Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 8 OGCB

Side by side with the Father's Heart Bible™

પ્રભુના લોકો માટે ઉઘરાણું

1અને હવે, ભાઈઓ અને બહેનો, ઈશ્વરે મકદોનિયાની મંડળીઓ પર કેટલી બધી કૃપા દર્શાવી છે એ વિશે અમે તમને જણાવીએ છીએ. 2ઘણી મુશ્કેલીઓ અને ભારે કસોટી થયાં છતાં તેઓ પુષ્કળ આનંદથી ભરપૂર હતા, અતિશય ગરીબાઈ હોવા છતાં તેઓની ઉદારતારૂપી સમૃધ્ધિ વધી ગઈ. 3કેમકે તેઓ જેટલું આપી શક્યા તેટલું આપ્યું, અને પોતાની શકિત ઉપરાંત આપ્યું. તેઓએ પોતાની સ્વેચ્છાપૂર્વક ખુશીથી આપ્યું. 4તેઓએ પ્રભુના લોકોની સેવામાં ભાગીદાર થવા માટે અમને આગ્રહપૂવઁક વિનંતી કરી. 5વળી તેઓએ અમારી અપેક્ષા કરતાં પણ વધું કયુઁ, તેઓએ પહેલાં પ્રભુને, અને પછી ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. 6તેથી અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે પહેલાં શરૂઆત કરી હતી તે જ પ્રમાણે તે તમારામાં આ કૃપા કાયઁનું સંપૂણઁ કરે. 7પણ તમે તો બધી બાબતોમાં ઉત્તમ છો, એટલે કે વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, ભારે ઉત્સાહમાં, અને અમારા દ્રારા પ્રગટ થયેલા પ્રેમમાં તેમજ આપવાની ઉદારતાની કૃપામાં પણ.

8હું તમને આજ્ઞા કરતો નથી, પણ બીજાઓનાં ઉત્સાહ સાથે સરખામણી કરીને તમારા પ્રેમનું પારખું કરવા માંગુ છું. 9કેમકે તમે આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે માટે ગરીબ બન્યા, એ માટે કે તેમની ગરીબાઈથી તમે ધનવાન થાઓ.

10અને આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું કે તમારે માટે શું યોગ્ય છે. ગયા વષેઁ તમે ફકત આપવામાં જ નહિ, પણ તેમ કરવા તમારી ઇચ્છા પણ હતી. 11હવે એ કામ પૂરું કરો, જેથી તમારી ઉત્સુકતા અને તમારી અને તે પ્રમાણે કરવાની તમારી ઇચ્છા પૂરી થાય. 12કેમકે જો ઈચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.

13અમારી એવી ઇચ્છા નથી કે બીજા તમારા પર દબાણ કરે, અને તેઓને રાહત મળે, પણ સમાનતાને ધોરણે થાય, 14હાલનાં સમયમાં તમારી પુષ્કળતા તેમની જરૂરિયાત પૂરી પાડશે, જેથી તેમની પુષ્કળતા તમારી જરૂરિયાત પૂરી પાડે. ધ્યેય તો સરખો છે. 15જેમ લખેલું છે: જેણે વધારે ભેગું કર્યું હતું તેને વધી પડયું નહિ, અને જેણે થોડું ભેગું કર્યું તેને ખૂટી પડ્યું નહિ.

તિતસને ઉઘરાણાં માટે મોકલવામાં આવ્યો

16મને તમારાં પ્રત્યે જેવી લાગણી છે તેવીજ લાગણી ઈશ્વરે તિતસના હૃદયમાં જન્માવી છે. તેથી હું ઈશ્વરનો આભાર માનું છું. 17કેમકે તિતસે અમારી વિનંતી માની, એટલું જ નહિ, પણ તે ખુબ ઉત્સાહથી અને પોતાની ઇચ્છાથી તમારી પાસે આવ્યો છે. 18તેની સાથે બીજા એક ભાઈને હું મોકલું છું જેની સુસમાચારની સેવા માટે બધી મંડળીઓમાં તેની કીઁતિ સારી છે. 19એટલું જ નહિ, મંડળીઓ દ્રારા તેમને અમારી સાથે દાન લઇ જવા માટે પસંદ કરેલાં છે, આમાં પ્રભુને મહિમા મળે છે, અને એકબીજાને સહાયરૂપ થવા માટેની આપણી તત્પરતા પ્રદર્શિત થાય છે. 20અમે આ ઉદાર ભેટનાં વહીવટને વિશે કોઈ પણ પ્રકારની ટિકા ટાળવા માંગીએ છીએ. 21કેમકે અમે ફકત પ્રભુની નજરમાં જ નહિ, પણ માણસોની નજરમાં પણ જે સારૂં છે તે કરવા માંગીએ છીએ.

22ઉપરાંત, તેઓની સાથે હું બીજા એક ભાઈને પણ મોકલું છું. જેણે ઘણીવાર ઘણી રીતે અમને ઉત્સાહી સાબિત કયાઁ છે, અને હવે તમારા પરના વધુ વિશ્વાસને કારણે તે વધું ઉત્સાહી છે. 23જો કોઈ પૂછે કે, તિતસ કોણ છે તો કહેજો કે તે મારો સાથી ભાઈ અને સહકાર્યકર છે. બીજા બે ભાઈઓ કે જેઓ મંડળીનું પ્રતિનિધિત્વ અને મસીહનો મહિમા છે. 24એ માટે આ માણસોને તમારા પ્રેમનો પુરાવો અને તમારા પરનું અમારું ગવઁ કરવાનું કારણ બતાવો, જેથી મંડળીઓ જોઈ શકે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]