Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Revelation 19 OGCB

Side by side with the Father's Heart Bible™

બેબિલોનના પતન પર ત્રણ ગણું હાલેલુયા

1એ પછી સ્વર્ગમાં મોટા લોકોના જનસમુદાયની મોટી વાણી સંભળાઈ:“હાલેલુયા!તારણ અને મહિમા અને પરાક્રમ આપણા ઈશ્વરના છે,

2કેમકે તેમના ન્યાયચુકાદા યોગ્ય તથા સત્ય છે,તેમણે તે મહાન વેશ્યાને દોષિત ઠેરવી છે,જેણે પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી.તેમણે તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે.”

3તેઓએ ફરીથી પોકારીને કહ્યું:“હાલેલુયા!તેનો ધુમાડો સદાસવઁકાળ ઉપર ચઢે છે.”

4ચોવીસ વડીલો તથા ચાર જીવંત પ્રાણીઓએ દંડવત કરીને રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરની આરાધના કરી અને કહ્યું:“આમીન! હાલેલુયા!”

5પછી રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે:“તેમના સર્વ સેવકો,જેઓ તેમનો ભય રાખે છે,બંન્ને નાનાં તથા મોટાં,આપણા ઈશ્વરની સ્તુતિ કરો.”

6પછી મેં મોટા લોક જનસમુદાયનાં અવાજ જેવી, ધસમસતા પાણીની ગજઁના જેવી, અને ભારે ગજઁનાઓના જેવી વાણી એમ બોલતી સાંભળી:“હાલેલુયા!કેમકે આપણા સર્વશકિતમાન પ્રભુ ઈશ્વર રાજ કરે છે.

7આપણે આનંદ કરીને હષઁ પામીએઅને તેમને મહિમા આપીએ!કેમકે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે,અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.

8તેને તેજસ્વી, શણના બારીક, સ્વચ્છ અને સુંદર વસ્ત્રોપહેરવા માટે આપ્યા છે.”(શણનું વસ્ત્ર ઈશ્વરના પવિત્ર લોકોનાં ન્યાયી કૃત્યો સૂચવે છે.)

9પછી દૂતે મને કહ્યું, “આ લખ: હલવાનના લગ્નજમણમાં જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે!” અને તેણે ઉમેયુઁ, “આ ઈશ્વરના સાચા વચનો છે.”

10ત્યારે હું તેની આરાધના કરવા માટે તેના પગે પડયો. પણ તેણે મને કહ્યું, “એમ ન કર! હું તમારા ભાઈઓ અને બહેનો જેઓ ઈસુની સાક્ષીને વળગી રહેનારાંઓમાનો સાથી સેવક છું. ઈશ્વરની આરાધના કર! કેમકે ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.”

સ્વગીઁય યોધ્ધા પશુને હરાવે છે

11પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું અને ત્યાં મારી આગળ સફેદ ઘોડો જોયો, જેનો સવાર વિશ્વાસુ તથા સત્ય કહેવાય છે. તે પ્રામાણિકપણે ન્યાય અને લડાઈ કરે છે. 12તેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે, અને તેમના પર એવું નામ લખેલું છે કે જે તેમના પોતાના સિવાય બીજું કોઈ જાણતું નથી. 13તેમણે રકતમાં બોળેલો ઝભ્ભો પહેરેલો છે, અને તેમનું નામ ઈશ્વરનો શબ્દ છે. 14તેમની પાછળ સ્વર્ગમાંનાં સૈન્યો શણના બારીક, શ્વેત અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને શ્વેત ઘોડા પર સવાર થઈને તેમની પાછળ પાછળ ચાલ્યા. 15તેમના મોંમાથી તીક્ષ્ણ તરવાર નીકળે છે જેનાથી તે વિદેશીઓને મારે. “તે લોખંડના દંડથી તેઓના પર રાજ્ય કરશે.” અને સર્વશકિતમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષાકુંડ ખૂંદે છે. 16તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર આ નામ લખેલું છે: રાજાઓનાં રાજા તથા પ્રભુઓના પ્રભુ.

17અને મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. તેણે મોટે અવાજે અંતરિક્ષમાં ઊડનારાં સવઁ પક્ષીઓને કહ્યું, “આવો, ઈશ્વરના મહાન ભોજન સમારંભ માટે એકઠા થાઓ, 18કે તમે, રાજાઓનું, સરદારોનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું તથા તેમના સવારોનું, ગુલામ અને સ્વતંત્ર, નાનાં અને મોટાનું માંસ ખાઓ.”

19પછી મેં પશુને અને પૃથ્વીનાં રાજાઓ અને તેઓના સૈન્યને ઘોડા પરના સવાર સામે તથા તેના સૈન્ય સામે લડાઈ કરવાને એકઠાં થયેલા જોયા. 20પણ પશુ પકડાઈ ગયું, અને તેની આગળ જે જૂઠા પ્રબોધકો જેણે તેના વતી ચિહ્નો કયાઁ હતાં. આ ચિહ્નો દ્રારા જેણે આ પશુની છાપ લેનારાઓને અને તેની મૂર્તિપૂજા કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. અને બંન્નેને ગંધકથી સળગતી અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા. 21જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલા સવારનાં મુખમાંથી નીકળતી તીક્ષ્ણ તરવારથી માયાઁ ગયા, અને સઘળાં પક્ષીઓ તેઓના માંસથી તૃપ્ત થયાં.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]