Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 21 guj

Show guj only
Verse × ×
1 When the Canaanite, king of Arad, living in the Negev, heard Israel was coming by the Atharim road, he fought Israel and took some captive. જ્યારે નેગેબમાં રહેતા કનાનીઓના રાજા અરાદે સાંભળ્યું કે ઇઝરાયલ અથારીમને માર્ગેથી મુસાફરી કરી રહ્યા છે, ત્યારે તેણે ઇઝરાયલ સામે લડાઈ કરીને તેમાંના કેટલાકને કેદ કરી લીધા.
2 Israel made a vow to our Father: "If you truly give this people into my hand, I will destroy their cities completely." તેથી ઇઝરાયલે યહોવાહને વચન આપીને કહ્યું કે, "જો તમે અમને આ લોકો ઉપર વિજય આપશો, તો અમે તેઓનાં નગરોનો સંપૂર્ણ નાશ કરી નાખીશું."
3 Our Father heard Israel's voice and handed the Canaanites over; they destroyed them and their cities completely. So the place was named Hormah. યહોવાહે ઇઝરાયલીઓની વિનંતી સાંભળીને તેઓને કનાનીઓ ઉપર વિજય અપાવ્યો. તેઓએ તેઓનો અને તેઓના નગરોનો સંપૂર્ણપણે નાશ કર્યો. અને તે જગ્યાનું નામ હોર્માહ પડ્યું.
4 They set out from Mount Hor toward the Red Sea to go around Edom's land, but the people grew impatient on the way. તેઓ હોર પર્વત તરફથી રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશની ફરતે આગળ ગયા. રસ્તામાં લોકોનાં હૃદય ઘણાં નાહિંમત થઈ ગયાં હતાં.
5 The people spoke against our Father and against Moses: "Why did you bring us out of Egypt to die in the wilderness? No bread, no water, and we loathe this wretched food." લોકો ઈશ્વર અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, "શા માટે અરણ્યમાં મરી જવાને તમે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા? અહીં રોટલી નથી, પાણી નથી, આ કંગાળ ભોજનથી તો અમે કંટાળી ગયા છીએ."
6 Then our Father sent venomous serpents among the people; they bit the people, and many Israelites died. ત્યારે યહોવાહે લોકોની વચ્ચે ઝેરી સાપો મોકલ્યા. એ સાપો લોકોને કરડ્યા; ઘણાં લોકો મરી ગયા.
7 The people came to Moses and said, "We sinned by speaking against our Father and against you. Pray to him to remove the serpents from us." So Moses prayed for the people. તેથી લોકોએ મૂસા પાસે આવીને કહ્યું, "અમે પાપ કર્યું છે કેમ કે અમે તારી અને યહોવાહની વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાહને પ્રાર્થના કર કે તેઓ અમારી મધ્યેથી સાપો દૂર કરે." તેથી મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી.
8 Our Father told Moses, "Make a venomous snake, put it on a pole; anyone bitten who looks at it will live." યહોવાહે મૂસાને કહ્યું, "એક સાપ બનાવ અને તેને સ્તંભ પર મૂક. એટલે એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે, તેને જોઈને બચી જાય."
9 Moses made a bronze serpent and put it on a pole; whenever a serpent bit anyone, they looked at the bronze serpent and lived. તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂકયો. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને જો તે પિત્તળના સાપ તરફ જુએ, તો તે બચી જશે.
10 The Israelites set out and camped at Oboth. ઇઝરાયલ લોકોએ આગળ મુસાફરી કરીને ઓબોથમાં છાવણી કરી.
11 They set out from Oboth and camped at Iye-abarim, in the wilderness facing Moab, eastward. તેઓએ ઓબોથથી મુસાફરી કરીને ઈયેઅબારીમમાં છાવણી કરી તે અરણ્યમાં મોઆબની પૂર્વ તરફ છે.
