Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Numbers 20 guj

Show guj only
Verse × ×
1 In the first month the whole community of Israel entered the Wilderness of Zin; the people stayed at Kadesh. Miriam died there and was buried there. પહેલા મહિનામાં ઇઝરાયલ લોકોની આખી જમાત સીનના અરણ્યમાં આવી; તેઓ કાદેશમાં રહ્યા. ત્યાં મરિયમ મરણ પામી અને તેને ત્યાં દફનાવવામાં આવી.
2 Now there was no water for the community, so they gathered together against Moses and Aaron. ત્યાં લોકો માટે પીવાનું પાણી નહોતું, તેથી તેઓ મૂસાની અને હારુનની વિરુદ્ધ એકત્ર થયા.
3 The people argued with Moses: "If only we'd died when our brothers died in our Father's presence! લોકો મૂસા વિરુદ્ધ ફરિયાદ કરીને કહેવા લાગ્યા, "જ્યારે અમારા ભાઈઓ યહોવાહની સામે મરણ પામ્યા ત્યારે અમે પણ મરી ગયા હોત તો કેવું સારું!
4 Why bring our Father's assembly into this wilderness to die here, us and our livestock? તમે યહોવાહના લોકોને આ અરણ્યમાં કેમ લાવ્યા છો, અમે તથા અમારાં જાનવરો મરી જઈએ?
5 Why did you bring us up from Egypt to this evil place? No grain, figs, vines, or pomegranates—no water to drink." આ ભયાનક જગ્યામાં લાવવાને તું અમને મિસરમાંથી કેમ બહાર લાવ્યો છે? અહીંતો દાણા, અંજીરો, દ્રાક્ષા કે દાડમો નથી. અને પીવા માટે પાણી પણ નથી."
6 Moses and Aaron went from before the assembly to the entrance of the tent of meeting, fell facedown, and the glory of our Father appeared to them. મૂસા તથા હારુન સભા આગળથી નીકળી ગયા. તેઓ મુલાકાતમંડપના દ્વાર પાસે ગયા અને ઉંધા પડ્યા. ત્યાં તેઓની સમક્ષ યહોવાહનું ગૌરવ પ્રગટ થયું.
7 Our Father said to Moses, યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું,
8 "Take the staff, gather the community—you and Aaron your brother—and speak to the rock before their eyes; it will give its water. Bring water from the rock for them, and give the community and their livestock drink." "લાકડી લે અને તું તથા તારો ભાઈ હારુન સમુદાયને એકત્ર કરો. તેઓની આંખો સમક્ષ ખડકને કહે કે તે પોતાનું પાણી આપે. તું ખડકમાંથી તેઓને સારુ પાણી વહેતું કર, તે તું જમાતને તથા જાનવરને પીવા માટે આપ."
9 So Moses took the staff from before our Father, as he had commanded him. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ યહોવાહ આગળથી લાકડી લીધી.
10 Moses and Aaron gathered the assembly in front of the rock. He said, "Listen, you rebels—must we bring water for you out of this rock?" પછી મૂસાએ અને હારુને જમાતને ખડક આગળ ભેગી કરી. મૂસાએ તેઓને કહ્યું, "હવે, હે બળવાખોરો સાંભળો, શું અમે તમારે સારુ આ ખડકમાંથી પાણી બહાર કાઢીએ?"
11 Moses raised his hand and struck the rock twice with his staff; water gushed out abundantly, and the community and their livestock drank. પછી મૂસાએ પોતાનો હાથ ઊંચો કરીને પોતાની લાકડી ખડકને બે વાર મારી, પુષ્કળ પાણી બહાર વહી આવ્યું. આખી જમાતે પાણી પીધું અને તેઓનાં જાનવરોએ પણ પીધું.
12 But our Father told Moses and Aaron, "Because you did not trust me enough to honor me as holy before the Israelites, you will not bring this assembly into the land I have given them." પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, કેમ કે તમે મારા પર ભરોસો ન કર્યો, કે ઇઝરાયલ લોકોની દ્રષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ સભાને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ."
13 These are the waters of Meribah, where the children of Israel quarreled with our Father, and he showed himself holy among them. આ જગ્યાનું નામ મરીબાહનું પાણી એવું પાડવામાં આવ્યું, કેમ કે ત્યાં ઇઝરાયલના લોકોએ યહોવાહ સાથે ઝઘડો કર્યો હતો, તેઓ મધ્યે તેમણે પોતાને પવિત્ર મનાવ્યા.
14 Moses sent messengers from Kadesh to Edom's king: "Your brother Israel says: You know all the hardship that has found us. મૂસાએ કાદેશથી અદોમના રાજા પાસે સંદેશાવાહકો મોકલ્યા: તારો ભાઈ ઇઝરાયલ એવું કહે છે: "જે સર્વ મુસીબતો અમારા પર આવી તે તું જાણે છે.
