Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Exodus 3 guj

Show guj only
Verse × ×
1 Moses was shepherding the flock of his father-in-law Jethro, priest of Midian. He led the flock to the far side of the wilderness and came to Horeb, the mountain of our Father. હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને ચરાવવા અરણ્યની પશ્ચિમ દિશામાં ઈશ્વરના પર્વત હોરેબ પર ગયો.
2 There the messenger of our Father appeared to him in a fire flaming from within a bush. Moses looked: the bush was blazing but not consumed. ત્યાં યહોવાહના દૂતે ઝાડવાં વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું. તેણે જોયું ઝાડવું સળગતું હતું. પણ બળીને ભસ્મ થતું ન હતું.
3 Moses said, "Let me go over and see this extraordinary sight—why the bush isn't burning up." તેથી મૂસાએ વિચાર્યું કે, "હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?"
4 When our Father saw he had turned aside to look, he called to him from within the bush, "Moses, Moses!" Moses said, "Here I am." યહોવાહે જોયું કે મૂસા અહીં ઝાડવું જોવા આવી રહ્યો છે, તેથી તેમણે ઝાડવામાંથી તેને બૂમ પાડી, "મૂસા, મૂસા!" અને મૂસાએ કહ્યું, "હા, હું અહીં જ છું."
5 He said, "Don't come closer. Take your sandals off your feet, for the ground you're standing on is holy." ત્યારે યહોવાહે કહ્યું, "નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે."
6 He said, "I am your Father, the God of Abraham, of Isaac, and of Jacob." Moses hid his face, for he was afraid to look at our Father. "હું તારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો ઈશ્વર છું." તે સાંભળીને મૂસાએ પોતાનું મુખ ઢાંકી દીઘું. કેમ કે ઈશ્વર તરફ જોતાં તેને બીક લાગી.
7 Then our Father said, "I have truly seen my people's suffering in Egypt, heard their cry under their slave drivers, for I know their hardships. પછી યહોવાહે કહ્યું, "મેં મિસરમાં મારા લોકોને દુઃખી હાલતમાં જોયા છે. તેઓના મુકાદમો તેમને પીડા આપે છે તેથી તેઓનો વિલાપ મેં સાંભળ્યો છે. તેઓની મુશ્કેલીઓ મેં જાણી છે.
8 So I've come down to rescue them from Egypt's grip and bring them up from that land to a good, spacious land—a land flowing with milk and honey—to the place of the Canaanites, Hittites, Amorites, Perizzites, Hivites, and Jebusites. હું તેઓને મિસરીઓના સકંજામાંથી મુક્ત કરાવવા અને તેઓને એ દેશમાંથી બહાર લાવીને એક સારા, વિશાળ અને દૂધમધથી ભરપૂર દેશમાં લઈ જવા માટે આવ્યો છું. ત્યાં હાલમાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ રહે છે.
9 Now the cry of Israel's people has reached me, and I've seen the oppression the Egyptians oppress them with. મેં ઇઝરાયલીઓનું રુદન સાંભળ્યું છે અને મિસરીઓ તેઓના ઉપર જે અત્યાચાર ગુજારે છે તે મેં નિહાળ્યા છે.
10 Now go—I'm sending you to Pharaoh, to bring my people, Israel's sons, out of Egypt." માટે હવે, મારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લઈ આવવા હું તને ફારુન પાસે મોકલું છું."
11 Moses said to our Father, "Who am I to go to Pharaoh and bring the Israelites out of Egypt?" પરંતુ મૂસાએ ઈશ્વરને કહ્યું, "હું તે કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવું?"
12 He said, "I will surely be with you. This is your sign that I have sent you: when you bring the people out of Egypt, you will worship your Father on this mountain." પણ ઈશ્વરે કહ્યું, "હું અવશ્ય તારી સાથે જ હોઈશ. અને મેં જ તને મોકલ્યો છે, એની નિશાની તારા માટે એ થશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર લઈ આવશે પછી તમે સૌ આ પર્વત પર મારી ભક્તિ કરશો."