12 From there they set out and camped in the Valley of Zered. અને ત્યાંથી મુસાફરી કરીને તેઓએ ઝેરેદની ખીણ આગળ છાવણી કરી.
13 From there they moved on and camped beyond the Arnon, in the wilderness that extends from Amorite territory; for the Arnon is Moab's border with the Amorites. ત્યાંથી તેઓએ મુસાફરી કરીને આર્નોન નદીની બીજી બાજુએ છાવણી કરી, જે અમોરીઓની સરહદ સુધી વિસ્તરેલા અરણ્યમાં છે, આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.
14 So the Book of the Wars of our Father says: "Waheb in Suphah, and the ravines of the Arnon, માટે યહોવાહના યુદ્ધોની યાદીમાં કહેલું છે, "...સૂફામાં વાહેબ, તથા આર્નોનની ખીણો,
15 and the slope of the ravines that bends toward the site of Ar and reaches to the border of Moab." આર નગરની તરફ ઢળતો, તથા મોઆબની સરહદ તરફ નીચે જતો ખીણોનો ઢોળાવ."
16 From there they went to Beer, the well where our Father told Moses, "Gather the people—I'll give them water." ત્યાંથી તેઓ મુસાફરી કરીને બએર એટલે જે કૂવા સંબંધી યહોવાહે મૂસાને કહ્યું હતું કે, "તું લોકોને મારા માટે એકત્ર કર હું તેઓને પાણી આપીશ ત્યાં આવ્યા."
17 Then Israel sang this song: "Spring up, O well! Sing to it! ત્યારે ઇઝરાયલે આ ગીત ગાયું: "હે કૂવા, તારાં ઝરણ ફોડ. તેને વિષે ગાઓ.
18 The well that princes dug, that the nobles of the people dug out with their scepters and staffs." Then from the wilderness they went to Mattanah, જે કૂવો અમારા અધિપતિઓએ ખોદ્યો, જે કૂવો નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો છે." પછી અરણ્યથી તેઓએ મત્તાનાહ સુધી મુસાફરી કરી.
19 from Mattanah to Nahaliel, from Nahaliel to Bamoth, માત્તાનાહથી તેઓ મુસાફરી કરીને નાહલીએલ ગયા અને નાહલીએલથી બામોથ,
20 and from Bamoth to the valley in Moab's plain, to Pisgah's peak overlooking the wasteland. બામોથથી મોઆબીઓના દેશમાંની ખીણમાં પિસ્ગાહ પર્વતની તળેટીમાં અરણ્યમાં આવેલી ખીણ તરફ ગયા.
21 Then Israel sent messengers to Sihon king of the Amorites, saying, પછી ઇઝરાયલે સંદેશાવાહકોને મોકલીને અમોરીઓના રાજા સીહોનને કહેવડાવ્યું કે,
22 "Let me pass through your land. We won't turn into field or vineyard, or drink well water. We'll go by the King's Highway until we've passed your border." કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે વળીને તારા ખેતરો કે દ્રાક્ષાવાડીઓમાં થઈને નહિ જઈએ. અમે તારા કૂવાઓમાંથી પાણી નહિ પીએ. અમે તારી સરહદ પસાર કરીએ ત્યાં સુધી રાજમાર્ગે થઈને ચાલીશું."
23 But Sihon refused to let Israel cross his territory. He gathered all his people, marched into the wilderness against Israel, reached Jahaz, and fought Israel. પણ રાજા સીહોને ઇઝરાયલને પોતાની સરહદમાં થઈને જવા દીધા નહિ. સીહોન રાજાએ પોતાના સૈન્યને એકત્ર કર્યું અને રણમાં ઇઝરાયલીઓ ઉપર હુમલો કર્યો. તે યાહાસ પહોંચી ગયો. ત્યાં તેઓએ ઇઝરાયલ સાથે યુદ્ધ કર્યું.
