Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Corinthians 2 OGCB

Side by side with the Father's Heart Bible™

1ભાઈઓ અને બહેનો, મારી સાથે પણ એવું જ બન્યું, જયારે હું તમારી પાસે આવ્યો ત્યારે મેં તમને ઈશ્વર વિશેની સાક્ષી પ્રગટ કરતી વખતે મે વાકછટા કે માનવીય જ્ઞાન બતાવ્યું નહિ. 2કેમકે મેં તમારી સાથે રહીને ઈસુ મસીહ અને તેમને ક્રૂસ પર જડાયેલા સિવાય બીજું કંઇજ ન જાણવાનો નિણઁય કયોઁ હતો. 3હું તમારી પાસે નિર્બળતામાં બીક અને ધ્રુજારી સાથે આવ્યો હતો. 4મારો સંદેશો અને મારો ઉપદેશ જ્ઞાન અને સમજાવ ભયાઁ શબ્દોથી ન હતો, પણ આત્માના સામથ્યઁનાં પ્રમાણ પર હતો. 5જેથી તમારો વિશ્વાસ માણસોનાં જ્ઞાન પર નહિ પણ ઈશ્વરના સામથ્યઁ પર હોય.

આત્મા દ્ઘારા ઈશ્વરનું જ્ઞાન પ્રગટ થયું

6પણ, અમે પરીપકવ લોકોમાં જ્ઞાનનો સંદેશો બોંલીએ છીએ, પણ આ જમાનાનું જ્ઞાન નહિ કે આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન નથી. 7ના, અમે ઈશ્વરનું જ્ઞાન, ગુપ્ત રહસ્ય, અને આપણા મહિમા માટે ઈશ્વરે જે સમય શરૂ થાય તે પહેલાં નક્કી કર્યુ હતુ તે જાહેર કરીએ છીએ. 8આ જમાનાનાં સત્તાધીશો તે સમજી શક્યાં નથી, કેમકે જો તેઓ સમજી શક્યાં હોત, તો તેઓએ ગૌરવવાન પ્રભુને ક્રૂસે જડયાંં ન હોત. 9પણ જેમ લખેલું છે:“જે વાનાં આંખે જોયા નથી,અને સાંભળ્યાં નથી,અને માણસનાં મનમાં પેઠાં નથી”જે બાબતો ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓ માટે તૈયાર કરેલી છે.

10આ વાતો ઈશ્વરે પોતાના આત્મા દ્વારા આપણને પ્રગટ કરી છે. આત્મા બધી બાબતોને, ઇશ્વરનાં ઊંડા વિચારોને પણ શોધે છે.

11કેમકે કોઈ પણ માણસની વાતો તેનામાં જે આત્મા સિવાય કોણ જાણે છે? તેવીજ રીતે ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજું કોઈ જાણતું નથી. 12આપણે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છે. જેથી આપણે સમજી શકીએ કે ઈશ્વરે આપણને વિના મૂલ્યે શું આપ્યું છે. 13માનવી જ્ઞાન દ્ઘારા શીખવેલી ભાષામાં નહિ, પણ આત્મા દ્ઘારા શીખવેલા શબ્દોથી આત્મિક વાસ્તવિકતાઓ સમજાવીએ છીએ. 14જે વ્યકિતમાં આત્મા નથી તે ઈશ્વરના આત્મા તરફથી આવતી વાતો સ્વીકારતો નથી, પણ તેને તે મૂર્ખતા ભરેલી લાગે છે. અને તેને સમજી શકતો નથી કેમકે તેઓ ફકત આત્માથી જ પારખી શકાય છે. 15માણસ આત્માથી બધી બાબતોનો ન્યાય કરે છે, પણ એવી વ્યક્તિ ફકત માનવીય ન્યાયને આધીન નથી. 16માટે,“પ્રભુનું મન કોણે જાણ્યું છે?કે તે તેને શીખવી શકે,”પણ અમને તો મસીહનું મન છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]