13 Then Moses said to our Father, "If I go to Israel's people and tell them, 'The God of your fathers sent me to you,' and they ask me, 'What is his name?'—what do I tell them?" મૂસાએ ઈશ્વરને કહ્યું, "હું ઇઝરાયલ લોકો પાસે જાઉં અને તેઓને કહું કે, 'તમારા પિતૃઓના પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે.' અને તેઓ મને પૂછે કે, 'તેમનું નામ શું છે?' તો હું તેઓને શો જવાબ આપું?"
14 Our Father told Moses, "I AM WHO I AM." Then he said, "Tell the Israelites: 'I AM has sent me to you.'" ત્યારે ઈશ્વરે મૂસાને કહ્યું, "હું જે છું તે છું." તું ઇઝરાયલીઓને કહેજે કે 'હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.'"
15 Our Father also told Moses, "Tell the Israelites: 'Your Father—the God of Abraham, Isaac, and Jacob—has sent me to you.' This is my name forever, and how I am remembered in every generation. વળી ઈશ્વરે મૂસાને એવું પણ કહ્યું, "તું ઇઝરાયલીઓને કહેજે કે, 'તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે એટલે કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદાને માટે એ જ છે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ યાદ રાખશે.'"
16 Go, gather Israel's elders and tell them: your Father—the God of Abraham, Isaac, and Jacob—appeared to me and said: I have surely watched over you, and seen what is done to you in Egypt, વળી ઈશ્વરે કહ્યું, "તું જા અને ઇઝરાયલના વડીલોને ભેગા કરીને તેઓને કહેજે કે, 'તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના પ્રભુએ, મને દર્શન આપીને કહ્યું છે મેં નિશ્ચે તમારી ખબર લીધી છે અને મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છો તે મેં જોઈ છે;
17 I have promised to bring you up out of Egypt's misery to the land of the Canaanites, the Hittites, the Amorites, the Perizzites, the Hivites, and the Jebusites—a land flowing with milk and honey. અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને આ દુર્દશામાંથી મુક્ત કરાવીને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ. એ દેશ દૂધ અને મધથી ભરપૂર છે."'
18 They will listen to you. You and Israel's elders must go to Egypt's king and tell him, 'the Father of the Hebrews has met us. Now please let us travel three days into the wilderness to sacrifice to our Father.' લોકો તારી વાણી સાંભળશે, પછી તું અને ઇઝરાયલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, 'હિબ્રૂઓના ઈશ્વર યહોવા અમને મળ્યા છે. એ અમારા ઈશ્વર યહોવાહની આગળ યજ્ઞાર્પણ કરવા માટે અમે ત્રણ દિવસની મુસાફરી કરીને જઈ શકીએ એટલે દૂર અરણ્યમાં અમને જવા દે.'
19 But I know Egypt's king won't let you go unless by a mighty hand. જો કે મને ખબર તો છે જ કે મિસરનો રાજા તમને ત્યાં નહિ જવા દે. હા, કોઈ સામર્થ્યવાન હાથ જ તમને ત્યાં લઈ જશે.
20 I will reach out my hand and strike Egypt with all the wonders I do there; then he will release you. આથી હું મારા સામર્થ્ય દ્વારા તેઓની વચ્ચે ચમત્કાર બતાવીશ અને મિસરના લોકોને મારીશ. ત્યાર પછી તે તમને જવા દેશે.
21 I will make the Egyptians favor this people, so when you leave, you won't go empty-handed. અને મિસરીઓની નજરમાં ઇઝરાયલી લોકો પર દયા દર્શાવાય તેવું હું કરીશ. તેને પરિણામે જ્યારે તમે મિસરમાંથી બહાર જવા રવાના થશો ત્યારે ખાલી હાથે બહાર નહિ આવો.
22 Each woman must ask her neighbor and the woman living in her house for silver and gold items and clothing, and dress your sons and daughters with them. So you will plunder the Egyptians." પણ દરેક સ્ત્રી પોતાની મિસરી પડોશણ પાસેથી અને પોતાના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનાચાંદીનાં ઘરેણાં અને સુંદર કિંમતી વસ્ત્રો માગી લેશે અને તમે પોતાના દીકરાદીકરીઓને તે પહેરાવશો. આમ તમે મિસરીઓનું ધન લૂંટી લેશો."
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]