Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Exodus 2 guj

Show guj only
Verse × ×
1 Now a man from the house of Levi went and married a daughter of Levi. એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું.
2 The woman conceived and bore a son; seeing he was healthy, she hid him three months. તેઓના સંસારમાં એક દીકરાનો જન્મ થયો. તે ખૂબ સુંદર હતો. તેની માએ તે દીકરાને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.
3 Unable to hide him longer, she got a papyrus basket, coated it with tar and pitch, put the child in, and set it among the reeds on the Nile's bank. પરંતુ તેનાથી વધારે સમય સુધી તેને સંતાડી રાખવાનું શક્ય ન હતું, તેથી તેણે ગોમતૃણની એક પેટી બનાવી, તેને ચીકણી માટી અને ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડ્યો. પછી પેટીને તે નદી કિનારે બરુઓના છોડ વચ્ચે મૂકી આવી.
4 His sister stood at a distance to see what would happen to him. પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માટે થોડેક દૂર તે છોકરાની બહેનને ઊભી રાખી.
5 Pharaoh's daughter went down to bathe at the Nile, her maids walking along the Nile. She saw the basket among the reeds, sent her maid to get it. એટલામાં ફારુનની રાજકુંવરી નદીમાં સ્નાન કરવા માટે ત્યાં આવી. તેની સાથે તેની દાસીઓ પણ હતી. તેઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુંવરીની નજર પેલી પેટી પર પડી. તેણે પોતાની દાસીને મોકલીને તે પેટી મંગાવી લીધી.
6 She opened it, saw the child—a baby boy, crying. Her heart went out to him, and she said, "This is one of the Hebrew children." કુંવરીએ પેટી ઉઘાડીને જોયું, તો તેમાં એક છોકરો હતો. તે રડતો હતો. તેના હૃદયમાં બાળક પ્રત્યે લાગણી થઈ.
7 His sister asked Pharaoh's daughter, "Should I call a Hebrew woman to nurse the child for you?" તે સમજી ગઈ કે, આ કોઈ હિબ્રૂનો જ છોકરો છે, પછી તે છોકરાની બહેન ફારુનની દીકરીની પાસે આવી. તેને કહ્યું, "હું જઈને કોઈ હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું? તે આ છોકરાને સાચવે અને તેના લાલનપાલનમાં તમારી મદદ કરે?"
8 "Yes, go," Pharaoh's daughter answered. So the girl went and called the child's mother. ફારુનની દીકરીએ તેને કહ્યું, "હા, જઈને બોલાવી લાવ." એટલે તે છોકરી જઈને તે બાળકની માતાને જ બોલાવી લાવી.
9 Pharaoh's daughter told her, "Take this child and nurse him for me; I'll pay your wages." The woman took the child and nursed him. ફારુનની દીકરીએ તેને કહ્યું, "આ નાના છોકરાને લઈ જા અને મારા વતી તેને સંભાળીને સ્તનપાન કરાવજે. તે બદલ હું તને સારું વેતન આપીશ." તેથી સ્ત્રી તેના છોકરાને લઈ ગઈ અને તેનું લાલનપાલન કર્યું.
10 The boy grew; she brought him to Pharaoh's daughter, who adopted him, naming him Moses: "Because I drew him from the water." પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. "મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ 'મૂસા' (એટલે પાણીમાંથી બહાર કાઢેલો) રાખ્યું."
11 In those days Moses grew up, went out to his people, saw their burdens, and saw an Egyptian striking a Hebrew, one of his relatives. સમય વીતતાં મૂસા મોટો થયો. એક દિવસ તે પોતાના સાથી હિબ્રૂ લોકો પાસે ગયો, ત્યાં તેણે જોયું કે પોતાના માણસો પર સખત કામ કરાવવા માટે બળજબરી થાય છે. વળી તેના જોવામાં આવ્યું કે એક મિસરી એક હિબ્રૂને મારતો હતો.
12 He glanced around and, seeing no one, killed the Egyptian and hid him in the sand. મૂસાએ આમતેમ નજર કરી તો તેને ખાતરી થઈ કે પોતાને કોઈ જોતું નથી, એટલે તેણે મિસરીને મારી નાખ્યો અને તેના શબને રેતીમાં દફનાવી દીધું.
13 Next day he went out, saw two Hebrews fighting, and asked the offender, "Why hit your companion?" બીજે દિવસે તે ફરીથી બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને અંદરોઅંદર લડતા જોયા. જેનો વાંક હતો તે માણસને તેણે કહ્યું, "તું શા માટે તારા પોતાના જ હિબ્રૂભાઈને મારે છે?"
