Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

John 4 OGCB

Show OGCB only
Verse × ×
1 So when Jesus knew the Pharisees heard he was making and baptizing more disciples than John. હવે ફરોશીઓના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે;
2 (though Jesus himself was not baptizing, but his disciples were), (જો કે હકિકતમાં ઈસુ પોતે નહિ પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતાં હતા),
3 he left Judea and went back to Galilee. તેથી તેઓ યહૂદિયા છોડી ને ફરી એક વાર ગાલીલમાં ગયા.
4 And he had to pass through Samaria. તેમને સમરૂનમાં થઈને જવું પડયું.
5 So he came to a town of Samaria called Sychar, near the field Jacob gave his son Joseph. તેથી તેઓ સમરૂનના સૂખાર નામે એક શહેરમાં આવી પહોંચ્યા, જે જમીન યાકોબે તેના દીકરા યોસેફને આપી હતી, તેની પાસે.
6 Jacob's well was there. Jesus, tired from the trip, sat down at the well—about noon. ત્યાં યાકોબનો કૂવો હતો, અને ઈસુ મુસાફરીથી થાકેલા હોવાથી કૂવા પર બેઠાં, તે વેળાએ આશરે બપોર હતી.
7 A woman of Samaria came to draw water. Jesus said to her, "Give me a drink." જયારે એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી કાઢવા આવી. ત્યારે ઈસુએ તેને કહ્યું “શું તું મને પીવાને આપીશ?”
8 (For his disciples had gone into the town to buy food.). તેમના શિષ્યો ખાવાનું વેચાતું લેવાં શહેરમાં ગયા હતા.
9 The Samaritan woman said, "You're a Jew; why ask me, a Samaritan woman, for a drink?" (Jews don't associate with Samaritans.). સમરૂની સ્ત્રીએ તેમને કહે છે કે “તમે યહૂદી છો અને હું સમરૂની સ્ત્રી છું, તમે મારી પાસે પીવાને પાણી કેવી રીતે માંગી શકે?” કેમકે યહુદીઓ સમરૂનીઓ સાથે વ્યવહાર રાખતાં નથી.
10 Jesus answered her, "If you knew our Father's gift, and who asks you, 'Give me a drink,' you'd have asked him, and he'd have given you living water." ઈસુએ તેને જવાબ આપ્યો, “જો તું ઈશ્વરના દાનને અને જે તને કહે છે કે મને પાણી પા, એ કોણ છે, એ તું જાણતી હોત, ‘તો તું તેની પાસે માંગત અને તે તને જીવંત પાણી આપત.’ ”
11 The woman said to him, "Sir, you have nothing to draw with, and the well is deep. Where then do you get this living water? સાહેબ, સ્ત્રીએ તેમને કહ્યું, “તમારી પાસે કાઢવાનું કંઇ નથી ને કૂવો ઘણો ઊંડો છે; તો પછી એ જીવંત પાણી કયાંથી લાવશો!
12 Are you greater than our father Jacob, who gave us the well, drank from it himself, with his sons and livestock?" શું તમે અમારા પૂર્વજ યાકોબ કરતાં મહાન છો? જેણે આ કૂવો અમને આપ્યો અને પોતે તેના દીકરાઓએ તથા ઢોરોએ એમાનું પીધું.”
13 Jesus said to her, "Everyone who drinks of this water will be thirsty again, ઈસુએ જવાબ આપ્યો, “જે કોઇ આ પાણી પીશે તેને ફરી તરસ લાગશે.
14 but whoever drinks the water I give him will never thirst again; that water will become in him a spring of water welling up to eternal life." પણ જે પાણી હું તેઓને આપું છું, તે જે કોઇ પીશે તેને કદી તરસ લાગશે નહિ, પણ જે પાણી હું તેમને આપીશ તેમનામાં પાણીનો ઝરો થશે, અને તે અનંતજીવન સુધી ઝયાઁ કરશે.”
15 The woman said to him, "Sir, give me this water, so I won't get thirsty or come here to draw water." સ્ત્રીએ તેમને કહ્યું, “સાહેબ, મહેરબાની કરીને એ પાણી મને આપો, જેથી મને તરસ ન લાગે ને મારે દરરોજ પાણી ભરવાં આવવું ન પડે.”
16 Jesus said to her, "Go, call your husband, and come back here." તેમણે તેને કહ્યું, “જા, તારા પતિને લઇ આવ.”
17 The woman answered, "I have no husband." Jesus told her, "You're right to say you have no husband. સ્ત્રીએ જવાબ આપ્યો, “મારે પતિ નથી.” ઈસુએ તેને કહ્યું, “તારી વાત સાચી છે કે તારે પતિ નથી.
18 For you've had five husbands, and the man you have now isn't your husband. You've spoken the truth." હકિકત એ છે કે તારે પાંચ પતિ હતા, અને હાલ જે માણસ તારી પાસે છે, તે તારો પતિ નથી. તે જે કહ્યું તે તદન સાચું છે.”
