Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 7 OGCB

Side by side with the Father's Heart Bible™

ઈસુ માંડવા પવઁમાં જાય છે

1આ પછી, ઈસુ ગાલીલની આસપાસ ગયા. એ યહૂદિયામાં જવા માગતા નહોતાં, કેમકે ત્યાં યહૂદી આગેવાનો તેમને મારી નાખવાં શોઘતાં હતા. 2હવે યહૂદીઓનું માંડવાપર્વ નજીક હતું. 3ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, ગાલીલ છોડી ને યહૂદિયા જાઓ. “જેથી તમે જે કામો કરો છો તે તમારાં શિષ્યો જુએ; 4કોઇ પોતે પ્રસિધ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઇ કરતો નથી. જો તમે એ કામો કરો છો તો જગતને પોતાને દેખાડી આપો.” 5કેમકે તેમના પોતાના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કયોઁ ન હતો.

6એ માટે ઈસુએ તેમને કહ્યું, “મારો સમય હજુ આવ્યો નથી, પણ સઘળા સમય તમને સરખાં છે. 7જગત તમારો ધિક્કાર કરી શક્તું નથી, પણ મને તો ધિક્કારે છે, કારણ કે હું સાક્ષી આપું છું કે તેમના કામ ભૂંડા છે. 8તમે પવઁમાં જાઓ, હું આ પવઁમાં જતો નથી, કેમકે મારો સમય પૂરેપૂરો આવ્યો નથી.” 9આ કહયાં પછી તેઓ ગાલીલમાં જ રહ્યા.

10તેમના ભાઈઓ પર્વમાં ગયા. પછી તેઓ પણ જાહેરમાં નહિ પણ છાની રીતે ગયા. 11હવે પવઁમા યહૂદી આગેવાનો ઈસુની શોધ કરતાં અને પૂછતાં, કે “તેઓ કયાં છે?”

12ટોળા મઘ્યે તેમના વિશે ઘણી ચચાઁઓ ચાલી, કેટલાકે કહ્યું, “તેઓ સારા માણસ છે.” જયારે બીજાઓ કહેતાં, “ના, એ તો લોકોને ભરમાવે છે.”

13પરંતુ આગેવાનોની ધાકને લીધે કોઈએ તેમના વિશે જાહેરમાં કાંઈ કહ્યું નહિ.

ઈસુ પવઁમા શિક્ષણ આપે છે

14પર્વ અધવાર્યું ત્યારે ઈસુએ મંદિરનાં આંગણાંમાં જઈને શિક્ષણ આપ્યું, 15યહૂદીઓ આશ્ચર્યચકિત થઈને પૂછવાં લાગ્યા, “આ માણસ કદી પણ શીખ્યો નથી, છતાં તેણે આટલું બધુ જ્ઞાન કેવી રીતે મેળવ્યું?”

16ઈસુએ જવાબ આપ્યો, “મારું શિક્ષણ માંરુ પોતાનું નથી, પણ જેણે મને મોકલ્યો છે તેમના તરફથી આવે છે. 17જે કોઇ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવા ચાહે છે, તો તે સમજશે કે મારું શિક્ષણ ઈશ્વર તરફથી છે કે હું પોતે બોલું છું. 18જે કોઇ પોતા વિશે બોલે છે, તે પોતાનો મહિમા શોધે છે, પણ જે તેમના મોકલનારનો મહિમા શોધે છે તે જ ખરો માણસ છે. અને તેનામાં કાંઈ અન્યાય નથી. 19શું મોશેએ તમને નિયમ નથી આપ્યો, છતાં પણ તમારામાંનો કોઇ નિયમોનું પાલન કરતો નથી, તમે મને મારી નાખવાને કેમ કોશિશ કરો છો?”

20ટોળાએ જવાબ આપ્યો, “તમને અશુધ્ધ આત્મા વળગ્યો છે. કોણ તમને મારી નાખવાને કોશિશ કરે છે?”

21ઈસુએ તેઓને કહ્યું, “મેં એક ચમત્કાર કયોઁ અને તમે બધા આશ્ચર્ય પામ્યાં. 22કેમકે મોશેએ તમને સુન્નતનો નિયમ આપ્યો (જો કે ખરેખર તે મોશેથી આવ્યો નથી પણ પૂવઁજોથી) છતાં પણ, તમે સાબ્બાથદિને છોકરાની સુન્નત કરાવો છો. 23હવે, જો છોકરાની સાબ્બાથે સુન્નત કરાવે, તો તેમાં મોશેનાં નિયમનું ઉલ્લંઘન થતું નથી. પણ સાબ્બાથદિને એક માણસને સંપૂર્ણ સાજો કર્યો, તે માટે કેમ તમે મારા પર ગુસ્સે થાવ છો? 24માત્ર દેખાવ પ્રમાણે ન્યાય કરવાનું બંધ કરો, પણ એને બદલે સાચો ન્યાય કરો.”

