Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

1 Corinthians 1 OGCB

Side by side with the Father's Heart Bible™

1ઈશ્વરની ઇચ્છાથી, મસીહ ઈસુના પ્રેષિત થવા માટે તેડાયેલ પાઉલ તથા ભાઈ સોસ્થેનેસ,

2કરિંથમાંની ઈશ્વરની મંડળી, મસીહ ઈસુમાં પવિત્ર થયેલા, અને પવિત્ર થવા માટે બોલાવેલા લોકોને, જેઓ હરકોઇ જગ્યાએ આપણા પ્રભુ ઈસુ મસીહને નામે પ્રાથઁના કરે છે, આપણા અને તેઓના પ્રભુ છે:

3આપણા પિતા ઈશ્વર અને પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.

આભાર

4મસીહ ઈસુમાં તમને મળેલી કૃપા તમારે માટે હું સદા મારા ઈશ્વરનો આભાર માનું છું: 5કારણ કે તેમનામાં તમે બધી રીતે સમૃધ્ધ થયા છો, દરેક પ્રકારની વાણી અને દરેક પ્રકારના જ્ઞાનથી, 6ઈશ્વરે તમારામાં મસીહ વિશેની અમારી સાક્ષી આપી છે. 7જેથી, આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમનની વાટ જોતાં, તમને કોઇ પણ આત્મિક દાનની કમી ન રહે. 8વળી તે તમને અંત સુધી સ્થિર રાખશે, જેથી તમે આપણા પ્રભુ ઈસુ મસીહના દિવસે નિદોઁષ રહો. 9ઈશ્વર વિશ્વાસુ છે, જેણે તમને પોતાના પુત્ર, આપણા પ્રભુ ઈસુ મસીહની સંગતમાં બોલાવ્યા છે.

મંડળીમાં વડિલોની પક્ષાપક્ષી

10ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ મસીહને નામે હું તમને વિનંતી કરું છું કે, તમે બધા એકબીજા સાથે એકમતના થાઓ, અને તમારામાં કોઇ ભાગલા ન પડે, પણ મનમાં અને વિચારમાં પૂણઁ રીતે એક થાઓ. 11ભાઈઓ અને બહેનો, કલોએના ઘરના કેટલાકે મને કહ્યું છે કે તમારામાં ઝગડા છે. 12મારા કહેવાનો અથઁ આ છેઃ તમારાંમાંનો એક કહે છે કે: “હું પાઉલને અનુસરુ છું,” બીજો કહે છે કે, “હું અપોલસને અનુસરુ છું,” બીજા, “હું કેફાને અનુસરુ છું,” વળી બીજા કેટલાક કહે છે “હું મસીહને અનુસરુ છું.”

13શું મસીહ વિભાજીત થયા છે? શું પાઉલ તમારાંં માટે ક્રૂસે જડાયો? શું પાઉલને નામે તમે બાપ્તિસ્મા પામ્યા છો? 14હું ઈશ્વરનો આભાર માનું છું કે મેં ક્રીસ્પસ અને ગાયસ સિવાય બીજા કોઈને બાપ્તિસ્મા આપ્યું નથી. 15જેથી એવું કોઈ ન કહી શકે કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા હતા. 16(હા, મેં સ્તેફનાસના કુટુંબને પણ બાપ્તિસ્મા આપ્યું હતું. એ સિવાય બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું હોય એવું મને યાદ નથી.) 17કારણ કે બાપ્તિસ્મા આપવાં માટે મસીહે મને મોકલ્યો નથી. પણ સુસમાચાર પ્રગટ કરવા જ્ઞાનને વાકછટાથી નહિ, રખેને મસીહના ક્રૂસનુ સામથ્યઁ વ્યથઁ જાય.

મસિહનું ક્રૂૂસારોહણ એ ઇશ્વરનું સામથ્યઁ અને જ્ઞાન

18કેમકે નાશ પામનારાઓને તો ક્રૂસની વાત મૂખઁતા જેવી લાગે છે, પણ આપણ તારણ પામેલાંઓ માટે તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. 19કેમકે લખેલું છે:“હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ;અને બુધ્ધિમાનોની ની બુધ્ધિને નિરથઁક કરીશ.”

20તો જ્ઞાની કયાં છે? નિયમશાસ્ત્રના પંડિતો કયાં છે? આ જમાનાના તત્વજ્ઞાની કયાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મુખઁ બનાવ્યું નથી? 21કેમકે ઈશ્વરના જ્ઞાન પ્રમાણે જગતે પોતાના જ્ઞાનથી તેમને ઓળખ્યા નહિ, તેથી જે ઉપદેશ આપવામાં આવ્યો હતો તેની મૂખઁતા દ્રારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઇશ્વરને પસંદ પડયું. 22યહૂદીઓ ચિહ્નની માગણી કરે છે, અને ગ્રીકો જ્ઞાન શોધે છે. 23પણ અમે તો ક્રૂસે જડાયેલા મસીહને પ્રગટ કરીએ છીએ, જે યહૂદીઓને ઠોકરરૂપ અને વિદેશીઓને મૂખઁતારૂપ છે. 24પણ જેને ઈશ્વરે તેડયા છે એટલે કે યહૂદીઓ અને ગ્રીકો બંને, તેમના માટે મસીહ ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું જ્ઞાન છે. 25કેમકે માણસોના જ્ઞાન કરતા ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે. અને માણસોની શકિત કરતા ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શકિત છે.

26ભાઈઓ અને બહેનો, જયારે તમને બોલાવવામાં આવ્યા ત્યારે તમે કેવાં હતા તે વિશે વિચારો. તમારામાંના ઘણાં માનવીય ધોરણ પ્રમાણે જ્ઞાનીઓ ન હતા; ઘણા પ્રભાવશાળી ન હતા; ઘણા માનવંતા ન હતા. 27પણ જ્ઞાનીઓને શરમાવવા માટે ઈશ્વરે જગતના મૂખોઁને પસંદ કયાઁ, શક્તિમાનોને શરમાવા માટે જગતના નબળાઓને પસંદ કયાઁ. 28ઈશ્વરે આ જગતમાં નમ્ર અને તુચ્છ ગણેલી વસ્તુઓ, અને જે નથી તેને પસંદ કરી, જેથી જે છે તેને નષ્ટ કરી શકાય. 29એટલા માટે કે તેમની આગળ કોઇ ગર્વ ન કરે. 30તેને કારણે જ તમે મસીહ ઈસુમાં છો, જે આપણા માટે ઈશ્વર તરફથી જ્ઞાન બન્યા છે, એટલે કે આપણું ન્યાયીપણું, પવિત્રતા અને ઉધ્ધાર. 31તેથી જેમ લખેલું છે તેમ: “જો કોઈ અભિમાન કરે તો તે પ્રભુમાં અભિમાન કરે.”

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]