Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Peter 3 OGCB

Show OGCB only
Verse × ×
1 Beloved, this is now the second letter I write you; in both I stir up your sincere mind by reminder. પ્રિય મિત્રો, તમારાં પર આ મારો બીજો પત્ર છે. જે તે વિશે યાદ કરાવીને આ બંન્ને પત્રો દ્વારા હું તમને ચેતવણી આપું છું.
2 Remember the words the holy prophets spoke beforehand, and the command of our Lord and Savior given through your apostles. હું ઈચ્છું છું કે પવિત્ર પ્રબોધકો દ્રારા જે વચનો કહેવામાં આવ્યા હતાં અને આપણા પ્રભુ અને તારનારે તમારા પ્રેષિતોની મારફતે આપેલી આજ્ઞાને તમે યાદ કરો.
3 Know this first: mockers will come in the last days, mocking, following their own lusts. તે ઉપરાંત, તમારે એ સમજવું જોઈએ કે છેલ્લા દિવસોમાં ઠઠ્ઠા કરનારાઓ આવશે, જેઓ પોતાની દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ચાલશે.
4 They will ask, "Where is his promised coming? Since the fathers fell asleep, everything continues as it has since creation's beginning." તેઓ કહેશે, “તેમના ‘આગમનના’ વચનનું શું થયું? આપણા પૂવઁજો મૃત્યું પામ્યા ત્યારથી સૃષ્ટિના આરંભથી જે હતું તે બધું આજે પણ તેવું ને તેવું જ છે.”
5 They willfully ignore this: long ago, by our Father's word, heavens existed, and earth formed out of water and through water, પણ તેઓ જાણીબુઝીને આ વીસરી જાય છે કે ઘણાં સમય પહેલાં ઈશ્વરના શબ્દથી આકાશ અસ્તિત્વમાં આવ્યું અને પૃથ્વી પાણીમાંથી તથા પાણી વડે પૃથ્વીની રચના કરી હતી.
6 and through these the world of that time was deluged with water and perished. આ પાણીથી તે સમયનું જગત પણ જળપ્રલયમાં ડૂબીને નાશ પામ્યું.
7 By the same word, today's heavens and earth are stored up for fire, kept for the day of judgment and destruction of the wicked. એ જ શબ્દ દ્રારા હાલનાં આકાશ અને પૃથ્વી ન્યાયના દિવસ અને અધર્મીઓના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે રાખેલાં છે.
8 Don't overlook this, loved ones: with our Father, one day is like 1,000 years, and 1,000 years like one day. પરંતુ વહાલાં મિત્રો, આ એક વાત ભૂલશો નહિ પ્રભુની નજરમાં એક દિવસ હજાર વર્ષોના જેવો, અને હજાર વરસો એક દિવસનાં જેવાં છે.
9 Our Father isn't slow to keep his promise, as some think; he's patient with you, wanting no one to perish, but all to reach repentance. વિલંબનો જેવો અથઁ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે એવું ઇચ્છીને પ્રભુ તમારે માટે, ધીરજ રાખી રહ્યા છે.
10 But the day of our Lord Jesus will come like a thief: the heavens will vanish with a rushing sound, the elements will burn and melt, and the earth with all its works will be exposed. પણ પ્રભુનો દિવસ ચોરની માફક આવશે. ત્યારે ગર્જનાસહિત આકાશો અદ્રશ્ય થઈ જશે; ને તત્વો અગ્નિથી નાશ પામશે, અને પૃથ્વી તથા તેમાં જે કાંઈ છે તે સર્વ બાળી નાખવામાં આવશે.
11 Since all this will dissolve, what sort of people should you be? You should live holy lives, devoted to God, આ રીતે બધું જ નાશ પામશે, તો તમારે કેવાં લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ.
12 as you wait for and hasten the coming of our Father's day, when the heavens will be set ablaze and dissolved, and the elements melt in the heat. પ્રભુના આગમનના એ દિવસની તમે આતુરતાથી રાહ જુઓ અને તેમના આવવાનું જલદી થાય એવા પ્રયત્ન કરો. તે દિવસે આકાશોને બાળી નાંખશે અને તત્વો બળીને પીગળી જશે.
13 But as he promised, we wait for new heavens and a new earth, where righteousness lives. પણ, આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ અને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ જયાં કેવળ ન્યાયીપણું જ વસે છે.
14 So, beloved, awaiting these things, strive to be found by him in peace, spotless and without defect. એ માટે પ્રિય મિત્રો, એઓની રાહ જોઈને, તમે તેમની સાથે નિષ્કલંક અને નિદોઁષ થઇને શાંતિમાં રહેવાનો પ્રયત્ન કરો.
15 Regard our Lord's patience as salvation, just as our beloved brother Paul wrote you, with the wisdom given him, અને આપણા પ્રભુની ધીરજ એ તારણ છે એમ માનો, આપણા વહાલાં ભાઈ પાઉલે પણ ઇશ્વરે આપેલા જ્ઞાનથી તમને લખ્યું હતું.
16 as in all his letters, where he speaks about these things. Some parts are hard to understand, and the ignorant and unstable twist them—as they do the other Scriptures—to their own destruction. તે પોતાના બધાં પત્રોમાં એ જ રીતે લખે છે, અને આ બાબતો વિશે વાત કરે છે, તેના પત્રોમાં કેટલીએક વાતો સમજવાને અઘરી છે અને જેમ બીજા શાસ્ત્રોની જેમ એ વાતોનો પણ અજ્ઞાન અને અસ્થિર લોકો પોતાના નાશને માટે મારી મચડીને અવળો અર્થ કરે છે.
17 So then, loved ones, knowing this in advance, guard yourselves, so you aren't swept away by the error of lawless people and lose your own firm standing. તેથી, વહાલાં મિત્રો, તમને અગાઉથી ચેતવણી આપવામાં આવી છે, તેથી સાવધ રહો કે દુષ્ટોની ભૂલથી ખેંચાઈને તમે તમારી સ્થિરતાથી પડી ન જાઓ.
18 Grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ. To him be glory, now and to the day of eternity. Amen. પણ આપણા પ્રભુ અને તારનાર ઈસુ મસીહની કૃપા અને જ્ઞાનમાં વધતાં જાઓ. તેમને હમણાં અને સદાસર્વકાળ મહિમા હો! આમીન.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]