ઈસુ કોણ છે તેની પર વિભાજન

25ત્યારે યરુશાલેમનાં કેટલાક લોકો એકબીજાને પૂછવાં લાગ્યા, “શું આ એ માણસ નથી કે જેને તેઓ મારી નાંખવાની કોશિશ કરે છે? 26તેઓ અહીંયા છે, તે જાહેરમાં બોલે છે, અને તેઓ તેને શબ્દ કહેતા નથી! શું અધિકારીઓએ ખરેખર એવું તારણ કાઢયું છે કે તેઓ જ મસીહ છે? 27પણ આપણે જાણીએ છીએ કે આ માણસ કયાંનો છે, જયારે મસીહ આવશે ત્યારે કોઇને ખબર પડશે નહિ કે તેઓ કયાંનાં છે.”

28ત્યારે ઈસુએ મંદિરનાં આંગણાંમાં હજું પણ ઉપદેશ કરતાં મોટેથી કહ્યું, “હા, તમે મને જાણો છો, અને તમે જાણો છો હું કયાંનો છું, હું અહીં મારા પોતાના અધિકારથી નથી પણ જેણે મને મોકલ્યો છે તેઓ સાચા છે, તેમને તમે જાણતા નથી, 29પણ હું તેમને જાણું છું, કેમકે હું તેમનાથી છું, અને તેમણે મને મોકલ્યો છે.”

30માટે તેઓએ તેમને પકડવા પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ, કેમકે તેમનો સમય હજુ આવ્યો ન હતો. 31છતાં, ટોળામાંથી ઘણાંએ તેમનાં પર વિશ્વાસ કયોઁ, તેઓએ કહ્યું, “જયારે મસીહ આવશે ત્યારે તેઓ આ માણસ કરતાં શું વધારે ચિન્હો કરશે?”

32ટોળામાં તેમના વિશે આવી ચર્ચા થઈ રહી છે એ ફરોશીઓએ સાંભળ્યું. ત્યારે મુખ્ય યાજકોએ અને ફરોશીઓએ તેમને પકડવાને સિપાઈઓ મોકલ્યા.

33ઈસુએ કહ્યું, “હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું. 34તમે મને શોધશો પણ હું તમને મળીશ નહિ અને હું જયાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”

35યહૂદીઓએ એકબીજાને કહ્યું, “આ માણસ કયાં જવાનો ઇરાદો રાખે છે કે આપણે તેમને શોધી ન શકીએ? શું તે ગ્રીકોમાં વસતા આપણા લોકોની મધ્યે જઈને ગ્રીકોને શિક્ષણ આપશે? 36તમે મને શોધશો પણ હું તમને મળીશ નહિ અને હું જયાં છું ત્યાં તમે આવી શકશો નહિ એમ કહીને તે શું કહેવા માંગે છે?”

37પર્વના છેલ્લા અને સૌથી મોટા દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38જેમ શાસ્ત્ર કહે છે તેમ જે કોઈ મારામા વિશ્વાસ કરે છે, તેમની અંદરથી જીવતાં પાણીની નદીઓ વહેશે.” 39જે તેમના પર વિશ્વાસ કરનારાઓને આત્મા મળવાનો હતો તે વિશે કહ્યું. હજું સુધી ઈસુને મહિમાવાન કરવામાં આવ્યા નહોતાં, આત્મા પણ આપવામાં આવ્યો ન હતો.

40લોકોએ તેમના શબ્દો સાંભળીને કહ્યું, “ખરેખર આ માણસ પ્રબોધક છે.”

41જયારે બીજાઓએ કહ્યું, “તે મસીહ છે.” બીજા કેટલાકે કહ્યું, “મસીહ ગાલીલમાંથી કેવી રીતે આવી શકે?

42શું શાસ્ત્ર એવુ નથી કહેતુ કે દાવિદના વંશમાંથી અને બેથલેહેમ શહેર, જયાં દાવિદ રહેતો હતો ત્યાંથી મસીહ આવવાના છે.” 43આમ ઈસુને કારણે લોકોમાં ભાગલા પડયાં. 44કેટલાક ઈસુને પકડવા ચાહતા હતા. પણ કોઈએ તેમના પર હાથ નાખયો નહિ.

યહૂદી આગેવાનોનો અવિશ્વાસ

45આખરે મંદિરનાં સૈનિકો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા, તેઓએ તેમને પૂછયું, “તમે તેમને કેમ લાવ્યાં નહિ?”

46સૈનિકોએ જવાબ આપ્યો, “આ માણસના જેવું કદી કોઇ બોલ્યું નથી.”

47ફરોશીઓએ મશ્કરી કરતાં કહ્યું, “એટલે કે શું તમે પણ ભરમાઈ ગયા? 48શું કોઇ અધિકારીએ અથવા કોઇ ફરોશીઓએ તેમના પર વિશ્વાસ કયોઁ? 49ના! પણ આ લોકો નિયમશાસ્ત્ર વિશે કશું જાણતા નથી તેઓ શાપિત છે.”

50નિકોદેમસ, જે પહેલાં ઈસુની પાસે ગયો હતો અને કે જે તેઓમાંનો એક હતો, કહ્યું 51“કોઈ માણસનું સાંભળ્યાં અગાઉ, અને તે જે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય ઠરાવે છે?”

52તેઓએ જવાબ આપ્યો, “તું પણ ગાલીલનો છે કે શું? તેમાં તપાસી જો, અને તને માલૂમ પડશે કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”

53પછી તેઓ બધા ઘરે ગયા.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]