Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 26 OGCB

Show OGCB only
Verse × ×
1 Agrippa told Paul, "You may speak for yourself." Then Paul stretched out his hand and began his defense. પછી અગ્રીપાએ પાઉલને કહ્યું, “તને પોતાને બોલવાની પરવાનગી છે.” તેથી પાઉલે હાથ લાંબો કરીને પોતાના બચાવ શરૂ કયોઁ.
2 King Agrippa, I count myself fortunate to defend myself before you today against all the Jews' accusations, “હે અગ્રીપા રાજા, જે બાબતો વિશે યહૂદીઓ મારી પર તોહમત મુકે છે, તે બધી બાબતો વિશે મારે આજે આપની આગળ જવાબ આપવાનો છે તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું.
3 especially since you know all Jewish customs and disputes well, so I ask you to hear me out patiently. વિશેષ કરીને, આપ યહૂદી રીતરિવાજોથી અને વિવાદાસ્પદ બાબતોથી સુપરિચિત છો. તેથી આપ ધીરજથી મને સાંભળો, તેવી વિનંતી છે.
4 All Jews know my life from youth, spent from the start among my own nation and in Jerusalem. “બાળપણથી જ મને મારા વતનમાં અને યરુશાલેમમાં સર્વ પ્રકારની યહૂદી કેળવણી આપવામાં આવી છે અને તે પ્રમાણે જ હું વર્ત્યો છું. સઘળાં યહૂદીઓ આ સારી પેઠે જાણે છે.
5 They've long known me, and if willing to testify, that according to our religion's strictest sect I lived as a Pharisee. તેઓ મને લાંબા સમયથી જાણે છે અને જો તેઓ ચાહે તો સાક્ષી આપી શકે છે, કે હું એક ફરોશી તરીકે જીવતો હતો અને આપણા આ ધમઁના સૌથી કટ્ટર પંથનું પાલન કરતો હતો.
6 And now I stand on trial for hope in the promise our Father made to our fathers. અને હવે, ઈશ્વરે આપણા પૂવઁજોને જે વચન આપ્યું હતું તેમાં મારી આશા હોવાથી, આજે મારો ન્યાય થાય છે.
7 Our twelve tribes hope to reach this promise, worshiping him fervently night and day. For this hope, king, I am accused by the Jews. આપણા બાર કુળો દિવસ-રાત ખંતથી ઈશ્વરની સેવા કરીને આ વચન પૂણઁ થવાની આશા રાખે છે. રાજા આગ્રીપા, આ આશાને કારણે જ આ યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે.
8 Why is it judged incredible by any of you that our Father raises the dead? તમારામાંથી કોઇને કેમ એવું લાગે છે કે ઈશ્વર મૂએલાઓને ઊઠાડે છે, એ વાત અવિશ્વાસનીય છે?
9 I myself thought I must do many things against the name of Jesus of Nazareth. “નાઝરેથના ઈસુનો વિરોધ કરવા માટે શકય તેટલું બધું જ કરવું જોઈએ એમ હું પણ માનતો હતો.
10 That's what I did in Jerusalem: with authority from the chief priests, I locked many of the holy ones in prison, and voted against them when they were being put to death. મેં યરુશાલેમમાં એમ જ કર્યું, મુખ્ય યાજકોની સંમતિ મેળવીને યરુશાલેમનાં ઘણાં સંતોને મેં જેલમાં પુરાવ્યાં, અને જયારે તેઓને મારી નાંખવામાં આવ્યા ત્યારે પણ મેં મારી સંમતિ આપી હતી.
11 In every synagogue I often punished them, trying to force them to speak against God; enraged against them, I hunted them even to foreign cities. ઘણીવાર હું એક સભાસ્થાનથી બીજા સભાસ્થાન જઈને મે તેમને શિક્ષા કરી, અને તેમને ઈશ્વરની નિંદા માટે મજબૂર કયાઁ. વળી હું તેઓની વિરુધ્ધનાં ઝનૂનને લીધે પરદેશી નગરોમાં જઈને પણ મેં તેઓને સતાવ્યાં.
12 On one such journey I went to Damascus with authority and commission from the chief priests. “આજ હેતુથી એક દિવસ હું મુખ્ય યાજકો પાસેથી અધિકારપત્રો મેળવીને દમાસ્કસ જતો હતો.
13 At midday, O king, I saw on the road a light from heaven, brighter than the sun, blazing around me and my fellow travelers. ત્યારે હે રાજા આગ્રીપા, બપોરનાં સમયે આકાશમાંથી સૂર્ય કરતાં અધિક તેજસ્વી એવો પ્રકાશ એકાએક મારા પર તથા મારા સાથીઓ પર પડયો.
14 We all fell to the ground, and I heard a voice speaking to me in Hebrew: 'Saul, Saul, why are you persecuting me? It's hard for you to kick against the goads.' અમે બધા જમીન પર પડી ગયા, અને પછી અરામીક ભાષામાં મને કહેતી એક વાણી સાંભળી, ‘શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે? આર પર લાત મારવી તારા માટે કઠણ છે.’
