Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Galatians 4 OGCB

Side by side with the Father's Heart Bible™

1હવે, હું કહું છું કે, વારસ જયાં સુધી બાળક છે, ત્યાં સુધી સઘળાનો માલીક છતાં પણ તેનામાં અને નોકરમાં કંઇ પણ ફેર નથી. 2તેના પિતાએ નક્કી કરેલાં સમય સુધી વારસને તેના વાલી અને વ્યવસ્થાપકોનાં નિર્ણયને આધીન રહેવું પડે છે. 3તે જ પ્રમાણે, પણ જયારે બાળક હતા, ત્યારે જગતનાં આત્મિક તત્વોને તાબે રહીને દાસત્વમાં હતાં. 4પણ જયારે ઠરાવેલ યોગ્ય પૂણઁ સમય આવ્યો, ત્યારે ઈશ્વરે પોતાનો દીકરો, નિયમને આધીનતામાં સ્ત્રીથી જન્મેલ મોકલ્યો, 5એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે, જેથી આપણને દત્તકપુત્ર થવાનો હક્ક મળે. 6કેમકે આપણે તેનાં સંતાન છીએ, ઈશ્વરે પોતાના પુત્રનો આત્મા આપણા હૃદયોમાં મોકલ્યો છે, આત્મા કે જે અને હવે અબ્બા એટલે પિતા કહીને હાંક મારે છે. 7તેથી હવેથી આપણે ગુલામ નથી પણ ઈશ્વરનાં સંતાન છીએ, આપણે તેમનાં બાળકો છીએ તેથી ઈશ્વર દ્રારા વારસ પણ છે.

ગલાતીઓ માટે પાઉલની ચિંતા

8ઈશ્વરને ઓળખ્યા પહેલાં કહેવાતાં સ્વાભાવિક રીતે જેઓ દેવો નથી તેના તમે ગુલામ હતા. 9પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળાં તથા નિમાઁલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઈચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે ફરો છો? 10ખાસ દિવસો, અને મહિના, અને ઋતુઓ કે વરસોનાં પવોઁ પાળો છો. 11મને તમારી ચિંતા થાય છે, કદાચ તમારાં માટેનો મારો પરિશ્રમ વ્યર્થ નીવડે.

12વહાલાં ભાઈઓ અને બહેનો હું તમને વિનંતી કરું છું કે, મારા જેવા થાઓ, કેમકે હું તમારા જેવો થયો છું, તમે મને કંઈ ખોટું કયુઁ નથી. 13પણ તમે જાણો છો કે, માંદગીમાં મે તમને સુસમાચાર પ્રગટ કયાઁ, 14અને મારી માંદગીમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે ફિટકાર તમે કયાઁ નહિ; પણ જાણે હું ઇશ્વરનો દૂત હોય, બલકે મસીહ ઈસુ હોઉ, તેમ તમે મારો અંગીકાર કયોઁ. 15ત્યારે હવે, તે તમારા આશીઁવાદો કયાં છે? હું તમને સાક્ષી આપું છું કે, જો બની શકત, તો તમે તમારી આંખો કાઢીને મને આપત. 16ત્યારે હવે સત્ય કહેવાને લીધે શું હું તમારો દુશ્મન થયો છું?

17તેઓ તમને જીતવા માગે છે, પણ સારા માટે નહિ; તમે તેઓનાં પ્રત્યે ઉત્સાહી થાવ એ માટે તેઓ તમને મારાંથી જુદાં પાડવા માગે છે. 18તમારો ઉત્સાહ સારા કામને માટે હોય તે સારું છે, અને હંમેશા હોવો જોઈએ, હું તમારી સાથે હોઉં ત્યારે જ નહિ. 19હે મારાંં પ્રિય બાળકો, જયાં સુધી તમે મસીહમય ન થાવ, ત્યાં સુધી ફરી એક વાર હું તમારે માટે પ્રસૂતિની પીડા અનુભવુ છું. 20પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઇચ્છા થાય છે; કેમકે તમારા વિષે મને ચિંતા થાય છે.

હાગાર અને સારા

21નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, તમે મને કહો કે, શું તમે નિયમશાસ્ત્ર સાંભળતાં નથી? 22કેમકે લખેલું છે કે અબ્રાહમને બે પુત્રો હતા. એક દાસીથી જન્મેલો અને બીજો પરેણેતરનો. 23દાસીથી જન્મેલ પુત્ર કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો હતો, પણ પરણેતરથી જન્મેલ પુત્ર આપેલ વચન પ્રમાણે જન્મ્યો હતો.

24તેઓ તો ઉપમારૂપે છે: કેમકે એ સ્ત્રીઓ બે કરાર છે. પ્રથમ કરાર સિનાઈ પર્વત પરનો, તેને દાસત્વને અથેઁ સંતાન થાય છ, અને તે તો હાગાર છે. 25હવે હાગારતો જાણે અરબસ્તાનમાનો સિનાઈ પર્વત છે, અને તે હાલનાં યરુશાલેમને લાગુ પડે છે; કેમકે તે પોતાના છોકરાં સુધ્ધા દાસત્વમાં છે. 26પણ આપણું ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે. અને તે આપણી માતા છે. 27લખ્યું છે કે:“હે સંતાન વિહોણી સ્ત્રી, તું આનંદ કરજેણે કદી પુત્ર જણયો નથી;તે તું આનંદ કરીને પોકાર કર;જેને પ્રસૂતિ વેદના થતી નથી;કેમકે જેને વર છે,તેનાં કરતાં એકલી મુકાયેલી સ્ત્રીને સંતાન વધારે હોય છે.”

28હવે ભાઈઓ અને બહેનો, ઇસહાકની માફક તમે પણ વચનનાં સંતાન છો. 29તેને લીધે જેમ દેહ પ્રમાણે જન્મેલ દાસીનાં પુત્રે વચનનાં પુત્ર ઇસહાકની સતાવણી કરી તેમ પવિત્ર આત્માથી જન્મેલાંઓની સતાવણી કરે છે. 30પણ શાસ્ત્ર શું જણાવે છે? “દાસીને તથા તેના પુત્રને કાઢી મૂકવાનું કહ્યું, કેમકે દાસીનાં પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળી શકે નહિ.” 31તેથી ભાઈઓ અને બહેનો, આપણે દાસીનાં સંતાન નથી, પણ પરણેતરના સંતાનો છીએ.

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]