Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 9 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુ જન્મથી અંધ માણસને સાજો કરે છે

1જયારે તેઓ જતાં હતા, ત્યારે તેમણે એક જન્મથી અંધ માણસને જોયો. 2તેમના શિષ્યોએ તેમને પૂછયું, “રાબ્બી કોના પાપે, આ માણસના કે તેનાં માબાપનાં, કે તે અંધ જન્મ્યો?”

3ઈસુએ કહ્યું, “આ માણસના કે તેના માબાપનાં પાપે નહિ, પણ તે એટલા માટે કે ઈશ્વરના કાયોઁ તેનાથી પ્રગટ થાય. 4જયાં સુધી દિવસ કહેવાય છે, ત્યાં સુધી આપણે તેમના કામ કરવા જોઈએ. રાત આવે છે જયારે કોઇ કામ નઇ કરી શકે. 5જયારે હું જગતમાં છું, ત્યાં સુધી હું જગતનો પ્રકાશ છું.”

6આ કહી રહ્યા પછી, તેમણે જમીન પર થૂંકી, લાળથી તેમણે થોડો કાદવ બનાવ્યો, અને માણસની આંખો પર લગાવ્યો. 7તેને કહ્યું, “જા, શિલોઆહના કુંડમાં જઈને ઘો.” (શિલોઆહ એટલે મોકલાયેલ.) તેથી તે માણસ ગયો અને ધોઈ, અને તે દેખતો થઈને ઘરે આવ્યો.

8તેના પડોશીઓ તથા જેઓએ તેને અંધ ભિખારી તરીકે જોયો હતો, “શું આ, આ એ જ માણસ નથી કે જે બેસીને ભીખ માંગતો હતો?” 9કેટલાકે દાવો કયોઁ કે તે એ હતો, બીજાઓએ કહ્યું “ના, તે માત્ર તેના જેવો દેખાય છે.” પણ તેણે કહ્યું, “હું એ જ માણસ છું.”

10તેઓએ પૂછયું, “તારી આંખો કેવી રીતે ઉઘડી?”

11તેણે જવાબ આપ્યો, “જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કરીને મારી આંખો પર ચોપડ્યો. તેમણે કહ્યું કે, ‘શિલોઆહના માં જઈને ધો.’ તેથી હું ગયો અને હું જોઈ શકયો.”

12તેઓએ તેને પૂછયું, “તે માણસ કયાં છે?” તેણે કહ્યું, “મને ખબર નથી.”

ફરોશીઓ સાજાપણાંને તપાસે છે

13જે માણસ અંધ હતો તેઓ તેને, ફરોશીઓ પાસે લાવ્યા. 14હવે જે દિવસે ઈસુએ કાદવ કયોઁ હતો અને માણસની આંખો ઉઘાડી હતી તે સાબ્બાથ હતો. 15એટલા માટે ફરોશીઓએ પણ તેને પૂછયું કે તને કેવી રીતે દ્રષ્ટિ મળી. તે માણસે જવાબ આપ્યો, “તેમણે મારી આંખો પર માટી લગાડી અને મેં ધોઈને હવે હું જોઊં છું.”

16કેટલાકે ફરોશીઓએ કહ્યું, “આ માણસ, ઈશ્વર તરફથી નથી, કેમકે તે સાબ્બાથ પાળતો નથી.” પણ બીજાઓએ કહ્યું, “એક પાપી કેવી રીતે આવાં ચમત્કારો કરી શકે?” તેથી તેઓમાં ભાગલા પડયા.

17પછી તેઓ ફરીથી અંધ માણસ તરફ ફયાઁ, “જેણે તારી આંખો ઉઘાડી હતી, તેના વિશે તારે શું કહેવું છે?” તે માણસે જવાબ આપ્યો, “તેઓ એક પ્રબોધક છે.”

18તેઓએ તેનાં માબાપને બોલાવ્યાં ત્યાં સુધી હજું પણ તેઓ વિશ્વાસ કરતા ન હતા કે અંધને તેની દ્રષ્ટિ મળી છે. 19તેઓએ પૂછયું, “શું આ તમારો દીકરો છે, જેને વિશે તમે કહો છો કે તે જન્મથી જ અંધ હતો? તો હવે તે શી રીતે દેખતો થયો છે?”

