Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

2 Corinthians 11 OGCB

Side by side with the Father's Heart Bible™

પાઉલ અને જૂઠા પ્રેષિતો

1મારા થોડાઘણા મૂર્ખપણાંનું સહન કરો તો સારું; પણ તમે સહન તો કરો છો. 2કેમકે ઇશ્વરી ચિંતાથી હું તમારા વિષે ચિંતાતુર છું; કેમકે એક પતિ સાથે મેં તમારો વિવાહ કયોઁ છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને મસીહને સોંપુ. 3જેમ સપેઁ કપટથી હવાને છેતરી તેમ પ્રભુ પ્રત્યેના તમારાં નિખાલસ અને શુધ્ધ મસીહ પ્રત્યેનાં ભકિતભાવમાંથી તમે પણ કોઈ રીતે ચલિત થઈ જાઓ એવો મને ભય લાગે છે. 4કેમકે જો કોઇ આવીને અમે જે ઈસુને પ્રગટ કર્યા છે તેમને બદલે કોઈ તમને બીજા ઈસુ વિશે જણાવે, અથવા જે પવિત્ર આત્મા તમને મળેલો છે તેને બદલે જુદો આત્મા તમે પામો, અથવા તમે જે પામ્યાં છો તેનાથી અલગ બીજા કોઈ સુસમાચાર તમે પામો, કે જે તમે સહેલાઈથી માની લો એવા છો!

5જો કે “ઉત્તમ પ્રેષિતો” મારા કરતાં કોઈ પણ રીતે ચઢીયાતા હોય એવું મને લાગતું નથી. 6જો કે હું સારો વકતા નથી, પણ જ્ઞાન તો ધરાવું છું. અને આ વાત મેં તમારી આગળ સ્પષ્ટ કરેલી છે. 7તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કયોઁ, એટલે તમને અમે ઇશ્વરના સુસમાચાર મફત પ્રગટ કયાઁ, એમાં મેં શું પાપ કયુઁ? 8તમારી સેવા કરી શકું એ માટે મેં બીજી મંડળીઓએ ને લૂંટીને તમને મદદ કરી. 9વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડયા છતાં પણ હું કોઈને ભારરૂપ થયો નહિ; કેમકે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા; તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી; અને હું સવઁ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહયો, અને દૂર રહીશ. 10મારાંમાં રહેલી મસીહની સત્યતાથી હું કહું છું કે આખા અખાયાના કોઈ પણ પ્રદેશમાં મારા આ અભિમાનને કોઈ અટકાવી શકશે નહિ. 11શા માટે? શું હું તમારાં પર પ્રેમ રાખતો નથી તેથી? પ્રભુ જાણે છે.

12પણ હું જે કામ કરું છું તે ચાલુ જ રાખીશ કે, જેથી તેઓ અમારી સાથે અભિમાન કરવાની તક ઈચ્છે છે તેઓને જમીન પરથી ઉતારી શકાય. 13કેમકે આવા લોકો જૂઠા પ્રેષિતો, કપટથી કામ કરનારાં મસીહના પ્રેષિતોનો વેશ ધારણ કરે છે. 14અને એમાં કશી જ નવાઈ લાગતી નથી. શેતાન પણ પ્રકાશનાં દૂતનો વેશ ધારણ કરે છે. 15તેથી તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો એમાં કંઈ નવાઈ નથી. તેઓનાં કામોને પ્રમાણે તેઓનો અંત થશે.