19 The woman said to him, "Sir, I see that you are a prophet. સ્ત્રીએ કહ્યું, “સાહેબ, હું જોઈ શકું છું કે તમે પ્રબોધક છો.
20 Our fathers worshiped on this mountain, but you say Jerusalem is where people must worship." અમારા પૂર્વજો આ પર્વત પર ભજન કરતા હતા, પણ તમે યહૂદીઓ કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.”
21 Jesus told her, "Woman, believe me: an hour is coming when you'll worship the Father neither on this mountain nor in Jerusalem. ઈસુએ જવાબ આપ્યો, “બાઈ, મારા પર વિશ્વાસ કર, એવો સમય આવે છે કે જયારે તમે પિતાનું ભજન આ પહાડ પર કે યરુશાલેમમાં નહિ કરશો.
22 You worship what you don't know; we worship what we know—salvation comes from the Jews. તમે સમરૂનીઓ જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેમનું ભજન કરીએ છીએ, કેમકે તારણ યહૂદીઓમાંથી છે.
23 But a time is coming, and now is, when true worshipers worship the Father in spirit and truth—for the Father seeks such worshipers. પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમકે એવા ભજનારાઓને પિતા શોધે છે.
24 The Father is spirit, and those who worship him must worship in spirit and truth." ઈશ્વર આત્મા છે અને તેના ભજનારાઓએ આત્માથી અને સત્યતાથી તેમનું ભજન કરવું જોઈએ.
25 The woman said to him, "I know Messiah—the one called Christ—is coming. When he comes, he will tell us everything." “સ્ત્રીએ કહ્યું, હું તે મસીહને જાણું છું, તે આવે છે, જયારે તે આવશે ત્યારે તે આપણને સઘળું સમજાવશે.”
26 Jesus said to her, "I am he—the one speaking to you." પછી ઈસુએ જાહેર કયુઁ, “તારી સાથે વાત કરે છે, હું તે છું.”
27 Just then his disciples returned, amazed he was talking with a woman. Yet no one said, "What do you want?" or, "Why talk with her?" એટલામાં તેમના શિષ્યો પાછા આવ્યા અને સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેઓ નવાઈ પામ્યા, પણ કોઇએ પૂછયું નહિ કે “તમે શું ઇચ્છો છો” અથવા “તેની સાથે કેમ વાત કરો છો?”
28 So the woman left her water jar and went back to town and said to the people, પછી, તે સ્ત્રી પાણીનો ઘડો મુકીને શહેરમાં પાછી ગઈ અને લોકોને કહ્યું,
29 "Come, see a man who told me everything I ever did. Could this be the Christ?" “આવો, અને એ માણસને જુઓ કે જેણે મેં કયુઁ તે બધું મને કહી દેખાડયું, શું તે જ મસીહ છે?”
30 They left the town and were coming to him. તેઓ શહેરમાંથી નિકળીને તેમની પાસે આવવાં લાગ્યા.
31 Meanwhile the disciples were urging him, "Rabbi, eat." તે સમયે શિષ્યોએ તેમને વિનંતી કરી કે, “રાબ્બી, કંઇક ખાઓ.”
32 But he said to them, "I have food to eat that you know nothing about." પણ તેમણે તેમને કહ્યું, “મારી પાસે ખાવાને ખોરાક છે, તે વિશે તમે જાણતા નથી.”
33 So the disciples said to one another, "Has anyone brought him something to eat?" ત્યારે તેમના શિષ્યોએ એકબીજાને પૂછયું, “શું તેમના માટે કોઇ ખાવાનું લાવ્યું હશે?”
34 Jesus said to them, "My food is doing the will of the one who sent me and finishing his work. ઈસુએ કહ્યું, “જેણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પુરી કરવી અને તેમનું કાર્ય પૂરું કરવું તે જ મારો ખોરાક છે.
35 Don't you say, 'Four months more, then harvest comes'? Look, I tell you: raise your eyes, see the fields—white for harvest. શું તમે નથી કહેતાં કે હજુ ચાર મહિના પછી કાપણી શરૂ થશે. હું તમને કહું છું કે તમારી આંખો ખોલીને ખેતરો જુઓ! તેઓ કાપણીને સારું પાકી ચૂકયાં છે.
36 Already the harvester earns wages, gathering fruit for eternal life, so that planter and harvester may rejoice together. જે કાપે છે તે વેતન પામે છે અને અનંતજીવનને માટે કાપણી લણે છે. જેથી વાવનાર તથા કાપનાર બંને સાથે આનંદ કરે.
37 For here the saying holds true: 'One plants and another harvests.' તેથી કહેવાય છે: ‘એક વાવે છે ને બીજો લણે છે’ તે સાચું છે.
