Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 9 OGCB

Side by side with the Father's Heart Bible™

1પ્રભુના લોકોની આ સેવા વિશે મારે તમને લખવાની કંઇ જરૂર નથી. 2કેમકે તમારી મદદ કરવાની આતુરતા હું જાણું છું, હું મકદોનિયાના લોકોને તે વિશે ગવઁ થી કહું છું કે ગયા વરસથી તમે અખાયામાં દાન આપવાની તમારી એ આતુરતાથી બીજાઓને ઉત્તેજન મળ્યું છે. 3ભાઈઓને હું તમારી પાસે મોકલું છું. તમારે વિશે મેં ગૌરવપૂર્વક જે વાત કરી છે તે સંબંધી હું ખોટો ન પડું, મેં કહ્યું તેમ તમે તૈયાર રહો. 4મકદોનિયાના ભાઈઓમાંથી જો કોઈ મારી સાથે આવે અને મેં તેઓની આગળ કરેલાં વખાણ પ્રમાણે તૈયાર થયેલા ન જુએ, અમારે તમારા વિશે કંઇ કહેવાની જરૂર નથી, તો મારે નીચું જોવાનું થાય અને એ ખાતરીને લીધે તમારે પણ શરમિંદા થવું પડે. 5તેથી ભાઈઓને મેં વિનંતી કરવી જરૂરી માની કે તેઓ અગાઉથી તમારી પાસે આવે અને તમે જે ઉદાર દાન આપેલાં વચન પ્રમાણે એકત્ર કરીને તૈયાર રાખે, જેથી તે ઉદાર દાન પરાણે આપેલું નહિ પણ, હ્રદયપૂર્વકની ભેટ હોય.

ઉદારતાને પ્રોત્સાહન

6યાદ રાખો કે: જે કોઈ નજીવું વાવે છે તે નજીવું પામશે. અને જે ઉદારતથી વાવે છે તે ઉદારતાથી લણશે. 7દરેકે અગાઉથી પોતાના હ્રદયમાં નક્કી કર્યા પ્રમાણે આપવું, અનિચ્છાએ નહિ કે ફરજથી નહિ, કારણ કે ઈશ્વર ખુશીથી આપનારને ચાહે છે. 8ઈશ્વર તમને ભરપૂરપણે આશીઁવાદ આપવાં શકિતમાન છે. જેથી તમારી પાસે હંમેશ જરૂરી સર્વ હોય, ને તમે દરેક સારા કામમાં ભરપૂર થાઓ. 9જેમ લખેલું છે તેમ:“તેણે વેયુઁ છે, તેણે ગરીબોને આપ્યું છે;તેનું ન્યાયપણું સવઁકાળ ટકે છે”

10હવે જેને, વાવવા માટે બી અને ખોરાકને માટે રોટલી આપે છે, તે તમારા બીજનો સંગ્રહ પણ પૂરો પાડશે અને વધારશે તે તમારા ન્યાયપણાના પાકને વધારશે. 11તમે દરેક રીતે સમૃધ્ધ થશો, જેથી તમે દરેક પ્રસંગે ઉદાર બની શકો, અને તમારા દ્રારા તમારી ઉદારતા આભારી હદયે ઈશ્વરની સ્તુતિ કરશે.

12આ સેવા તમે જે કરો છો તે ફકત પ્રભુના લોકોની જરૂરિયાતો જ પૂરી કરતી નથી, પણ ઈશ્વર પ્રત્યે આભારસ્તુતિ પુષ્કળ ફળ ઉત્પન્ન કરે છે. 13તમે જે સેવા દ્રારા પોતાને સાબિત કયાઁ છે તેના કારણે, મસીહના સુસમાચારની પ્રત્યે તમે આપેલી કબૂલાતને તમે આધીન રહો છો, અને તેઓને માટે તથા સવઁને માટે પુષ્કળ દાન આપ્યા છે, તેને લીધે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે. 14અને તમારાં પર ઈશ્વરની અજાયબ કૃપાને લીધે તેઓ પોતે પણ તમારે માટે પ્રાથઁના કરીને તમારા પર ઘણી મમતા રાખે છે. 15ઈશ્વરના અવર્ણનીય દાનને માટે તેમની સ્તુતિ થાઓ!

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]