Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Thessalonians 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1થેસ્સાલોનિકાની મંડળીના સર્વને લખનાર પાઉલ, સિલાસ તથા તિમોથી, ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ મસીહ તરફથી તમારાં પર કૃપા તથા શાંતિ થાઓ:

થેસ્સલોનિકીઓના વિશ્વાસને લીધે આભારસ્તુતિ

2તમારાં માટે અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ અને અમારી પ્રાર્થનાઓમાં તમને સતત યાદ કરીએ છીએ. 3આપણા ઈશ્વર તથા બાપની આગળ તમારાં વિશ્વાસપૂવઁક કામ, પ્રેમપૂવઁક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ મસીહ પર ધીરજથી રાખેલી દ્રઢ આશા, અમે નિરંતર સંભારીએ છીએ.

4ભાઈઓ અને બહેનો આપણે જાણીએ છીએ કે ઈશ્વરને તમે પ્રિય છો અને તેમણે તમને પસંદ કર્યા છે. 5કેમકે અમારા સુસમાચાર માત્ર શબ્દો જ ન હતા, પરંતુ પવિત્ર આત્માના સામર્થ્ય સાથે હતા અને તમને ખાતરી કરી આપી. વળી તમારામાં અમે કેવું જીવન જીવ્યા એ તમે જાણો છો. 6માટે તમે અમને અને પ્રભુને અનુસરનારા થયા. જો કે તમારે ઘણાં સંકટો અને દુઃખો સહન કરવાં પડયાં, તોપણ તમે તે સંદેશો પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો. 7એ રીતે તમે મકદોનિયા અને અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ બન્યા. 8તમારી મારફતે ઈશ્વરનું વચન ફકત મકદોનિયા અને અખાયામાં પહોંચ્યું છે એટલું જ નહિ, પણ સવઁ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો; એ વિષે અમારે કંઈ કહેવાની જરૂર નથી. 9કેમકે તેઓએ પોતે અમારો કેવો આવકાર કયોઁ તેના વિષે અમને જણાવ્યું છે. તમે મૂર્તિઓ તરફથી કેવી રીતે સત્ય અને જીવંત ઈશ્વર તરફ ફર્યા તે વિશે લોકો અમને કહે છે, 10વળી સ્વર્ગમાંથી તેમના પુત્ર જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા તેની તમે રાહ જુઓ છો, ઈસુ કે જે આપણને આવનાર ભયંકર કોપથી બચાવે છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]