Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 16 OGCB

Show OGCB only
Verse × ×
1 I commend to you our sister Phoebe, who is a servant of the church at Cenchreae, આપણી પ્રિય બહેન ફેબી કિંખ્રિયા મંડળીની તે સેવિકા છે, હું તેમને ભલામણ કરું છું.
2 so that you may welcome her in the Lord as befits our Father's people, and help her with whatever she needs from you—she has supported many, myself included. હું તમને વિનંતી કરું છું પ્રભુના લોકોને ઘટે તેવો પ્રભુમાં તેનો સ્વીકાર કરજો અને શકય તે સર્વ મદદ કરજો કારણ કે તેણે મને તથા બીજી ઘણી વ્યકિતઓને જરૂરિયાતનાં સમયે મદદ કરી છે.
3 Greet Prisca and Aquila, my fellow workers in Christ Jesus, મસીહ ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કિલા અને અકુલાને મારી સલામ કહેજો.
4 who risked their own necks for my life—not only I thank them, but all the Gentile churches do too. મારે લીધે તેઓએ પોતાના જીવ જોખમમાં મૂક્યાં. એકલો હું જ નહિ પણ સઘળા વિદેશીઓની મંડળીઓ પણ તેઓના આભારી છે.
5 Greet also the church gathering in their home. Greet my dear Epaenetus, firstfruit of Asia for Christ. તેઓના ઘરમાં એકત્ર થતી મંડળીને મારી સલામ. આસિયા પ્રાંતમાં સૌ પ્રથમ મસીહને સારું ફળ છે મારા પ્રિય મિત્ર અપૈનિતસને પણ મારી સલામ પાઠવશો.
6 Greet Mary, who has worked hard among you. તમારે માટે પુષ્કળ મહેનત કરનાર મરિયમને પણ મારી સલામ કહેજો.
7 Greet Andronicus and Junia, my fellow Jews and fellow prisoners, notable among the apostles and in Christ before me. મારા સાથી યહુદીઓ આંદ્રોનિકસ તથા જુનિયાસને મારી સલામ કહેજો. જેઓ મારી સાથે જેલમાં હતાં. પ્રેષિતો તેઓને માન આપે છે, અને તેઓ મારી અગાઉ મસીહમાં હતા.
8 Greet Ampliatus, my beloved in the Lord. પ્રભુમાં મારા વહાલાં મિત્ર આંપ્લિયાતસ સલામ કહેજો.
9 Greet Urbanus, our fellow worker in Christ, and my beloved Stachys. મસીહમાં આપણા સાથી કાર્યકર ઉર્બાનસને તથા પ્રિય મિત્રને સ્તાખુસને સલામ કહેજો.
10 Greet Apelles, who is approved in Christ. Greet those who belong to the household of Aristobulus. મસીહ પ્રત્યેની તેની વફાદારીની કસોટી થઇ ચૂકી છે તે અપેલ્લેસને મારી સલામ કહેજો. અરિસ્તોબુલસના કુટુંબના સર્વને સલામ.
11 Greet Herodion, my fellow Jew. Greet those in the household of Narcissus who are in the Lord. મારા સગા હેરોદિયોનને સલામ કહેજો. નાર્કીસસનાં કુંટુંબ જે પ્રભુમાં છે તેમને પણ સલામ કહેજો.
12 Greet Tryphaena and Tryphosa, workers in the Lord. Greet my beloved Persis, who has worked hard in the Lord. પ્રભુમાં સખત મહેનત કરનારી સ્ત્રીઓ, ત્રુફેના અને ત્રુફોસાને સલામ કહેજો. મારી પ્રિય મિત્ર જે પ્રભુમાં ઘણી મહેનત કરનાર પેર્સિસને મારી સલામ કહેજો.
13 Greet Rufus, chosen in the Lord, and his mother and mine. પ્રભુએ પસંદ કરેલ રૂફસને મારી સલામ. અને તેની માતાને, જે મારી પણ માતા છે.