15 Our ancestors went down to Egypt; we lived in Egypt many years, and the Egyptians mistreated us and our ancestors. અમારા પિતૃઓ મિસરમાં ગયા અને મિસરમાં લાંબો સમય રહ્યા, મિસરીઓએ અમને તથા અમારા પિતૃઓને દુ:ખ આપ્યું તે પણ તું જાણે છે.
16 So we cried out to our Father; he heard our voice, sent a messenger, and brought us out of Egypt. Now we're at Kadesh, a town on your border's edge. જ્યારે અમે યહોવાહને પોકાર કર્યો, ત્યારે યહોવાહે અમારો અવાજ સાંભળ્યો અને દૂતને મોકલીને અમને મિસરમાંથી બહાર લાવ્યા. જો, અમે તારા દેશની સરહદના કાદેશ શહેરમાં છીએ.
17 Please let us pass through your land. We won't cross field or vineyard, or drink well water. We'll stay on the King's Highway, not turning right or left, until we've passed through your territory." મહેરબાની કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે ખેતરમાં કે દ્રાક્ષાવાડીમાં થઈને નહિ જઈએ, કે અમે તારા કૂવાઓનું પાણી નહિ પીએ. અમે રાજમાર્ગે થઈને જઈશું. તારી સરહદ પસાર કરતા સુધી અમે ડાબે કે જમણે હાથે નહિ ફરીએ."
18 Edom said to him, "You will not pass through me, or I'll come out against you with the sword." પણ અદોમના રાજાએ તેને જવાબ આપ્યો, "તું અહીંથી જઈશ નહિ. જો તું એવું કરીશ, તો હું તારા પર હુમલો કરવા તલવાર લઈને આવીશ."
19 Israel's people told him, "We'll take the highway. If we or our herds drink your water, we'll pay for it. Just let us cross on foot, nothing more." ત્યારે ઇઝરાયલના લોકોએ તેને કહ્યું, "અમે રાજમાર્ગે થઈને જઈશું. જો અમે કે અમારાં જાનવરો તારા કૂવાનું પીએ, તો અમે તેનું મૂલ્ય આપીશું. બીજું કશું નહિ તો અમને પગે ચાલીને પેલી બાજુ જવા દે."
20 But he said, "You will not pass through." Edom came against him with great numbers and a strong hand. પણ અદોમ રાજાએ જવાબ આપ્યો, "તમે પાર જવા નહિ પામશે." પછી અદોમ રાજા ઘણાં સૈનિકો તથા મજબૂત હાથ સાથે ઇઝરાયલ સામે આવ્યો.
21 So Edom refused to let Israel pass through his territory, and Israel turned away from him. અદોમ રાજાએ ઇઝરાયલને પોતાની સરહદમાં થઈને જવા દેવાનો ઇનકાર કર્યો. એ કારણથી, ઇઝરાયલ લોકો અદોમના દેશમાંથી બીજી તરફ વળ્યા.
22 The whole community of the children of Israel set out from Kadesh and came to Mount Hor. તેથી લોકોએ કાદેશથી મુસાફરી કરી અને ઇઝરાયલ લોકોની આખી જમાત હોર પર્વત આગળ આવી.
23 At Mount Hor, on Edom's border, our Father said to Moses and Aaron, હોર પર્વતમાં અદોમની સરહદ પાસે યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા. તેમણે કહ્યું,
24 "Aaron will be gathered to his people; he will not enter the land I gave the Israelites, because you both rebelled against my command at the waters of Meribah. "હારુન તેના પૂર્વજો સાથે ભળી જશે, કેમ કે જે દેશ મેં ઇઝરાયલ લોકોને આપ્યો છે તેમાં તે પ્રવેશ કરશે નહિ. કેમ કે તમે બન્નેએ મરીબાહનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બળવો કર્યો હતો.
25 Take Aaron and Eleazar his son, and bring them up Mount Hor. તું હારુન અને તેના દીકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત પર લાવ.
26 Strip Aaron of his garments, dress Eleazar his son in them; Aaron will be gathered to his people and die there." હારુનના યાજકપણાનાં વસ્ત્રો ઉતારી લઈને તેને તેના દીકરા એલાઝારને પહેરાવ. હારુન ત્યાં મરી જશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે."
27 Moses did as our Father commanded, and they went up Mount Hor as the whole community watched. યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તેમ મૂસાએ કર્યું. આખી જમાતના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા.
28 Moses stripped Aaron's garments and dressed his son Eleazar in them. Aaron died there atop the mountain; Moses and Eleazar went down. મૂસાએ હારુનનાં યાજકપદનાં વસ્ત્રો ઉતારીને તેના દીકરા એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતનાં શિખર પર હારુન મરી ગયો. પછી મૂસા અને એલાઝાર નીચે આવ્યા.
29 The whole community saw Aaron had died, and Israel's whole house mourned him thirty days. જ્યારે આખી જમાતે જોયું કે હારુન મરણ પામ્યો છે, ત્યારે આખી જમાતે હારુન માટે ત્રીસ દિવસ સુધી વિલાપ કર્યો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]