20માબાપે જવાબ આપ્યો, “અમે જાણીએ છીએ કે તે અમારો દીકરો છે, અને અમે જાણીએ છીએ કે તે જન્મથી અંધ હતો; 21પણ હવે તે કેવી રીતે દેખતો થયો અને તેની આંખો કોણે ઉઘાડી તે અમે જાણતા નથી. તે પુખ્ત વયનો છે, તેને જ પૂછી જુઓ, તે પોતે જ કહેશે.” 22તેના માબાપ યહૂદી આગેવાનોથી બીતા હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમકે તેમણે અગાઉથી ઠરાવ કયોઁ હતો, કે ઈસુ તે જ મસીહ છે તેવું કબૂલ કરનારને સભાસ્થાનની બહાર મૂકવો. 23તેથી તેનાં માબાપે કહ્યું હતું કે, “તે પુખ્ત વયનો છે, તેને પૂછો.”

24બીજી વાર તેઓએ તે અંધ માણસને બોલાવીને કહ્યું, “તેઓએ કહ્યું, સાચું કહીને ઈશ્વરને મહિમા આપ, કેમકે અમે જાણીએ છીએ કે આ માણસ પાપી છે.”

25તેણે જવાબ આપ્યો, “તે પાપી છે કે નહિ તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો પણ હવે હું દેખતો થયો છું.”

26ત્યારે તેઓએ તેને પૂછયું, “તેમણે તને શું કર્યું? તારી આંખો તેમણે કેવી રીતે ઉઘાડી?”

27તેણે જવાબ આપ્યો, “મેં તમને કહ્યું, અને તમે ના સાંભળ્યું? શા માટે તમારે ફરી સાંભળવું છે? શું તમારે પણ તેમના શિષ્ય બનવું છે?”

28ત્યારે તેઓએ તેમનું અપમાન કરીને કહ્યું, “તું સાથી શિષ્ય હોઈશ! અમે તો મોશેનાં શિષ્ય છીએ. 29ઈશ્વર મોશે સાથે બોલ્યાં હતા એ અમે જાણીએ છીએ, પણ આ માણસ ક્યાંંથી આવ્યો છે એ અમે જાણતા નથી.”

30માણસે જવાબ આપ્યો, “હવે એ અદભુત છે! તે ક્યાંંથી આવ્યો છે એ વિશે તમે કાંઈ જાણતા નથી! છતાં તેણે મારી આંખો ઉઘાડી. 31અમે જાણીએ છીએ કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી, પણ જેઓ ધામિઁક હોય, અને તેમની ઈચ્છા પૂર્ણ કરે છે તેઓનું તે સાંભળે છે. 32કોઈએ જન્મથી અંધ માણસની આંખો ઉઘાડી હોય એવું કદી સાંભળ્યું નથી. 33જો આ માણસ ઈશ્વર તરફથી ન હોય તો તે કંઇ કરી શકયો ન હોત.”

34તેઓએ આનો જવાબ આપ્યો “તું તો જન્મથી જ પાપોમાં ડુબેલો હતો! શું તું અમને બોધ કરવાની હિમંત કરે છે!” અને તેઓએ તેને બહાર ફેંકી દીધો.

આત્મિક અંધાપો

35ઈસુએ સાંભળ્યું કે તેને બહાર ફેંકી દીધો છે, અને જયારે તેમને તે મળ્યો, ત્યારે તેમણે કહ્યું, “શું તું માણસના દીકરા ઉપર વિશ્વાસ કરે છે?”

36તે કોણ છે, “ગુરુજી? તે માણસે પૂછયું. મને કહો જેથી હું તેમના પર વિશ્વાસ કરી શકું.”

37ઈસુએ કહ્યું, “હવે તેં તેમને જોયા છે; હકીકતમાં, જે તારી સાથે વાત કરે છે તે જ તે છે.”

38ત્યારે તે માણસે કહ્યું, “પ્રભુ, હું વિશ્વાસ કરું છું,” અને તેણે તેમનું ભજન કર્યું.

39ઈસુએ કહ્યું, “ન્યાયને માટે હું જગતમાં આવ્યો છું, જેથી આંધળા જુએ અને જેઓ જુએ તેઓ આંધળા થાય.”

40કેટલાક ફરોશીઓ તેમની સાથે હતા આ વાત સાંભળી અને પૂછયું, “શું? અમે અંધ છીએ?”

41ઈસુએ કહું, “જો તમે અંધ હોત, તો તમને પાપનાં દોષિત ઠરાવી શકાત નહિ; પણ હવે તમે દાવો કરો છો કે તમે જોઈ શકો છો, તમારો દોષ કાયમ રહે છે.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]