Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

James 4 OGCB

Show OGCB only
Verse × ×
1 Where do wars and fights among you come from? Isn't it your cravings warring inside you? તમારાંમાં લડાઈ અને ઝગડા શાથી થાય છે? શું તમારાં દેહમાં સંઘર્ષ કરતી દુર્વાસનાઓને કારણે નહિ?
2 You want and don't have—you kill. You crave and can't get it—you quarrel and fight. You don't have because you don't ask. તમે ઇચ્છા રાખો છો પણ મળતું નથી, તેથી તમે હત્યા કરો છો. તમે લોભ કરો છો, પરંતુ તમને જે જોઈએ તે મેળવી શકતા નથી. તેથી તમે લડાઈ ઝઘડા કરો છો. તમને મળતું નથી કારણ કે તમે ઈશ્વર પાસે માંગતા નથી.
3 You ask and do not receive, because you ask wrongly, to spend it on your own pleasures. તમે માંગો છો છતાં તમને મળતું નથી, કારણ કે તમારો ઇરાદો ખોટો હોય છે, એટલે કે તમે મોજશોખ કરવા માટે માંગો છો.
4 You adulterous people! Don't you know friendship with the world is hostility toward our Father? Whoever chooses to be its friend becomes an enemy of our Father. ઓ તમે વ્યભિચારી લોકો! શું તમે નથી જાણતા કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઇ જગતનો મિત્ર થવા માંગે છે, તે ઇશ્વરનો વૈરી થાય છે.
5 Or does Scripture speak for nothing, saying the spirit he placed in us longs jealously? જે પવિત્ર આત્માને ઈશ્વરે આપણામાં વસાવ્યો છે તે આપણને પોતાનો કરી લેવાની ઇચ્છા રાખે છે. એ શાસ્ત્રવચન જે કહે છે તે ફોકટ છે, એમ તમે ધારો છો?
6 But he gives more grace. That is why Scripture says, "Our Father opposes the proud but gives grace to the humble." પણ આપણને તેઓ વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્રમાં લખેલું છે કે: “ઈશ્વર ગર્વિષ્ઠની વિરુદ્ધ છે પણ તે નમ્ર પર કૃપા રાખે છે.”
7 Submit yourselves, then, to our Father. Resist the devil, and he will flee from you. તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, શેતાનની સામાં થાઓ, એટલે તે તમારાંથી દૂર નાસી જશે.
8 Come close to our Father, and he will come close to you. Cleanse your hands, sinners; purify your hearts, double-minded. ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો.
9 Grieve, mourn, and weep. Turn your laughter to mourning and your joy to gloom. દુઃખી થાઓ, શોક કરો અને રડો. હાસ્યને બદલે શોક અને આનંદને બદલે ખેદ કરો.
10 Humble yourselves before our Father, and he will lift you up. પ્રભુની આગળ નમ્ર થાવ અને તે તમને ઉચ્ચ સ્થાને મૂકશે.
11 Don't speak against each other, brothers and sisters. Whoever speaks against a brother, or judges him, speaks against the law and judges it. But if you judge the law, you're not keeping it—you're judging it. ભાઈઓ અને બહેનો, એકબીજાની નિંદા ન કરો. જે પોતાના ભાઇનું ભૂંડુ બોલે છે, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિત ઠરાવે છે, ને નિયમનો ન્યાય કરે છે, તો તું નિયમનો પાડનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે.
12 Only one gives the law and judges—able to save or destroy. Who are you to judge your neighbor? નિયમ આપનાર અને ન્યાય કરનાર એક જ છે, કે જે આપણને બચાવી શકે છે, ને નાશ કરી શકે છે, પણ તું કોણ કે પોતાના પાડોશીનો ન્યાય કરે?
13 Come now, you who say, "Today or tomorrow we will go to this or that city, spend a year, trade, and profit." હવે સાંભળો, તમે કહો છો, “આજે કે આવતીકાલે અમે અમુક શહેરમાં જઈશું, ત્યાં એક વર્ષ સુધી ધંધો કરીને પૈસા કમાણી કરીશું.”
14 You don't know what tomorrow brings. What is your life? For you're a mist, visible briefly, then gone. તોપણ કાલે શું થવાનું છે એ તમે જાણતા નથી. તમારી જિંદગી શેનાં જેવી છે? તમે સવારનાં ધુમ્મસ જેવા છો. તે થોડીવાર દેખાય અને પછી અદ્રશ્ય થઈ જાય છે.
15 Instead you ought to say, "If our Father wills, we will live and do this or that." પણ ઊલટું, તમારે એમ કહેવું જોઈએ, “જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતાં રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું.”
16 As it is, you boast in your arrogance. All such boasting is evil. આ રીતે તમે બડાઈ મારો છો અને એવી બડાઈ ખોટી છે.
17 So whoever knows the good to do and fails to do it, sin is theirs. માટે જો કોઈ ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તો તેને પાપ લાગે છે.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]