Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Romans 14 OGCB

Show OGCB only
Verse × ×
1 Now accept the one who is weak in faith, but not to argue about their opinions. જેનો વિશ્વાસ નબળો છે તેનો સ્વીકાર કરો, વિવાદાસ્પદ બાબતો પર તકરાર કર્યા વિના.
2 One person has faith to eat anything, while the one who is weak eats only vegetables. એક વ્યકિતનો વિશ્વાસ બધું ખાવાની પરવાનગી આપે છે, પણ બીજો, જેનો વિશ્વાસ નબળો છે તે ફક્ત શાકભાજી ખાય છે.
3 The eater must not look down on the non-eater, and the non-eater must not judge the eater, for our Father has accepted him. જે બધું જ ખાય છે તેઓએ નહિ ખાનારાને તુચ્છ ન ગણવાં અને જેઓ નથી ખાતાં તેમણે ખાનારનો ન્યાય ન કરવો, કારણ કે ઈશ્વરે તેઓને સ્વીકાર્યા છે.
4 Who are you to judge another's servant? Before his own master he stands or falls; he will stand—the Lord can make him stand. તું કોણ છે કે બીજાનાં નોકરનો ન્યાય કરે? નોકરનું ઊભા રહેવું કે પડવું તે તેના માલીકના હાથમાં છે અને તે સ્થિર રહેશે, કેમકે પ્રભુ તેમને ઉભા રાખવાને સમથઁ છે.
5 One judges a day above another; another, every day alike. Each must be fully convinced in his own mind. કોઈ એક તો અમુક દિવસને બીજા દિવસ કરતા વધુ પવિત્ર માને છે; અને બીજા દરેક દિવસને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂણઁ ખાતરી કરવી.
6 Whoever observes the day observes it for the Lord. Whoever eats, eats for the Lord, since he thanks our Father; whoever abstains, abstains for the Lord, and thanks our Father. જે કોઇ એક દિવસને ખાસ માને છે, તે પ્રભુને માટે કરે છે. જે કોઇ માંસ ખાય છે તે પ્રભુને માટે કરે છે, કેમકે તેઓ પ્રભુનો આભાર માને છે. અને જે કોઇ નથી ખાતું તે પણ પ્રભુને માટે કરે છે અને પ્રભુનો આભાર માને છે.
7 For none of us lives for himself, and none of us dies for himself. કેમકે આપણામાનો કોઇ પણ પોતાને માટે જીવતો નથી. અને કોઇ પોતાને માટે મરતો નથી.
8 If we live, we live for the Lord; if we die, we die for the Lord. Living or dying, we belong to the Lord. જો આપણે જીવી, તો પ્રભુને માટે જીવીએ છીએ; અને જો આપણે મરીએ છીએ, તો પ્રભુને માટે મરીએ છીએ. માટે, આપણે મરીએ કે જીવીએ, તોપણ આપણે પ્રભુના છીએ.
9 Christ died and lived again for this: to be Lord of both the dead and the living. કેમકે આ જ હેતુસર મસીહ મરણ પામ્યા અને સજીવન થયા, જેથી તે મૂએલાં કે જીવતાં બન્નેના પ્રભુ થાય.
10 But you—why do you judge your brother? Or you—why do you despise your brother? We'll all stand before our Father's judgment seat. તો પછી, તું તારા ભાઈ અને બહેનનો કેમ ન્યાય કરે છે? અથવા શા માટે તેમને તુચ્છ ગણે છે? કેમકે આપણે સવઁને ઇશ્વરના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે.
11 For it's written: "As I live, says our Father, every knee bows to me, every tongue confesses to me." કેમકે લખેલું છે કે: “પ્રભુ કહે છે, ‘મારા જીવના સમ, દરેક ઘૂંટણ મારી સમક્ષ નમશે, પ્રત્યેક જીભ, ઈશ્વરને કબૂલ કરશે.’ ”
12 So then, each of us will give an account of himself to our Father. હા, આપણ પ્રત્યેકે ઈશ્વર સમક્ષ પોતાનો હિસાબ આપવો પડશે.
13 So stop judging each other. Instead decide never to put a stumbling block or trap before your brother. તેથી હવે પછી આપણે એકબીજાનો ન્યાય ન કરીએ. પણ તેના કરતાં કોઇએ પોતાના ભાઈ કે બહેનના માગઁમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ એવું નક્કિ કરીએ.
14 I know, persuaded in the Lord Jesus, that nothing is unclean in itself; but to one who thinks it unclean, it is unclean. હું જાણું છું, પ્રભુ ઈસુમાં ખાતરીપૂર્વક માનું છું કે કોઈ વસ્તુ પોતે અશુધ્ધ નથી. પરંતુ જો કોઈ વ્યકિત તેને અશુધ્ધ માને છે તો તે તેને માટે અશુધ્ધ છે.
15 If food hurts your brother, you're no longer walking in love. Don't destroy someone Christ died for with your food. જો તમારા ભાઈ કે બહેનને તમારા ખાવાથી દુઃખી થાય છે, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે મસીહ મરણ પામ્યા તેનો નાશ તમારા ખાવાથી ન કરો.
16 So do not let what you regard as good be spoken of as evil. તેથી તમારું જે સારું છે તે વિશે ભૂંડુ બોલાય તેવું ન થવા દો.
17 The kingdom of our Father isn't eating and drinking, but righteousness and peace and joy in the Holy Spirit. કેમકે ઇશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માના આનંદમાં છે.
18 Whoever serves Christ in this way is pleasing to our Father and approved by people. કારણ કે જો કોઇ આ રીતે મસીહની સેવા કરે છે, તે ઇશ્વરને પસંદ પડે છે અને માણસોને માન્ય થાય છે.
19 So then, let us pursue whatever brings peace and builds each other up. તેથી આપણે શાંતિ પરસ્પર એકબીજાની ઉન્નતિ થાય એવી બાબતો કરવા માટે બનતું બધું કરીએ
20 Don't destroy our Father's work over food. All things are clean, but eating that makes someone stumble is wrong. માત્ર ખોરાકને માટે ઈશ્વરનું કાર્ય તોડી પાડો નહિ. દરેક ખોરાક શુધ્ધ છે, પણ કોઇ પણ વસ્તુ જે બીજાને ઠોકર ખવડાવે છે તે ખાવું ખોટું છે.
21 Good is not eating meat, drinking wine, or anything that makes your brother stumble. માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારા ભાઈ કે બહેન ઠોકર ખાય તે ન કરવું એ તને ઘટારત છે.
22 Keep your faith to yourself before our Father. Blessed is the one who doesn't judge himself by what he approves. તેથી આ બાબતો વિશે જે કંઇ તુ વિશ્વાસ કરે છે તે તારી અને ઈશ્વરની વચ્યે રાખ. જે પોતાને યોગ્ય લાગે છે, તે બાબતમાં પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે.
23 Whoever doubts is condemned if he eats, since not from faith; whatever isn't from faith is sin. પણ જે કોઇ શંકા રાખે છે તે જો ખાય તો તે અપરાધી ઠરે છે, કારણ કે તેમનું ખાવું વિશ્વાસથી નથી; અને જે કાંઈ વિશ્વાસથી નથી તે પાપ છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]