14 Greet Asyncritus, Phlegon, Hermes, Patrobas, Hermas, and the brothers and sisters who are with them. અસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રબાસ, હર્માસ અને તેમની સાથેનાં બીજા ભાઈઓ અને બહેનોને પણ મારી સલામ.
15 Greet Philologus, Julia, Nereus and his sister, and Olympas, and all our Father's people with them. ફિલોલોગસ, જુલિયા, નેરીઅસ તથા તેની બહેનને, વળી ઓલિમ્પાસને અને તેઓની સાથેનાં બીજા સર્વ પ્રભુના લોકોને સલામ.
16 Greet one another with a holy kiss. All the churches of Christ greet you. પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો. મસીહની બધીજ મંડળીઓ તમને સલામ કહે છે.
17 Brothers and sisters, I urge you: watch for those causing division and obstacles, against the teaching you learned, and turn away from them. ભાઈઓ અને બહેનો, હું તમને વિનંતી કરું છું કે જે શિક્ષણ તમને મળ્યું છે તેથી વિરુધ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે તેઓથી સાવધ રહી તેઓનાથી દૂર રહો.
18 For such people do not serve our Lord Christ but their own appetites, deceiving the unsuspecting's hearts with smooth talk and flattery. કેમકે આવાં લોકો આપણા પ્રભુ ઈસુ મસીહની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા માણસોના મન ભમાવે છે.
19 Your obedience has reached everyone, so I rejoice over you; but I want you wise about what is good, innocent about what is evil. બધા લોકોએ તમારા આજ્ઞાપાલન વિશે સાંભળ્યું છે. એને લીધે મને ઘણો આનંદ થાય છે. હું ઈચ્છું છું કે તમે સત્ય વિશે જ્ઞાની અને ભૂંડી બાબતો સંબંધી નિર્દોષ રહો.
20 Our Father of peace will soon crush Satan under your feet; our Lord Jesus Christ's grace be with you. શાંતિના ઈશ્વર જલદીથી શેતાનને તમારાં પગ તળે છૂંદી નાંખશે. આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વ પર હો.
21 Timothy, my fellow worker, greets you; so do Lucius, Jason, and Sosipater, my fellow Jews. મારો સાથી સેવક તિમોથી તમને સલામ મોકલે છે. તથા મારા યહુદી ભાઈઓ લુકિયસ, યાસોન અને સોસીપાતર પણ તમને સલામ મોકલે છે.
22 I, Tertius, who wrote down this letter, greet you in the Lord. પાઉલના લખાવ્યાં પ્રમાણે આ પત્ર લખનાર હું તેર્તિયુસ પ્રભુમાં તમને સલામ કહું છું.
23 Gaius, host to me and the whole church, greets you. Erastus, the city treasurer, and our brother Quartus also greet you. ગાયસ, મારો તથા આખી મંડળીનો યજમાન તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમને સલામ કહે છે.
24 Not in this edition હવે છેલ્લે આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વ પર હો, આમીન.
25 Now to him who can strengthen you—by my gospel and the proclamation of Jesus Christ, by the revealing of the mystery hidden for long ages past, હવે, જે સુસમાચાર, ઈસુ મસીહનો સંદેશ પ્રગટ કરવામાં આવ્યો છે, જે ઘણા યુગોથી ગુપ્ત રાખવામાં આવેલા રહસ્યના પ્રકટીકરણને અનુરૂપ છે, તે પ્રમાણે તમને સ્થિર કરવાને શક્તિમાન છે;
26 but now revealed and made known through prophetic writings, by command of our eternal Father, to bring all nations to the obedience of faith, પણ હવે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકનાં લેખોમા તમને જણાવવામાં આવ્યો છે, જેથી બધાં વિદેશીઓ વિશ્વાસથી આવતી આજ્ઞાપાલન તરફ આવે,
27 to our only wise Father, through Jesus Christ, be the glory forever! Amen. ઈસુ મસીહ દ્ઘારા એકલા જ્ઞાની ઈશ્વરને સદાસર્વકાળ મહિમા હો! આમીન.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]