Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 14 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈકોનિયમમાં

1ઈકોનિયમમાં પાઉલ અને બાર્નાબાસ રાબેતા મુજબ સભાસ્થાનમાં ગયા. ત્યાં તેમણે એવા સામર્થ્યથી બોલ્યા કે ઘણાં યહૂદીઓ અને ગ્રીકોએ વિશ્વાસ કયોઁ. 2પણ જે યહૂદીઓએ વિશ્વાસ કરવાનો ઇનકાર કયોઁ હતો, તેઓએ વિદેશીઓને ઉશ્કેયાઁ અને તેમના મનમાં ભાઈઓની વિરુદ્ધ ઝેર ફેલાવ્યું. 3તેથી, પાઉલ તથા બાનાઁબાસે તેમની સાથે લાંબો સમય વિતાવ્યો, હિમતથી ઉપદેશ આપ્યો. તેઓને ચમત્કારો તથા ચિન્હોથી ઈશ્વરે કૃપાનો ઉપદેશ સાબિત કરી આપ્યો. 4શહેરનાં લોકોમાં ભાગલા પડયાં; કેટલાકે યહૂદીનો પક્ષ લીધો જયારે બીજાઓએ પ્રેષિતોની પડખે રહ્યા. 5પછી બિનયહૂદીઓ, યહૂદીઓ બંનેએ તેઓના આગેવાનો સાથે મળીને તેઓને દુઃખ પહોંચાડવાનું અને પથ્થરે મારવાનું કાવતરું ઘડ્યું. 6પણ આ વાતની ખબર પડતાં તેઓ લુકાનીઆનાં નગરો લુસ્ત્રા, અને દર્બે તથા આજુબાજુના પ્રદેશોમાં નાસી ગયા. 7ત્યાં તેઓ સુસમાચાર પ્રગટ કરતા ફર્યા.

લુસ્ત્રા અને દઁબેમાં

8અને લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો. જે જન્મથી લંગડો હતો અને કદી ચાલ્યો ન હતો. 9તે પાઉલને બોલતો સાંભળતો હતો. પાઉલ તેના તરફ ધ્યાનથી જોયું કે તેને સાજા થવાનો વિશ્વાસ છે. 10અને મોટે અવાજે કહ્યું, “તારા પગ પર ઊભો થા!” પછી તે માણસ કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.

11જયારે લોકોએ પાઉલે જે કયુઁ તે જોયું ત્યારે લુકોનિયાની ભાષામાં પોકારો કયોઁ. “દેવો માનવરૂપમાં આપણી પાસે ઉતરી આવ્યા છે.” 12તેઓએ બાર્નાબાસને ઝિયૂસ કહયો અને પાઉલને હેર્મેસ કહયો, કેમકે તે મુખ્ય વકતા હતો. 13શહેરની બહાર ઝિયૂસનું મંદિર હતું. તેનો યાજક ફૂલહાર અને બળદો લઈને આવ્યો. તે તથા લોકો શહેરને દરવાજે તેઓને બલિદાન આપવાંં માગતા હતા.

14પણ જયારે પ્રેષિત બાર્નાબાસ અને પાઉલે આ સાંભળ્યું ત્યારે તેઓએ પોતાના વસ્ત્રો ફાડયાં અને લોકોની વચ્ચે દોડી જઈને મોટે સાદે કહ્યું, 15“મિત્રો, તમે આવું કેમ કરો છો! અમે પણ તમારી માફક માણસો જ છીએ, અમે તમને શુભસંદેશ પ્રગટ કરીએ છીએ કે આ વ્યર્થ બાબતો છોડી ને; આકાશ, અને પૃથ્વી, અને સમુદ્ર અને તેઓમાંની દરેક વસ્તુનાં ઉત્પન્નકર્તા છો તે જીવંત ઈશ્વરની તરફ ફરો. 16ભૂતકાળમાં તેમણે બધી પ્રજાઓને પોતપોતાને માર્ગે ચાલવા દીધી. 17છતાં તેમણે પોતાના વિશે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી, તેમણે દયા દર્શાવી છે, તે તમને આકાશમાંથી વરસાદ અને ઋતુ પ્રમાણે પેદાશ ઉપજાવે છે, તે તમને ખૂબ ખોરાક આપે છે, અને તમારાંં હ્રદયને આનંદીત કરે છે.” 18આમ કહ્યાં છતાં પણ તેને પોતાને અર્પણો ચઢાવવામાંથી લોકોને મહામુશ્કેલીએ અટકાવ્યા.

19પછી અંત્યોખ અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. ટોળાને પોતાની તરફ ખેઁચ્યા. તેઓએ પાઉલને પથ્થરે માર્યો. તે મરી ગયો છે એમ માનીને તેઓ તેને શહેર બહાર ઘસડી ગયા.

20પણ તેની આજુબાજુ શિષ્યો ભેગા થયા પછી, તે ઊભો થયો અને શહેરમાં પાછો ગયો. બીજા દિવસે બાર્નાબાસની સાથે તે દર્બે ગયો. 21તે શહેરમાં તેઓએ સુસમાચાર પ્રગટ કર્યો અને ઘણાંને શિષ્યો બનાવ્યાં. પછી તેઓ લુસ્ત્રા અને ઈકોનિયમ થઈને અંત્યોખ પાછા આવ્યા. 22તેઓએ શિષ્યોને દ્રઢ કયાઁ અને વિશ્વાસમાં ટકી રહેવા માટે ઉતેજન આપ્યું તથા તેઓએ જણાવ્યું કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે ઘણાં સંકટોમાં થઈને પસાર થવું પડે છે. 23પાઉલ અને બાર્નાબાસે દરેક મંડળીઓમાં વડીલોની નિમણૂંક કરી અને ઉપવાસસહિત પ્રાર્થના કરીને જે ઈશ્વર પર તેઓએ વિશ્વાસ મૂકયો હતો તેમના હાથમાં સોંપ્યા. 24તેઓ પિસીદિયા થઈને પાછા પામ્ફૂલિયા ગયા. 25અને પછી તેઓએ પગેઁમાં ઉપદેશ આપીને તેઓ અતાલિયા ગયા.

26પછી આતાલીયાથી વહાણમાં બેસીને તેઓ અંત્યોખ આવ્યા, ત્યાં તેઓ જે કામ પૂરું કર્યું હતું તે માટે તેઓને ઈશ્વરની કૃપાને સોંપવામાં આવ્યા. 27તેઓ ત્યાં આવ્યા પછી તેઓએ મંડળીને એકત્ર કરી, અને પોતાની મારફતે જે કાંઇ કયુઁ હતું. અને તેમણે બિનયહૂદીઓ માટે વિશ્વાસનું દ્વારા ખોલ્યું છે તેનો અહેવાલ આપ્યો. 28ત્યાં શિષ્યોની સાથે તેઓ ઘણો સમય રહ્યા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]