રાહમનાં, ઇસહાકનાં, યાકોબનાં તથા આપણા પૂર્વજોનાં ઈશ્વરે પોતાના સેવક ઈસુને મહિમાવાન કયોઁ છે, તમે તેમને મારી નાંખવા માટે સોંપી દીધા, અને પિલાતે તેમને છોડી દેવાનુ નક્કી કર્યુ છતાં તમે તેમનો નકાર કયોઁ.
14 But you denied the Holy and Righteous One, asking that a murderer be given to you. તમે આ પવિત્ર અને ન્યાયી માણસને છોડી મૂકવાને બદલે એક ખૂનીને મુક્ત કરવાની માંગણી કરી.
15 You killed the Author of life; our Father raised him from the dead. To this we are witnesses. તમે જીવનનાં સ્વામીને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા. અને અમે તેના સાક્ષી છીએ.
16 His name, through faith in his name, has made this man strong—the very man you see and know. And faith in Jesus has given him this complete health right before your eyes. ઈસુનાં નામ પરના વિશ્વાસથી, આ માણસ જેને તમે જોવો છો અને ઓળખો છો, ઈસુના નામ દ્વારા શકિતમાન કર્યો અને તેમના પરના વિશ્વાસે તમે બધા જોઈ શકો છો કે તેને સંપૂર્ણ સાજાપણું મળ્યું છે.
17 "And now, brothers, I know that you acted in ignorance, as did also your rulers. “હવે ઇઝરાયેલી ભાઈઓ, હું જાણું છું કે જેમ તમારા આગેવાનો તેમ તમે એ અજ્ઞાનતાથી આ કામ કર્યું હતું.
18 But our Father fulfilled what he predicted through all the prophets: his Christ would suffer. પરંતુ ઈશ્વરે બધા પ્રબોધકો દ્વારા જણાવેલુ ભવિષ્યવચન પૂર્ણ કર્યું કે મસીહે આ બધું સહેવું.
19 Repent, then, and turn back, so your sins are wiped out, પસ્તાવો કરો અને પછી ઈશ્વર તરફ વળો જેથી તમારાંં પાપ ભૂંસી નાંખવામાં આવે, અને પ્રભુ તરફથી તાજગીના સમયો પ્રાપ્ત થાય.
20 that times of refreshing may come from our Father's presence, and that he may send the Christ appointed for you, Jesus, અને મસીહ, જેને તમારા માટે ઠરાવવામાં આવ્યા છે તેમને એટલે ઈસુને મોકલે.
21 whom heaven must receive until all things are restored, about which our Father spoke through his holy prophets long ago. જયાં સુધી ઈશ્વરે પોતાના પવિત્ર પ્રબોધકો મારફતે ઘણા સમય પહેલાં જે વચનો ઉચ્ચાર્યા છે તે બધુ પુનઃસ્થાપિત કરવાનો સમય ન આવે ત્યાં સુધી તેમણે સ્વર્ગમાં રહેવું જોઈએ.
22 Moses said, 'Your Father will raise up a prophet like me for you, from your brothers. Listen to him in everything he tells you.' કેમકે મોશેએ કહ્યું હતું કે: ‘પ્રભુ, તમારા ઈશ્વર, મારા જેવા એક પ્રબોધકને તમારાં પોતાના લોકોમાંથી તમારા માટે ઊભો કરશે. અને તે જે કહે તે સઘળું તમારે સાંભળવું.
23 Anyone who does not listen to that prophet will be utterly destroyed from among the people.' જે કોઈ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે.’
24 All the prophets who spoke, from Samuel onward, also announced these days. “શમુએલથી માંડીને જેટલા પ્રબોધકો બોલ્યા છે તે બધાએ આ દિવસો વિષે અગાઉથી કહ્યું છે.
25 You are the sons of the prophets and of the covenant our Father made with your fathers, telling Abraham, 'By your offspring all the families of the earth will be blessed.' અને તમે પ્રબોધકોનાં વારસ છો, ઈશ્વરે તમારાં પૂર્વજો સાથે જે કરાર કર્યા તેનાં તમે ભાગીદાર છો, તેમણે અબ્રાહમને કહ્યું હતું કે તારા સંતાન દ્રારા પૃથ્વીનાં તમામ લોકોને હું આશીર્વાદ આપીશ.
26 Our Father raised up his servant and sent him to you first, to bless you by turning each of you from your evil." જયારે ઈશ્વરે તેમના સેવકને ઉભો કયોઁ, ત્યારે સૌ પ્રથમ તમારી પાસે મોકલ્યા એ માટે કે તે તમને તમારાંં દુષ્ટ માગોઁથી ફેરવીને તમને આશીર્વાદ આપે.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]