Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Thessalonians 2 OGCB

Side by side with the Father's Heart Bible™

થેસ્સાલોનિકામાં પાઉલનું સેવાકાર્ય

1ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે તમારી સાથેની અમારી મુલાકાત નિષ્ફળ ગઈ નથી. 2ફિલિપ્પીમાં અમારે જે દુઃખ અને અપમાન સહન કરવા પડયાં તે તમે જાણો છો. તોપણ ઘણા કષ્ટથી તમને સુસમાચાર નીડરતાથી જણાવવાને ઈશ્વરે અમને હિંમત આપી. 3કેમકે અમારા બોધમાં છળ કે અશુધ્ધતા કે કપટ નહોતું; કે અમે તમને છેતરવા માંગતા ન હતા. 4પણ જેમ ઈશ્વરે સુસમાચારનો ઉપદેશ કરવાને અમને પસંદ કયાઁ, તેમ અમે માણસોને પ્રસન્ન કરનારની પેઠે નહિ, પણ અમારા હ્રદયોના પારખનાર ઇશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. અમે ઈશ્વરના સંદેશાવાહક તરીકે બોલીએ છીએ. 5તમે જાણો છો કે તમારી ખુશામત કરી ન હતી અને ઢોંગ કરી લોભ પણ કર્યા ન હતો, એ વિશે ઈશ્વર અમારા સાક્ષી છે; 6મસીહના પ્રેષિત હોવાને લીધે અમને તમારાં તરફથી માન પામવાનો અધિકાર હતો, છતાં લોકો કે, તમે પોતે કે બીજા કોઈ અમારી પ્રશંશા કરે એવી ઇચ્છા પણ અમે રાખી ન હતી. 7તેના બદલે, અમે તમારી મધ્યે જુવાન બાળકો જેવા હતા, જેમ એક ધાવણી માતા પોતાના બાળકોની સંભાળ રાખે છે,

8અમે તમારી સંભાળ રાખીએ છીએ. કેમકે અમે તમને ખૂબ પ્રેમ કરતા હતા, તમને કેવળ ઇશ્વરના સુસમાચાર પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા. 9ભાઈઓ અને બહેનો અમારો પરિશ્રમ અને કષ્ટ શું તમને યાદ છે; અમે તમને કોઈ પણ રીતે બોજારૂપ ન બનીએ માટે તમારી મધ્યે સુસમાચાર પ્રગટ કરવા અમે રાતદિવસ સખત મહેનત કરી હતી. 10તમો સર્વ વિશ્વાસીઓ પ્રત્યે અમે જે પવિત્ર, ન્યાયી અને નિર્દોષ વ્યવહાર કર્યો હતો તે વિશે તમે અને ઈશ્વર અમારા સાક્ષી છો. 11પિતા પોતાના બાળકો સાથે વર્તે તે જ રીતે અમે પણ તમારી સાથે વર્તતા હતા. તમને શિક્ષણ, પ્રોત્સાહન અને ચેતવણી આપતાં હતા 12ઉતેજન, બોધ અને ચેતવણી આપતાં હતા કે ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો, કે જે પોતાના રાજય અને મહિમામાં બોલાવે છે.

13વળી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે જયારે અમે તમને સુસમાચાર સંભળાવ્યો ત્યારે તમે તેને માનવી સંદેશા તરીકે નહિ પણ ઈશ્વરના વચન તરીકે સ્વીકાયોઁ, અને તે જ તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે. 14ભાઈઓ અને બહેનો કે જેઓ મસીહ ઈસુમા છે, યહૂદીયાની મંડળીનું અનુકરણ કરનારાં તમે થયા; કેમકે જેમ તેઓએ યહૂદીઓ તરફથી સતાવણી સહન કરી હતી તેમ તમે પણ તમારાં જ લોકો તરફથી સતાવણી વેઠી. 15જેઓએ ઈસુને માયાઁ અને પ્રબોધકોને અને અમને કાઢી મૂક્યાં; તેઓ ઇશ્વરને પ્રસન્ન કરતાં નથી, સઘળાં માણસોના વિરોધી છે. 16વિદેશીઓ તારણ ન પામે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે; તેથી તેઓ નિત્ય પોતાનાં પાપનો ઘડો ભરે છે; પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂકયો છે.

થેસ્સાલોનિકીઓને પાઉલની મળવાની ઝંખના

17ભાઈઓ અને બહેનો, અમે મનથી નહિ પણ થોડા સમય દેહથી તમારાંથી છૂટાં પડયાં, જો કે અમારા હૃદયથી તમને ફરી મળવાને અમે ઘણાં ઉત્સુક છીએ. 18તમારી પાસે આવવાને અમે આતુર છીએ, મેં પાઉલે વારંવાર પ્રયત્ન પણ કર્યા, પરંતુ શેતાને અમને અટકાવ્યા. 19કેમકે અમારી આશા, આનંદ અને ગર્વનો મુગટ તમે જ છો. આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમન સમયે તેમની સમક્ષ તમે જ એ મુગટ નથી? 20ખરેખર, તમે જ અમારો આનંદ અને મહિમા છો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]