Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Revelation 14 OGCB

Side by side with the Father's Heart Bible™

હલવાન અને 1,44,000

1પછી મેં જોયું, તો જુઓ મારી આગળ સિયોન પર્વત પર હલવાનને ઊભેલું જોયું, અને તેની સાથે 1,44,000 હતા, જેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. 2અને મેં સ્વર્ગમાંથી ધસમસતા પાણીનાં ગર્જના જેવો અને મોટી ગજઁનાના જેવો અવાજ સાંભળ્યો. એ તો વીણાં વગાડનારાઓની વીણા વગાડતા હોય એવો અવાજ હતો. 3તેઓએ રાજ્યાસનની આગળ અને ચાર જીવંત પ્રાણીઓ તથા વડીલો સમક્ષ નવું ગીત ગાયું. જેઓ પૃથ્વી પરથી મુકિત પામેલા 1,44,000 લોકો સિવાય બીજું કોઈ આ ગીત શીખી શક્યું નહિ. 4જેમણે સ્ત્રી સાથે પોતાને અશુધ્ધ કયાઁ નથી તેઓએ છે, કેમકે તેઓ કુંવારા રહ્યા છે. તેઓ જયાં કહીં હલવાન જાય છે ત્યાં તેઓ તેની પાછળ જાય છે. તેઓને ઈશ્વર તથા હલવાનને અપઁણ કરવા માટે પ્રથમફળ થવાને માણસજાતમાંથી ખરીદવામાં આવ્યા હતાં. 5તેઓના મોંમાં કાંઈ અસત્ય ન હતું, તેઓ નિર્દોષ છે.

ત્રણ દૂતો

6પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, અને તેની પાસે પૃથ્વી પર વસતાં લોકોને દરેક રાષ્ટ્રનાં, પ્રજાનાં, કુળનાં અને ભાષા અને લોકોને પ્રગટ કરવાને માટે તેની પાસે સનાતન સુસમાચાર હતા. 7તેણે મોટાં અવાજે કહ્યું, “ઈશ્વરનો ભય રાખો અને તેમને મહિમા આપો, કેમકે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને પાણીનાં ઝરણોને ઉત્પન્ન કયાઁ તેમની આરાધના કરો.”

8તેની પાછળ બીજા એક દૂતે કહ્યું, “પડ્યું! મોટું બેબિલોન પડ્યું. જેણે સર્વ પ્રજાઓને તેણે પોતાના વ્યભિચાર અને કોપરૂપી દારૂ પિવડાવ્યો છે.”

9પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવ્યો, ને મોટાં અવાજે કહ્યું: “જે કોઈ પશુની અને તેની મૂર્તિની પૂજા કરે, અને તેની છાપ પોતાના કપાળ પર કે હાથ પર લે, 10તો, તે પણ, ઈશ્વરના કોપનો દ્રાક્ષારસ પીશે, જે તેમના કોપનાં પ્યાલામાં નયોઁ રેડેલો છે. અને પવિત્ર દૂતો તથા હલવાનની હાજરીમાં તેઓ અગ્નિથી તથા ગંધકથી પીડાશે. 11તેઓની પીડાનો ધુમાડો સદાકાળ માટે ઉપર ચઢયા કરે છે. જે કોઈ પશુની તથા તેની મૂર્તિની આરાધના કરી છે અથવા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાતદિવસ વિસામો નથી.” 12આમાં ઇશ્વરના લોકોની ધીરજ, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે અને ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓની ધીરજ રહેલી છે.

13પછી મેં આકાશમાંથી અવાજ એમ બોલતાં સાંભળ્યો, “આ લખ: હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે.” આત્મા કહે છે, “હા, તેઓ આશીર્વાદિત છે. હવે તેઓ કઠીન પરિશ્રમથી વિસામો પામે, કેમકે તેઓનાં કામ તેઓની પાછળ આવશે.”

પૃથ્વીની ફસલની કાપણી અને દ્રાક્ષારસને કચડવો

14મેં જોયું, મારી આગળ એક શ્વેત વાદળ હતું, અને તેના પર મનુષ્યપુત્ર જેવો એક બેઠેલો હતો, તેના માથા પર સોનાનો મુગટ હતો અને તેમના હાથમાં ધારવાળું દાંતરડું હતું. 15પછી મંદિરમાંથી એક દૂત નીકળી આવ્યો, અને વાદળા પર બેઠેલાંને મોટે અવાજે કહ્યું કે, “તારું દાંતરડું લઈને કાપણી કર, કારણ કે કાપણીનો સમય આવી ગયો છે, કારણ કે પૃથ્વીની ફસલ પાકી ચૂકી છે.” 16તેથી વાદળ પર જે બેઠેલો હતો તેણે પોતાનું દાંતરડું પૃથ્વી પર ચલાવ્યું અને પૃથ્વી પરની ફસલની કાપણી કરવામાં આવી.

17ત્યાર પછી સ્વર્ગમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારવાળું દાંતરડું હતું 18પછી અગ્નિ પર અધિકાર છે તે દૂતે વેદીમાંથી બહાર આવ્યો, જેની પાસે ધારવાળું દાંતરડું હતું તેને મોટે અવાજે કહ્યું, “તારું ધારવાળું દાંતરડું ચલાવ અને પૃથ્વી પરના દ્રાક્ષવેલાઓ પરથી દ્રાક્ષાનાં ઝૂમખાં લણી લે, કારણ કે તે દ્રાક્ષો પાકી ચૂકી છે.” 19તેથી તે દૂતે પૃથ્વી પર પોતાનું દાંતરડું ચલાવ્યું અને દ્રાક્ષો ભેગી કરી અને ઇશ્વરના કોપનાં મોટા દ્રાક્ષાકુંડમાં નાંખ્યા. 20પછી શહેરની બહાર દ્રાક્ષાકુંડમાં તેઓ કચડાઈ ગયા, અને આશરે ત્રણસો ત્રીસ કિલોમીટર સુધી, ઘોડાની લગામને પહોંચે એટલું લોહી દ્રાક્ષાકુંડમાંથી વહેવાં લાગ્યું.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]