24 Israel struck him down with the sword, took his land from the Arnon to the Jabbok—up to the Ammonites, whose border was fortified. પણ ઇઝરાયલે સીહોનના સૈન્યનો તલવારની ધારથી સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક નદી સુધી, આમ્મોન લોકોની સરહદ સુધીનો પ્રદેશ કબજે કરી લીધો. આમ્મોન લોકોની સરહદ કિલ્લાબંધ હતી.
25 Israel captured all these cities and settled in every Amorite city—Heshbon and all its surrounding villages. ઇઝરાયલે હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં નગરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું.
26 For Heshbon was the city of Sihon king of the Amorites, who fought the former king of Moab and captured all his land from him, up to the Arnon. હેશ્બોન અમોરીઓના રાજા સીહોનનું નગર હતું, સીહોને અગાઉના મોઆબના રાજા સામે યુદ્ધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.
27 So the poets say: "Come to Heshbon—let it be rebuilt, let Sihon's city be restored. માટે કહેવતો કહેનારા કહે છે, "તમે હેશ્બોનમાં આવો, સીહોનનું નગર ફરીથી બંધાય અને સ્થપાય.
28 For fire went out from Heshbon, a flame from the city of Sihon. It consumed Ar of Moab, the lords of the heights of the Arnon. હેશ્બોનમાંથી અગ્નિ, એટલે સીહોનના નગરમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળ્યો તેણે મોઆબના આરને, આર્નોન પર્વતના માલિકોને, ભસ્મ કર્યા.
29 Woe to you, Moab! You are destroyed, people of Chemosh! He has made his sons fugitives and his daughters captives to Sihon king of the Amorites. હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો, તમારો નાશ થયો છે. તેણે પોતાના દીકરાઓને નાસી ગયેલા અને પોતાની દીકરીઓએ કેદીઓ તરીકે, અમોરીઓના રાજા સીહોનને સોંપી દીધા છે.
30 But we struck them down; Heshbon perished as far as Dibon. We laid waste as far as Nophah, which reaches to Medeba." પણ અમે સીહોનને જીતી લીધો છે. દીબોન સુધી હેશ્બોનનો વિનાશ થઈ ગયો છે. મેદબા પાસેના નોફાહ સુધી, અમે તેઓને હરાવ્યા છે."
31 So Israel settled in the land of the Amorites. આ રીતે ઇઝરાયલ અમોરીઓના દેશમાં વસ્યો.
32 Moses sent men to scout Jazer; they captured its villages and drove out the Amorites there. મૂસાએ યાઝેર પર જાસૂસી કરવા માટે માણસો મોકલ્યા. તેઓએ તેમનાં ગામો લઈ લીધાં અને ત્યાં જે અમોરીઓ હતા તેઓને હાંકી કાઢ્યા.
33 Then they turned and went up the Bashan road, and Og king of Bashan came out against them, with all his people, to fight at Edrei. પછી તેઓએ પાછા વળીને બાશાનના રસ્તેથી ગયા. બાશાનનો રાજા ઓગ અને તેનું આખું સૈન્ય તેઓની સાથે યુદ્ધ કરવા એડ્રેઇ આવ્યા.
34 But our Father told Moses, "Don't fear him—I've given him, all his people, and his land into your hand. Do to him as you did to Sihon king of the Amorites, who lived in Heshbon." યહોવાહે મૂસાને કહ્યું, "તેનાથી બીતો નહિ, કેમ કે મેં તને તેના પર, તેના આખા સૈન્ય પર અને તેના દેશ પર વિજય આપ્યો છે. હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનની સાથે જેવું તેં કર્યું તેવું જ તેની સાથે કરજે."
35 They struck him, his sons, and all his people, leaving no survivor, and took possession of his land. માટે તેઓએ તેને, તેના દીકરાઓને અને તેના આખા સૈન્યને એટલે સુધી માર્યા કે તે લોકોમાંનું કોઈ પણ જીવતું બચ્યું નહિ. તેઓએ તેનો દેશ કબજે કરી લીધો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]