Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Revelation 16 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈશ્વરના કોપનાં સાત પ્યાલા

1પછી મેં મંદિરમાંથી એક મોટો અવાજ સંભળાયો તેણે સાત દૂતોને કહ્યું, “જાઓ, ઈશ્વરના કોપનાં સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો.”

2ત્યારે પહેલાં દૂતે જઈને પોતાના પ્યાલાને પૃથ્વી પર રેડી દીધો, એટલે જે લોકો પર પશુની છાપ હતી ને તેની મૂર્તિપૂજા કરનારાં સર્વને અત્યંત પીડાકારક ગુમડાં ફૂટી નીકળ્યાં.

3બીજા દૂતે પોતાના પ્યાલાને સમુદ્ર પર રેડી દીધો, એટલે તે મુડદાંના લોહી જેવું થઈ ગયું, અને તેમાં રહેલાં સર્વ સજીવ પ્રાણી મરણ પામ્યાં.

4ત્રીજા દૂતે પોતાના પ્યાલાને નદીઓ તથા ઝરણાં પર રેડી દીધો, અને તે લોહી થઇ ગયાં. 5ત્યારે પાણીનાં દૂતને મેં એમ કહેતાં સાંભળ્યો:“હે પવિત્ર, તમે છો, અને હતા, તમે ન્યાયી છો;કેમકે તમે અદલ ન્યાય કયોઁ છે.

6કેમકે તેઓએ તમારાં સંતો અને પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું છે,અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓએ માટે લાયક છે.”

7પછી મેં વેદીને કહેતાં સાંભળી:“હા, હે સર્વશકિતમાન પ્રભુ, ઈશ્વર,તમારાં ન્યાયચૂકાદા સત્ય તથા ન્યાયી છે.”

8પછી ચોથા દૂતે પોતાના પ્યાલાને સૂર્ય પર રેડી દીધો, અને સૂયઁને અગ્નિથી લોકોને બાળી નાંખવાની પરવાનગી આપવામાં આવી. 9તેઓ તીવ્ર ગરમીથી દાઝયા, અને જે ઇશ્વરને આ વિપતિઓ પર અધિકાર છે, તેમનાં નામની તેઓએ નિંદા કરી. પરંતુ તેઓએ પસ્તાવો કરવાનો અને ઇશ્વરને મહિમા આપવાનો ઇનકાર કયોઁ.

10પછી પાંચમા દૂતે પોતાના પ્યાલાને પશુનાં રાજ્યાસન પર રેડી દીધો, તેથી તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો અને લોકોએ વેદનાને લીધે પોતાની જીભ કરડી. 11અને પોતાની વેદનાને લીધે અને ગૂમડાંને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની નિદા કરી, પરંતુ પોતાનાં કરેલાં કામોનો પસ્તાવો કયોઁ નહિ.

12છઠ્ઠા દૂતે પોતાના પ્યાલાને મહા નદી યુફ્રેતિસ પર રેડી દીધો, અને તેનું પાણી સુકાઈ ગયું જેથી પૂર્વનાં રાજાઓ માટે માર્ગ તૈયાર થાય. 13પછી મેં જોયું તો અજગરના મુખમાંથી, દુષ્ટ પશુનાં મુખમાંથી, તથા જૂઠા પ્રબોધકોનાં મુખમાંથી દેડકાના જેવા ત્રણ દુષ્ટ આત્માઓ બહાર નીકળી આવ્યા. 14તે ચમત્કાર કરનાર ભૂતોના આત્માઓ છે, અને તેઓ આખી પૃથ્વીનાં રાજાઓ સાથે બહાર ગયા જેથી તેઓ બધા સર્વશકિતમાન ઈશ્વરના મહાન દિવસે ઈશ્વર વિરુદ્ધ લડાઈ કરવા માટે એકત્ર થાય.

15“જુઓ: હું ચોરની જેમ આવું છું! જે જાગૃત રહે છે, અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન જવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે!”

16પછી જેને હિબ્રૂ ભાષામાં હર-મગિદોન કહે છે, તે જગ્યાંએ તેઓએ રાજાઓને એકત્ર કર્યા.

17પછી સાતમાં દૂતે પોતાના પ્યાલાને હવામાં રેડી દીધો, અને મંદિરમાંના રાજ્યાસન પરથી મોટો અવાજ સંભળાયો, “સંપૂર્ણ થયું!” 18ત્યારે વીજળીઓ ઝબકી, ગર્જનાઓ થઇ, અને અવાજો સંભળાયા. અને મોટો ધરતીકંપ થયો. માનવ ઈતિહાસમાં પૃથ્વી પર કદી ન થયો હોય તેવો મોટો ધરતીકંપ થયો. 19મહાનગરનાં ત્રણ ટુકડા થઈ ગયા, અને રાજયોના નગરો જમીનદોસ્ત થઈ ગયા. ઈશ્વરે બેબિલોનને યાદ કર્યું કે તે પોતાના સખત કોપનાં દ્રાક્ષારસનું પ્યાલું તેને આપ્યું. 20દરેક ટાપુઓ નાઠાં અને પર્વતોનું નામ નિશાન ન રહ્યું. 21આકાશમાંથી સો કિલોગ્રામ વજનનાં કરાં માણસો પર પડયાં. અને આ કરાના ભયંકર અનથઁને કારણે તેઓએ ઈશ્વરને શાપ આપ્યો.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]