Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 John 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1વડીલ, ઈશ્વરની પસંદ કરેલી બહેન અને તેનાં બાળકો, જેમને હું પુષ્કળ પ્રેમ કરું છું, અને માત્ર હું નહિ પણ સવઁ સત્ય જાણનારાં,

2સત્યની ખાતર, જે સત્ય આપણામાં રહે છે, અને સવઁકાળ સુધી રહેવાનું છે:

3ઈશ્વર પિતાથી તથા પિતાનાં પુત્ર ઈસુ મસીહથી આપણને દયા, કૃપા તથા શાંતિ, સત્યમાં તથા પ્રેમમાં રહેશે.

4જેમ પિતાએ આજ્ઞા આપી છે તેમ, તારાં કેટલાંક બાળકો સત્યમાં ચાલતાં મે જોયા છે, તેથી મને ઘણો આનંદ થાય છે. 5હવે બહેન, હું તને નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા મળેલી છે તે લખીને તને વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ કરીએ. 6આપણે તેમની આજ્ઞા પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે: જેમ તમે આરંભથી સાંભળ્યું તેમ તમે પ્રેમમાં ચાલો એ જ તેમની આજ્ઞા છે,

7કેમકે જગતમાં ઘણાં ભમાવનારાં ઊભા થયા છે, ઈસુ મસીહ શરીર ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા એવું તેઓ માનતા નથી. તેવાં લોકો જ ભમાવનારાં તથા મસીહ વિરોધીઓ છે. 8તમે સાવધ રહો, જેથી અમે જે કામ કયુઁ છે, તેનો તમે નાશ ન કરો, પણ તેનું પુરું પ્રતિફળ પામો. 9જે કોઇ હદ બહાર જાય છે, અને મસીહના શિક્ષણને વળગી રહેતો નથી, તેને ઈશ્વર નથી; શિક્ષણને જે વળગી રહે છે તેને પિતા તથા પુત્ર બન્ને છે. 10કોઈ માણસ તમારી પાસે આવે, અને આ શિક્ષણ ન લાવે, તો તેને તમારાં ઘરમાં પેસવાં દેશો નહિ તથા તેમને આવકારશો નહિ. 11જે કોઇ એવાને આવકારે છે તે પણ તેની દુષ્ટતામાં ભાગીદાર થાય છે.

12મારે કહેવાનું તો ઘણું છે, પણ એ બધું જ હું કાગળ કે શાહીથી લખવાં માગતો નથી. તેને બદલે, હું તમારી મુલાકાત કરવાની આશા રાખું છું અને મોંઢામોઢ વાત કરવા માગું છું, જેથી આપણો આનંદ સંપૂર્ણ થાય.

13ઈશ્વરે પસંદ કરેલી તારી બહેનનાં બાળકો, જે ઇશ્વરથી પસંદ કરાયેલી છે, તે તમને ક્ષેમકુશળ કહે છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]