38 I sent you to reap what you didn't work for. Others worked, and you have entered into their labor." જેને માટે તમે કામ કયુઁ નથી તે કાપવા ને મેં તમને મોકલ્યા છે, બીજાઓએ સખત મહેનત કરી છે અને તમે તેમની મેહનતનો લાભ પામ્યા.”
39 Many Samaritans from that town believed in him because of the woman's testimony: "He told me everything I ever did." તે વાતથી શહેરનાં ઘણાં સમરૂનીઓએ તેમના પર વિશ્વાસ કયોઁ, કેમકે તે સ્ત્રીની સાક્ષીને કારણે, “મેં જે કર્યું હતું તે સર્વ તેમણે મને કહી બતાવ્યું.”
40 When the Samaritans came to him, they asked him to stay with them; he stayed two days. તેથી જયારે સમરૂનીઓ તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે તેમની સાથે રહેવા વિનંતી કરી અને તેઓ ત્યાં બે દિવસ રહ્યા.
41 And many more believed because of his word. અને તેમની વાતને કારણે ઘણાં લોકો વિશ્વાસી બન્યા.
42 They told the woman, "It is no longer because of what you said that we believe—we've heard for ourselves, and we know this man truly is the Savior of the world." તેઓએ તે સ્ત્રીને કહ્યું, “હવે માત્ર તારા કહેવાથી અમે વિશ્વાસ નથી કરતા, પણ હવે અમે પોતે સાંભળ્યું છે અને જાણીએ છીએ કે આ માણસ ખરેખર તે જગતના તારનાર છે.”
43 After the two days he departed from there for Galilee. બે દિવસ પછી તેઓ ગાલીલમાં ગયા.
44 (For Jesus himself had testified that a prophet has no honor in his own hometown.). હવે ઈસુએ પોતે કહ્યું કે, “પ્રબોધકને પોતાના દેશમાં કંઇ માન નથી.”
45 When he arrived in Galilee, the Galileans welcomed him, having seen all he did in Jerusalem at the feast—they too had gone to the feast. જયારે તેઓ ગાલીલમાં પહોંચ્યા, ગાલીલીઓએ તેમને આવકાર્યા, કેમકે પાસ્ખાપર્વ સમયે તેઓએ યરુશાલેમમાં જે કામો તેમણે કયાઁ હતા, તે તેમણે જોયા હતા. કેમકે તેઓ પણ ત્યાં હતા.
46 He went again to Cana in Galilee, where he had turned water to wine. A royal official's son was sick at Capernaum. ફરી એક વાર તેઓ ગાલીલનાં કાનાની મુલાકાત કરી, જયાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો. ત્યાં એક અમીર અધિકારી હતો જેનો દીકરો કપરનાહૂમમાં બિમાર પડેલો હતો.
47 Hearing that Jesus had come from Judea to Galilee, he went to him and begged him to come down and heal his son, who was about to die. જયારે આ માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તે તેમની પાસે જઈને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કર, જે મરવાની અણી પર હતો.
48 So Jesus said to him, "Unless you people see signs and wonders, you will never believe." ઈસુએ તેને કહ્યું, “ચિન્હો તથા ચમત્કારો જોયા વિના તમે કદી વિશ્વાસ કરવાના નથી!”
49 The royal official said to him, "Sir, come down before my child dies." અમીર અધિકારીએ તમને કહ્યું, “સાહેબ, મારો દીકરો મરણ પામે, તે પહેલાં આવો.”
50 Jesus said to him, "Go; your son will live." The man believed what Jesus told him and left. ઈસુએ જવાબ આપ્યો, “જા, તારો દીકરો જીવે છે.” તે માણસે ઈસુના શબ્દો લઇને ગયો.
51 As he was going down, his servants met him and told him that his boy was living. હજી તો તે માર્ગમાં હતો, એટલામાં તેના નોકરો તેને સામાચાર સાથે મળ્યાં, કે “તમારો દીકરો જીવતો રહયો છે.”
52 So he asked them the hour he improved, and they said, "Yesterday at the seventh hour, the fever left him." જયારે તેણે તેઓને દીકરાના સારા થવાનો સમય પૂછયો, ત્યારે તેઓએ તેને કહ્યું, “ગઈ કાલે બપોરનાં એક વાગે તેનો તાવ ઊતરી ગયો.”
53 So the father knew this was the hour when Jesus told him, "Your son will live." He and his whole household believed. તેથી પિતાને સમજાયું કે આ તે જ સમય હતો જયારે ઈસુએ તેને કહ્યું હતું કે, “તારો દીકરો જીવશે.” તેથી તેણે તથા તેના આખા કુટુંબે વિશ્વાસ કયોઁ.
54 This was now the second sign that Jesus did when he had come from Judea to Galilee. યહૂદિયાથી ગાલીલમાં આવ્યા પછી ઈસુએ કરેલો આ બીજો ચમત્કાર હતો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]