Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 15 OGCB

Side by side with the Father's Heart Bible™

બીજાનો ખ્યાલ કરો

1આપણે જે શસક્ત છીએ તેઓએ અશકતોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું. 2આપણામાંના દરેકે આપણા પાડોશીઓના ભલા માટે, તેમની ઉન્નતિને અર્થે ખુશ કરવા જોઈએ. 3મસીહ પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહોતાં. પણ જેમ લખેલું છે તેમ: “જેઓ તમારું અપમાન કરે છે તેઓનું અપમાન મારા પર આવી પડ્યું છે.” 4કેમકે ભૂતકાળમાં જે લખવામાં આવ્યું હતું તે બધુ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતુ, જેથી શાસ્ત્રોમાં શિખવવામાં આવેલી ધીરજ અને તેઓના ઉત્તેજનથી આપણને આશા મળે.

5ધીરજ અને દિલાસો આપનાર ઈશ્વરની જેમ એકબીજા પ્રત્યે તમે મસીહ ઈસુના જેવું વલણ રાખો. 6જેથી તમે એક મનથી અને એક અવાજથી આપણા પ્રભુ ઈસુ મસીહનાં પિતા ઈશ્વરનો મહિમા કરો.

7જેમ મસીહે તમારો સ્વીકાર કર્યો છે, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો, જેથી ઈશ્વરનો મહિમા થાય. 8કારણ કે હું તમને કહું છું કે મસીહ ઇશ્વરનાં સત્ય માટે યહૂદિઓનાં સેવક બન્યાં જેથી પુવઁજોને આપેલા વચન પૂણઁ થાય. 9અને, વળી, વિદેશીઓ પણ ઈશ્વરની દયાને લીધે ઇશ્વરનો મહિમા કરે. જેમ લખેલું છે:“તેથી હું વિદેશીઓમાં તમારી સ્તુતી કરીશ;હું તમારા નામનાં સ્તુતિ ગીત ગાઇશ.”

10ફરીથી, તે કહે છે,“ઓ વિદેશીઓ, તમે તેના લોકો સાથે આનંદ કરો.”

11અને ફરીથી,“બધા વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો;દરેક લોકો તેમનો મહિમા કરો.”

12અને વળી, યશાયા કહે છે કે,“યિશાઈના જડમાંથી એક નીકળશે,જે પ્રજાઓ પર રાજ કરવાને માટે ઉઠશે;તેના પર વિદેશીઓ આશા રાખશે.”

13આશાનાં ઈશ્વરને જેમ તમે તેના પર તમે આશા રાખો છો તે તમને આનંદ અને શાંતિથી ભરપૂર કરો જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય.

પાઉલ વિદેશીઓનો સેવક

14મારા ભાઈઓ અને બહેનો, મને ખાતરી છે કે તમે સર્વ પ્રકારની ભલાઈ અને જ્ઞાનથી ભરપૂર છો. અને એકબીજાને શીખવવા સક્ષમ છો. 15છતાં, ઈશ્વરે આપેલી કૃપાને કારણે મેં તમને ફરીથી યાદ કરાવવા માટે કેટલીક બાબતો વિશે હિમતપૂર્વક લખ્યું છે 16વિદેશીઓ માટે મસીહ ઈસુનો સેવક બનવા. તેમણે મને ઈશ્વરના સુસમાચાર પ્રગટ કરવા યાજકની જવાબદારી સોંપી, જેથી વિદેશીઓ પવિત્ર આત્માથી પવિત્ર થઇને ઇશ્વરને સ્વીકાયઁ અપઁણ થાય.

17આમ મસીહ ઈસુમાં ઈશ્વરની સેવામાં હું ગર્વ અનુભવુ છું. 18વિદેશીઓને મારા કહ્યા અને કરેલાં કાર્યોથી ઈશ્વરની આજ્ઞાકીંત કરવા માટે મસીહે જે કામો મારી પાસે કરાવ્યા છે, તે સિવાય બીજા કોઇ કામો વિશે બોલવાની હિમંત હું કરીશ નહિ, 19ઈશ્વરના આત્માના સામથ્યઁથી ચિહ્નો અને અદભુત કૃત્યોથી યરુશાલેમથી માંડીને ઈલુરીકમ સુધી મેં મસીહના સુસમાચાર સંપૂર્ણ રીતે પ્રગટ કયાઁ છે. 20જ્યાં મસીહ પ્રગટ કરવામાં ન આવ્યા હોય ત્યાં સુસમાચાર પ્રગટ કરવાની હંમેશા મારી ઇચ્છા છે, જેથી હું બીજા કોઇનાં પાયા પર બાંધકામ ન બાંધું. 21જેમ, લખેલું છે તેમ:જેઓને તેમના વિશે કહેવામાં આવ્યું નથી, તેઓ જોશેઅને જેમણે સાંભળ્યું નથી તેઓ સમજશે.

22આ જ કારણને લીધે મને તમારી પાસે આવવાને ઘણીવાર અટકાવામાં આવ્યો છે.

રોમની મુલાકાત માટે પાઉલની યોજના

23પણ હવે આ પ્રદેશોમાં કામ કરવા માટે મારે કોઇ જગ્યા નથી, અને ઘણા વરસોથી તમારી મુલાકાત લેવાની મને ખૂબ ઇચ્છા છે, 24હું સ્પેન જવાનું વિચારી રહ્યો છું. મનેં આશા છે કે ત્યાં જતા હું તમને મળીશ. અને તમારી સંગતનો આનંદ માણ્યાં બાદ ત્યાં જવાને તમારી પાસેથી વિદાય લઈશ. 25હવે, જો કે, હું યરુશાલેમમાં પ્રભુનાં લોકોની સેવા કરવા જાઉં છું. 26કેમકે મકદોનિયા અને અખાયાના લોકો યરુશાલેમમાં રહેતા પ્રભુનાં લોકોમાં જેઓ ગરીબ છે તેમને માટે રાજીખુશીથી દાન આપવાનું સારું લાગ્યું. 27તેઓ રાજીખુશીથી તે કરવા તૈયાર થયા, અને ખરેખર તેઓ તેમના ઋણી છે. કેમકે જો વિદેશીઓ યહૂદીઓનાં આત્મિક આશીવાઁદમાં ભાગીદાર થયા, તો તેઓ યહૂદીઓ સાથે ભૌતીક આશીઁવાદો વહેંચવા માટે ઋણી છે. 28તેથી આ કામ પૂરુ કરીને તેમને આ ફાળો મળ્યો છે તે ખાતરી કર્યા પછી, હું સ્પેન જવા નીકળીશ, અને માર્ગમાં તમારી મુલાકાત લઈશ. 29હું જાણું છું કે જયારે હું તમારી પાસે આવીશ ત્યારે હું મસીહના સંપૂણઁ આશીર્વાદ લઇને આવીશ.

30ભાઈઓ અને બહેનો આપણા પ્રભુ ઈસુ મસીહ અને પવિત્ર આત્માના પ્રેમથી હું તમને વિનંતી કરું છું કે, મારા માટે ઇશ્વરને પ્રાથઁના કરી મારા સંઘષઁમાં મારી સાથે જોડાઓ. 31પ્રાથઁના કરો કે યહૂદિયામાંના અવિશ્વાસીઓથી બચી જાઓ અને યરુશાલેમમાં મારા દાનનો ત્યાંના પ્રભુના લોકો સ્વીકાર કરે, 32જેથી ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આનંદથી તમારી પાસે આવી શકું, અને તમારી સંગતથી તાજગી પામીશ. 33શાંતિદાતા ઈશ્વર તમ સર્વની સાથે રહો. આમીન.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]