Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Peter 2 OGCB

Side by side with the Father's Heart Bible™

જૂઠા ઉપદેશકો અને તેમનો વિનાશ

1પરંતુ લોકોમાં જૂઠા પ્રબોધકો હતાં, જેમ તમારાંમાં પણ જૂઠા ઉપદેશકો છે. તેઓ ગુપ્ત રીતે પાખંડ ફેલાવશે, અને જે પ્રભુએ તેમનો ઉધ્ધાર કયોઁ તેમનો નકાર કરશે, અને પોતાના પર ઉતાવળે વિનાશ લાવશે. 2ઘણાં લોકો તે પ્રમાણે વર્તશે. અને સત્યનાં માર્ગને બદનામ કરશે. 3પોતાના લોભમાં આ શિક્ષકો ખોટી વાતાઁઓ દ્રારા તમારું શોષણ કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેમનો વિનાશ ઊંઘતો નથી.

4કેમકે જે દૂતોએ પાપ કર્યું તેઓને પણ ઈશ્વરે છોડ્યા નહિ, પણ સાંકળોથી બાંધીને ન્યાયના દિવસ સુધી નરકનાં ગાઢ અંધકારમાં નાંખી દીધા; 5જો કે પ્રાચીન જગતને તેના અધમીઁ લોકો પર જળપ્રલય લાવ્યા, પણ ન્યાયપણાના ઉપદેશક નૂહને અને તેની સાથેના સાત માણસોને બચાવ્યાં; 6અને અધમીઁઓનું શું થવાનું છે તેનું ઉદાહરણ આપવાં માટે સદોમ અને ગમોરા શહેરોને પણ બાળીને ભસ્મ કરી નાંખ્યાં; 7અને જો તેમણે લોતને બચાવ્યો, જે એક ન્યાયી માણસ હતો, જે અધમીઁઓના દુરાચારથી ત્રાસ પામતો હતો 8(કેમકે તે ન્યાયી માણસ તેઓની સાથે રહેતો હતો તેઓના દુષ્ટ કૃત્યો જોઈને અને સાંભળીને પોતાના ન્યાય આત્મામાં દુઃખી થતો હતો) 9જો એમ હોય તો પ્રભુ જાણે છે કે ન્યાયના દિવસે ધામિઁક લોકોને કેવી રીતે પરીક્ષણોથી બચાવવાં અને અન્યાયીઓને શિક્ષા હેઠળ રાખી મૂકવાનું જાણે છે. 10આ ખાસ કરીને એ લોકો માટે સાચું છે કે જેઓ પોતાની ભૂંડી શારીરિક વાસનાઓ પ્રમાણે ચાલે છે, અને સત્તાને ધિક્કારે છે. ઘમંડી અને સ્વછંદી થઈને અધિકારીઓનું અપમાન કરતાં ડરતાં નથી;

11જો કે દૂતો, વિશેષ બળવાન અને શક્તિમાન હોવાં છતાં, પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતાં નથી. 12પણ આ લોકો જે બાબતો સમજી શકતા નથી તેમાં નિંદા કરે છે. તેઓ મૂખઁ પ્રાણીઓ જેવા છે, જેઓ પકડાઈને મારી નંખાવાને માટે સર્જાયેલાં છે, અને પ્રાણીઓની જેમ તેઓ પણ નાશ પામશે.

13તેઓએ કરેલાં નુકશાનનો બદલો તેમને નુકશાન સાથે મળશે. તેઓ ધોળા દિવસે સુખભોગમાં આનંદ માણે છે. તેઓ ડાઘ અને કલંકરૂપ છે. તેઓ પ્રેમભોજનમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે; 14તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે; અને પાપ કરતાં બંધ નથી પડતી; તેઓ અસ્થિર લોકોને ફસાવે છે; તેઓ લોભમાં કેળવાયેલા છે; તેઓ શાપના છોકરાં છે! 15તેઓ સીધો માર્ગ છોડી ને અવળે માગેઁ ભટકી ગયેલાં છે અને બેઓરના દીકરા બલામની માફક અવળે માર્ગે ચાલ્યા છે, જેને દુષ્ટતાનું ફળ પ્રિય હતું 16પણ તેને તેના અધમઁને લીધે એક ગધેડા દ્રારા તેને ઠપકો આપવામાં આવ્યો, એક મૂંગા પ્રાણી, જેણે માણસની વાણીમાં વાત કરી પ્રબોધકની ઘેલછાને અટકાવી.

17આ લોકો પાણી વગરનાં ઝરણાં અને તોફાનથી ઉડતાં ધુમ્મસ જેવા છે, તેઓને માટે ઘોર અંધકાર રાખી મૂકેલો છે. 18કેમકે તેઓ ખાલી બડાઇ મારતી વાતો બોલે છે, અને દૈહીક ઇચ્છાઓને આકષિઁત કરીને, એવા લોકોને બચાવે છે જેઓ હમણાં જ ભૂલમાં જીવતાં લોકોથી બચી રહયાં છે. 19તેઓ તેમને સ્વતંત્રતાનું વચન આપે છે, જયારે તેઓ પોતે દુષ્ટતાના ગુલામ છે, કેમકે “માણસને જે કોઈ જીતે છે તેને તે પોતાનો દાસ કરી લે છે” 20આપણા પ્રભુ અને તારનાર ઈસુ મસીહને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં ભૂંડી થાય છે. 21એક વાર ન્યાયપણાનો માગઁ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું, તે કરતાં તેઓએ તે માગઁ વિશે અજાણ્યા રહ્યાં હોત તો સારું થાત. 22“કૂતરું પોતાની ઓક તરફ,” અને “ધોયેલી ભૂંડણ કાદવમાં આળોટવા સારું પાછી જાય છે,” આ કહેવત સાચી છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]