14 He said, "Who made you ruler and judge over us? Are you thinking of killing me as you killed the Egyptian?" Moses was afraid and thought, "Indeed, the matter is known." એટલે તેણે મૂસાને કહ્યું, "તને અમારા પર ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તેં ગઈકાલે પેલા મિસરીની હત્યા કરી તેમ તું મારી હત્યા કરવા માગે છે?" તે સાંભળીને મૂસા ડરી ગયો, કારણ કે તેણે જાણ્યું કે તેણે કરેલી હત્યાની બધાંને ખબર પડી ગઈ છે.
15 Pharaoh heard and sought to kill Moses; he fled from Pharaoh, settled in the land of Midian, and sat by a well. આ વાતની જાણ ફારુનને થઈ, તેણે મૂસાને પકડીને મારી નાખવાનો હુકમ કર્યો. પણ મૂસા મિસરમાંથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એક વખત તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો.
16 Midian's priest had seven daughters; they came to draw water and fill the troughs to water their father's flock. ત્યારે મિદ્યાનના યાજકની સાત દીકરીઓ ત્યાં આવી. અને પોતાના પિતાનાં ઘેટાંબકરાંને પાણી પીવડાવવા માટે કૂવામાંથી પાણી ખેંચીને હોજ ભરવા લાગી.
17 When the shepherds came and drove them away, Moses got up, rescued them, and watered their flock. પણ ત્યાં કેટલાક ભરવાડો આવ્યા, તેઓ આ યુવતીઓને નસાડવા લાગ્યા, પણ મૂસા તેઓની મદદે આવ્યો અને તેઓને ભરવાડોથી છોડાવીને તેઓનાં ઘેટાંબકરાંને પાણી પાયું.
18 When they returned to their father Reuel, he asked, "Why have you come back so early today?" પછી આ દીકરીઓ તેઓના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તેણે પૂછ્યું, "આજે તમે ટોળાંને પાણી પાવાનું કામ આટલું બધું વહેલું કેવી રીતે પૂરું કર્યું?"
19 They said, "An Egyptian saved us from the shepherds, even drew us water and watered the flock." તેઓએ જવાબ આપ્યો, "એક મિસરીએ ભરવાડોથી અમારું રક્ષણ કરીને અમારે માટે તેણે પાણી પણ કાઢી આપ્યું અને ઘેટાંબકરાંને પાયું."
20 "Where is he?" he asked his daughters. "Why did you leave the man? Call him to eat." પછી રેઉએલે પોતાની દીકરીઓને પૂછ્યું, "બેટા, એ મિસરી કયાં છે? તમે તેને ત્યાં જ રહેવા દઈને કેમ આવ્યાં? જાઓ, જમવા માટે તેને આપણા ઘરે બોલાવી લાવો."
21 Moses agreed to stay with the man, who gave his daughter Zipporah to Moses in marriage. નિમંત્રણ મળવાથી મૂસા આવ્યો. અને તેઓના ઘરે રહેવા સંમત થયો. રેઉએલે પોતાની દીકરીઓમાંની એક સિપ્પોરાનાં લગ્ન મૂસા સાથે કર્યાં.
22 She bore a son; Moses named him Gershom, saying, "I have been a foreigner in a foreign land." તેઓના કુટુંબમાં એક દીકરો જનમ્યો. મૂસાએ તેનું નામ ગેર્શોમ (એટલે વિદેશી) પાડ્યું. કેમ કે તે વખતે મૂસા વિદેશમાં મુસાફર હતો.
23 Long after, Egypt's king died. Israel's sons groaned from slavery, cried out; their cry rose to our Father from slavery. કેટલાંક વર્ષો વીતી ગયા પછી મિસરનો રાજા મૃત્યુ પામ્યો. ઇઝરાયલીઓ ગુલામીમાં પિડાતા હતા. તેઓ આક્રંદ કરીને મદદ માટે પ્રભુને પોકાર કરતા હતા. તેઓનો વિલાપ અને પ્રાર્થના પ્રભુએ સાંભળી.
24 Our Father heard their groaning, and he remembered his covenant with Abraham, with Isaac, and with Jacob. આ રુદન અને આર્તનાદ સાંભળીને ઈશ્વરને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું સ્મરણ થયું.
25 Our Father looked on the Israelites, and he understood. પ્રભુએ તેઓ પર કરુણાભરી દ્રષ્ટિ કરી. અને તેઓના ઉદ્ધારનો સમય આવી પહોંચ્યો હોવાથી તેઓની મુલાકાત લીધી.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]