પાઉલ પોતાનાં દુઃખો વિશે અભિમાન કરે છે

16હું ફરીથી કહું છું કે: કોઈ મને મૂર્ખ ન માનતા. પણ જો તમે એમ જ માનતા હો તો મને મૂખઁની જેમ સહન કરો, જેથી હું થોડુંક અભિમાન કરું. 17આ અભિમાન કરવામાં હું પ્રભુની જેમ નહિ પણ મૂર્ખની માફક બોલું છું. 18ઘણાં લોકો સાંસારીકની જેમ અભિમાન કરે છે, તેથી હું પણ અભિમાન કરીશ. 19કેમકે તમે પોતે ઘણાં બુધ્ધિમાન છો, તેથી તમે ખુશીથી મૂખોઁને સહન કરો છો! 20હકીકતમાં જે કોઈ તમને ગુલામ બનાવે છે, તમારો ગેરલાભ ઉઠાવે છે, તમારું શોષણ કરે છે, જો કોઈ પોતાને મોટો મનાવે છે, કે તમને મોં પર તમાચો મારે છે, તેને પણ તમે સહન કરો છો! 21મને કહેતાં શરમ લાગે છે કે અમે તેનાં માટે નિબઁળ હતા, બીજું કોઈ જે કાંઈ વિશે અભિમાન કરવાની હિમંત કરે છે, હું મુઁખ તરીકે બોલું છું, હું પણ તે વિશે અભિમાન કરવાની હિમંત કરું છું.

22શું તેઓ હિબ્રૂઓ છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયેલીઓ છે? તો હું પણ છું. શું તેઓ અબ્રાહમના વંશજ છે? તો હું પણ છું. 23શું તેઓ મસીહનાં સેવકો છે? (આ હું એક ઘેલાં માણસની જેમ કહું છું.) હું તેઓના કરતાં વિશેષ છું, મેં તેઓના કરતાં કઠિન પરિશ્રમ કર્યા છે, વારંવાર જેલ ભોગવી છે, બેસુમાર ફટકા ખાધા છે, અને અનેકવાર મોતનો સામનો કર્યા છે. 24પાંચ વખત યહૂદીઓએ ઓગણ ઓગણ ચાળીસ ફટકાનો માર માર્યો. 25ત્રણ વાર મેં લાઠીઓનો માર ખાધો, એક વાર મારા પર પથ્થરમારો થયો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક વાર આખી રાત અને આખો દિવસ હું દરિયામાં પડી રહ્યો. 26મેં લાંબી મુસાફરીઓ કરી છે. નદીઓના ભયમાં, લૂંટારુંઓના ભયમાં, મારા પોતાના યહૂદી લોકોનાં ભયમાં, અને વિદેશીઓનાં ભયમાં, વળી શહેરોનાં અને દેશોનાં ભયમાં તથા સમુદ્રના ભયમાં; અને ખોટા વિશ્વાસીઓના ભયમાં રહ્યો છું. 27મેં થાક, દુઃખ, ઉજાગરા સહન કર્યા છે, ઘણીવાર મને ભૂખ અને તરસનો અનુભવ થયો છે. અને ઘણીવાર ખાધા વગર રહ્યો છું, ઠંડી તથા નગ્નતાનો અનુભવ કયોઁ છે. 28આ સર્વ ઉપરાંત મને મંડળીઓની પરિસ્થિતિ વિશેની ચિંતા સતત રહ્યા કરે છે. 29કોણ નિબઁળ છે, અને શું હું નિબઁળ નથી લાગતો? કોઈ તમને પાપમાં દોરતું હોય અને શું હું અંદરથી બળતો નથી?

30પણ જો હું અભિમાન કરવા ચાહું તો મારી નિર્બળતા વિશે હું અભિમાન કરીશ. 31આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા ઈશ્વર કે, જે સદાસર્વકાળ સ્તુત્ય છે તે જાણે છે કે, હું જૂઠું બોલતો નથી: 32દમાસ્કસના આરેતાસ રાજાનાં રાજ્યપાલે મને પકડવા માટે શહેરનાં દરવાજે ચોકીપહેરો ગોઠવ્યો હતો. 33પણ શહેરનાં કોટ પરની બારીમાંથી ટોપલામાં બેસાડીને મને નીચે ઉતારી દેવામાં આવ્યો અને તેના હાથમાંથી હું બચી ગયો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]