Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Jonah 4 guj

Show guj only
Verse × ×
1 But this upset Jonah deeply, and he burned with anger. પણ એને લીધે યૂનાને આ ખૂબ જ લાગી આવ્યું. તે ઘણો ગુસ્સો થયો.
2 He prayed to our Father, "Please, O Father, isn't this what I said while still in my own land? That's why I fled toward Tarshish first—I knew you are a gracious, compassionate Father, slow to anger, overflowing with covenant love, one who relents from sending disaster. તેથી યૂનાએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, "હે, ઈશ્વર, જયારે હું મારા દેશમાં હતો ત્યારે જ શું મેં એવું કહ્યું ન હતું? આ કારણે જ મેં ત્યારે તાર્શીશ નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે હું જાણતો હતો કે તમે કોપ કરવામાં કૃપાળુ અને કરુણાળુ ઈશ્વર છો. કોપ કરવામાં મંદ અને દયાળુ પ્રભુ છો. માણસો પર વિપત્તિ લાવવાથી તમને દુઃખ થાય છે.
3 Now, our Father, please take my life from me—death is better for me than life." તેથી હવે, હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે મારા જીવનનો અંત લાવો, કેમ કે મારે માટે જીવવા કરતાં મરવું વધારે સારું છે."
4 And our Father said, "Is it right for you to be so angry?" ઈશ્વરે કહ્યું, "ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?"
5 Jonah left the city and sat east of it, made himself a shelter there, and sat under it in the shade, waiting to see what would happen to the city. પછી યૂના નગરની બહાર ગયો. નગરની પૂર્વ બાજુએ માંડવો બનાવીને તેમાં બેઠો. તે જોઈ રહ્યો કે હવે નગરનું શું થાય છે?
6 And our Father appointed a plant and made it grow up over Jonah, to shade his head and ease his discomfort. So Jonah was overjoyed because of the plant. ઈશ્વર પ્રભુએ, યૂના ઉપર છાયા કરે એવો એક છોડ સર્જાવ્યો. તે છોડના લીધે યૂનાને ઘણો આનંદ થયો.
7 At dawn the next day, our Father appointed a worm that attacked the plant, and it withered. પણ બીજે દિવસે, સૂર્યોદય સમયે, ઈશ્વરે એક કીડાને ઉત્પન્ન કર્યો. એ કીડાએ પેલા છોડને કરડી ખાધો અને તે સુકાઈ ગયો.
8 When the sun rose, our Father sent a scorching east wind; the sun beat on Jonah's head until he grew faint. He begged to die: "Better for me to die than to live." પછી જયારે સૂર્ય આકાશમાં ઉપર આવ્યો ત્યારે ઈશ્વરે પૂર્વ તરફથી ગરમ પવન વાતો કર્યો. તેનાથી, માથા પર આવેલા સખત તડકાને લીધે યૂના મૂર્છિત થયો. તેથી મોત માગતાં તે બોલ્યો કે, "મારા માટે જીવવા કરતા મરવું વધારે સારું છે."
9 But our Father asked Jonah, "Is it right for you to be angry about the plant?" He said, "It is right—angry enough to die." ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, "છોડના લીધે તું અતિ ક્રોધિત છે તે શું સારું છે?"
10 And our Father said, "You pitied the plant you did not work for or grow, which sprouted in a night and died in a night. ત્યારે ઈશ્વરે તેને સમજાવ્યું કે, આ છોડ કે જેને માટે તેં નથી શ્રમ કર્યો કે નથી તેને ઉગાવ્યો. તે એક રાત્રે ઊગ્યો અને બીજી રાત્રિએ નષ્ટ થયો. આ છોડ પર તને અનુકંપા થઈ રહી છે.
11 And should I not pity Nineveh, that great city, in which there are more than 120,000 people who cannot tell their right hand from their left, and many animals as well?" તો આ મહાનગર નિનવે કે જેમાં એક લાખ વીસ હજાર લોકો એવા છે કે જેઓ તેમના પોતાના જમણાં કે ડાબા હાથ વચ્ચે શો તફાવત છે તે પણ સમજતા નથી. વળી જે નગરમાં ઘણાં જાનવર છે. એ નગર પર મને અનુકંપા ના ઊપજે?"
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]