Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Timothy 2 OGCB

Show OGCB only
Verse × ×
1 So then, my child, draw your strength from the grace that is in Christ Jesus. માટે, મારા દીકરા, તિમોથી, મસીહ ઈસુની કૃપામાં તું બળવાન થા.
2 And what you heard from me in the presence of many witnesses, entrust to faithful people able to teach others too. જે વાતો તેં ઘણાં સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે તું એવા વિશ્વાસુ માણસોને શીખવ કે તેઓ તે બીજાઓને પણ શીખવે.
3 Take your share of suffering like a good soldier of Christ Jesus. મારી સાથે તું પણ મસીહ ઈસુના સારાં સૈનિક તરીકે દુઃખ સહન કરવા સામેલ થા.
4 No soldier on duty gets tangled in civilian affairs—he wants to please the one who enlisted him. ખ્રિસ્તના સૈનિક તરીકે તું કોઈ સાંસારિક કામકાજમાં ગૂંથાતો નહિ, જેથી તે તેનાં ઉપરી અમલદારને સંતોષ પમાડી શકે.
5 And an athlete is not crowned unless he competes according to the rules. વળી જો કોઇ અખાડામાં હરીફાઈમાં ઉતરે, નિયમ પ્રમાણે હરીફાઈ કયાઁ વગર તેને ઈનામ મળતું નથી.
6 The hard-working farmer ought to be the first to receive a share of the crops. સખત મહેનત કરનાર ખેડૂતને પ્રથમફળ મળવાં જોઈએ.
7 Think over what I am saying, for the Lord will give you understanding in everything. હું જે કહું છું તેનો વિચાર કર; કેમકે સવઁ બાબતની પ્રભુ તને સમજણ આપશે.
8 Remember Jesus Christ, risen from the dead, a descendant of David, as told in my gospel, યાદ રાખ, ઈસુ મસીહ જેને મારાં સુસમાચાર પ્રમાણે મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યો, ને એ જ દાવિદના સંતાનનો છે, તેને યાદ રાખ;
9 for which I suffer, chained like a criminal. But the word of our Father is not chained! એને લીધે આજે હું જેલમાં એક ગુનેગારની માફક દુઃખ સહન કરું છું. પણ ઈશ્વરનું વચન બંધનમાં નથી.
10 So I endure everything for the sake of the chosen, so they too may gain the salvation in Christ Jesus, with eternal glory. જેઓને ઈશ્વરે પસંદ કર્યા છે તેઓને, મસીહ ઈસુમાં તારણ અને અનંત મહિમા પ્રાપ્ત થાય માટે હું આ બધું સહન કરું છું.
11 This saying is trustworthy: If we have died with him, we will also live with him; આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે: જો આપણે તેમની સાથે મૃત્યુ પામીએ, તો તેમની સાથે જીવીશું પણ ખરા;
12 if we endure, we will also reign with him; if we disown him, he also will disown us; જો અંત સુધી ટકી રહીએ, તો આપણે તેમની સાથે રાજ્ય કરીશું. જો આપણે તેમનો નકાર કરીએ તો, તો તે આપણો પણ નકાર કરશે.
13 if we are faithless, he remains faithful, for he cannot disown himself. જો આપણે અવિશ્વાસી હોઈએ, તોપણ તે વિશ્વાસુ રહે છે, કેમકે તેઓ પોતાનો નકાર કરી શકતા નથી.
14 Remind them of these things, and warn them before our Father not to quarrel over words—useless, and ruins those who listen. ઇશ્વરના લોકોને તું આ વાતોનું સ્મરણ કરાવજે. ખાલી શબ્દવાદ વિષે ઈશ્વર સમક્ષ તેઓને ચેતવણી આપ; કેમકે એનો કોઇ અથઁ નથી, અને ફકત તે સાંભળનારાઓનો નાશ કરે છે.
15 Do your best to present yourself to our Father approved, a worker unashamed, rightly handling the word of truth. ઈશ્વરની આગળ માન્ય થયેલા જેને શરમાવવાની કંઇ જરૂર ન હોય તેવી રીતે કામ કરનાર અને સત્યતા વચન સ્પષ્ટતાથી સમજાવનાર સેવક તરીકે પોતાને રજૂ કરવાને પ્રયત્ન કર.
16 But avoid empty, godless chatter; it leads people further into wickedness, અધમીઁ વાતોથી દૂર રહેજે, કેમકે જેઓ તેમાં ડૂબેલા રહેશે તેઓ વધુને વધુ અધમીઁ બનતા જશે.
17 and their talk will spread like gangrene. Among them are Hymenaeus and Philetus, તેમનો ઉપદેશ ઘારાની પેઠે ફેલાતી જશે; તેવાં માણસોમાં હુમનાયસ તથા ફિલેતસ છે.
18 who wandered away from the truth, claiming the resurrection already happened, and are undermining some people's faith. જેઓ સત્યથી ભટકી ગયા છે તેઓ કહે છે કે પુનરુત્થાન થઈ ગયું છે, અને તેઓ કેટલાકનાં વિશ્વાસનો નાશ કરે છે.
19 Yet our Father's firm foundation stands, sealed: "He knows those who are his," and "Let all who name his name turn from evil." પરંતુ ઈશ્વરનો નાંખેલો પાયો દ્રઢ રહે છે, જેના પર આ મુદ્રાલેખ મારેલી છે: “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે,” “અને જે કોઇ પ્રભુનું નામ કબુલ કરે છે તેણે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”
20 In a large house there are vessels not only of gold and silver, but also of wood and clay—some for honor, some for dishonor. મોટા ઘરમાં કેવળ સોના ચાંદીનાં જ નહિ, પણ લાકડાના અને માટીનાં પણ વાસણો હોય છે; કેટલાક ખાસ ઉપયોગ માટે અને કેટલાક સામાન્ય ઉપયોગ માટે વપરાય છે.
21 So if anyone purifies himself from these, he becomes a vessel of honor: holy, useful to the Master, ready for every good work. જે કોઇ પાછલી બાબતોથી પોતાને શુધ્ધ કરે છે તો તેઓ ઉત્તમ કાયઁને સારું પવિત્ર કરાયેલા માલીકને ઉપયોગી તથા સવઁ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર બનશે.
22 Flee youthful cravings; pursue righteousness, faith, love, and peace with those who call on the Lord from a pure heart. જુવાનીની દુષ્ટ ઇચ્છાઓથી નાસી જા, અને પ્રભુનું નામ શુધ્ધ હ્રદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાને પ્રયત્ન કર.
23 Have nothing to do with foolish, ignorant controversies; you know they breed quarrels. મૂર્ખતાભરેલા વાદવિવાદોમાં તું પડતો નહિ. કારણ કે, તું જાણે છે કે તેથી ઝઘડા જ થાય છે.
24 The Lord's servant must not be quarrelsome, but be gentle to all, able to teach, patient when wronged. પણ પ્રભુના સેવકે ઝઘડો કરવો નહિ, પણ તે બધા પ્રત્યે દયાળુ, શીખવવામાં કુશળ, સહનશીલ હોવો જોઈએ.
25 Gently correcting those who oppose him. Perhaps our Father will grant them repentance to know the truth, ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ, આશા રાખીએ કે ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની બુધ્ધિ આપે જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.
26 and they may sober up, escaping the devil's trap where he has held them captive to do his will. અને જેઓ શેતાનનાં ફાંદામાં ફસાયા છે તેઓ ભાનમાં આવશે અને તેમાંથી છુટશે, જેણે તેમને પોતાની ઇચ્છા પુરી કરવા માટે બંદીવાન બનાવ્યાં છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]