Skip to content
The Believer's Library

Gujarati Bible [guj] India (BCS 2017)

Ecclesiastes 1 guj

Show guj only
Verse × ×
1 The words of the Teacher, son of David, king in Jerusalem. યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
2 "Utterly fleeting," says the Teacher, "utterly fleeting! Everything is fleeting." સભાશિક્ષક કહે છે કે. "વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા સઘળું વ્યર્થ છે. સઘળું પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
3 What does a person gain from all the labor at which they toil under the sun? જે સર્વ પ્રકારનાં શ્રમ મનુષ્ય પૃથ્વી પર કરે છે, તેથી તેને શો લાભ છે?
4 A generation goes, and a generation comes, but the earth remains forever. એક પેઢી જાય છે અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે.
5 The sun rises and the sun sets, and hurries back to the place where it rises. સૂર્ય ઊગે છે પછી અસ્ત થઈને ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે.
6 The wind blows to the south and turns to the north; round and round it goes, ever returning on its circuits. પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ પણ વળે છે તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે. અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.
7 All the streams run to the sea, yet the sea is never full; the streams return to their source and flow again. સર્વ નદીઓ વહીને સમુદ્રમાં સમાય છે તો પણ સમુદ્ર તેઓનાથી ભરાઈ જતો નથી જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.
8 All things are wearisome, more than anyone can express; the eye is not satisfied with seeing, nor the ear filled with hearing. બધી જ વસ્તુઓ કંટાળાજનક છે તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને સાંભળવાથી કાન સંતુષ્ટ થતા નથી.
9 What has been is what will be, and what has been done is what will be done; there is nothing new under the sun. જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે પૃથ્વી પર કશું જ નવું નથી.
10 Is there anything anyone can point to and say, "Look, this is new"? It was already here, in the ages before us. શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે "જુઓ, તે નવું છે'? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું.
11 There is no remembrance of those who came before, and even those yet to come will not be remembered by those who follow them. ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓનું, કંઈ પણ સ્મરણ પણ હવે પછી થનાર પેઢીઓમાં રહેશે નહિ.
12 I, the Teacher, was king over Israel in Jerusalem. હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.
13 I gave my heart to seek and explore by wisdom all that is done under heaven—a miserable task God has given mankind to struggle with. પૃથ્વી પર જે કંઈ બને છે તેની શોધ કરવા અને સમજવા મેં મારા ડહાપણને લગાડ્યું તો એ સમજાયું કે કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.
14 I saw all the deeds done under the sun, and look—it is all fleeting, a chasing after wind. પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
15 What is crooked cannot be made straight, and what is lacking cannot be counted. જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી અને જે ખૂટતું હોય તે બધાની ગણતરી કરી શકાતી નથી!
16 I told myself, "Look, I have grown great and gained more wisdom than all who ruled Jerusalem before me; my heart has seen much wisdom and knowledge." મેં સ્વયં પોતાને કહ્યું કે, "જુઓ, યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયેલા અન્ય રાજાઓ કરતાં મેં વધારે જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે."
17 I set my mind to know wisdom, and madness and foolishness; I learned this too is a chasing after the wind. પછી મેં મારું મન જ્ઞાન સમજવામાં તથા પાગલપણું અને મૂર્ખતા સમજવામાં લગાડ્યું. ત્યારે મને સમજાયું કે આ પણ પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
18 For with much wisdom comes much grief, and the more knowledge, the more sorrow. કેમ કે અધિક ડહાપણથી અધિક શોક થાય છે. અને વિદ્યા વધારનાર શોક વધારે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

guj

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
Gujarati Bible [guj] India (BCS 2017) · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]