15 I asked, 'Who are you, Lord?' The Lord said, 'I am Jesus, whom you are persecuting.' “ત્યારે મેં પૂછયું, ‘પ્રભુ તમે કોણ છો?’ “પ્રભુએ જવાબ આપ્યો, ‘હું ઈસુ છું, જેને તું સતાવી રહ્યો છે.
16 But get up, stand on your feet—I appeared to you for this reason: to appoint you a servant and witness both of what you have seen of me and of what I will yet appear to you, હવે તારા પગ પર ઊભો થા, કેમકે હું તને મારા સેવક, તથા મારા સાક્ષી તરીકે નીમું એ માટે મેં તને દર્શન આપ્યું છે, જેથી તેં મારા વિશે જે કંઇ જોયું છે અને જોનાર છે તેનો સાક્ષી ઠરાવું.
17 rescuing you from your people and from the Gentiles—to whom I am sending you, તારા પોતાના લોકોથી તથા જેઓની પાસે હું તને મોકલવાનો છું, તે બિનયહૂદીઓથી પણ હું તારું રક્ષણ કરીશ.
18 to open their eyes, so they turn from darkness to light and from Satan's power to our Father, and receive forgiveness of sins and a place among those made holy by faith in me.' હું તને એટલા માટે મોકલું છું કે જેથી તું તેઓની આંખો ખોલે અને તેઓને અંધકારમાંથી નીકળીને પ્રકાશમાં આવે અને શેતાનની સત્તામાંથી ઈશ્વરના તરફ ફેરવી શકે. જેથી તેઓ પોતાનાં પાપની માફી પામે અને મારા પર વિશ્વાસ રાખીને પવિત્ર થયેલા લોકોમાં સ્થાન મેળવી શકે.’
19 Therefore, King Agrippa, I was not disobedient to the heavenly vision, “તે માટે, અગ્રીપા રાજા, સ્વર્ગના એ દર્શનને આધીન થયા વગર હું રહ્યો નથી.
20 but I declared first to those in Damascus, then in Jerusalem and all the region of Judea, and to the Gentiles too, to repent and turn to our Father, doing deeds that match their repentance. પ્રથમ દમાસ્કસમાં, પછી યરુશાલેમમાં, પછી સમગ્ર યહૂદિયામાં અને પછી બિનયહૂદીઓમાં મેં ઉપદેશ કયોઁ કે તમારે પસ્તાવો કરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ અને પસ્તાવાને શોભે એવા સુકૃત્યો કરો.
21 For this reason the Jews seized me in the temple and tried to kill me. તેથી કેટલાક યહૂદીઓએ મને મંદિરમાં પકડ્યો અને મારી નાંખવાનો પ્રયત્ન કર્યા.
22 With help from our Father, I stand to this day testifying to both small and great, saying nothing beyond what the prophets and Moses said would happen: પરંતુ ઈશ્વરે આજ સુધી મારી સહાય કરી છે. તેથી હું અહીં ઊભા રહીને નાનાં મોટાં સર્વને સાક્ષી આપું છું. પ્રબોધકો તથા મોશેએ જે કહ્યું છે તે સિવાય બીજું કંઈ હું કહેતો નથી.
23 that the Christ must suffer, and, first to rise from the dead, proclaim light to both our people and the Gentiles. એટલે મસીહ દુઃખ સહન કરશે, મરણમાંથી સજીવન થનાર પ્રથમ પોતાના લોકોને અને બિનયહૂદીઓને પ્રકાશનો સંદેશો આપે.”
24 As Paul defended himself, Festus shouted, "Paul, you're insane! Your vast learning is driving you mad." આ સમયે ફેસ્તુસે પાઉલના બચાવ માટે વચ્યે બોલી ઊઠ્યો, “પાઉલ! તું પાગલ થઈ ગયો છે. તારા પુષ્કળ જ્ઞાને તને ઘેલો કરી રહ્યું છે.”
25 But Paul said, "I'm not insane, most excellent Festus; I speak words of truth and sound judgment. પાઉલે જવાબ આપ્યો, “નેકનામદાર ફેસ્તુસ, હું કાંઈ પાગલ નથી! હું જે કહું છું તે સત્ય અને વાજબી છે.
26 The king knows these things—I speak to him freely. I'm sure none of this escaped him, since it wasn't done in a corner. રાજા આ બધું સારી પેઠે જાણે છે, અને હું તેમની સાથે મુકતપણે બોલું છું. મને ખાતરી છે કે આમાની કોઇ વાત તેમની જાણ બહાર હોય કારણ કે આ બધું ખૂણામાં બન્યું નથી.
27 King Agrippa, do you believe the prophets? I know that you believe." અગ્રીપા રાજા, શું આપ પ્રબોધકો પર વિશ્વાસ કરો છો? હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.”
28 Agrippa said, "So quickly you'd persuade me to be a Christian?" ત્યારે અગ્રીપાએ પાઉલને કહ્યું, “શું તું એમ માને છે કે આટલા ટૂંક સમયમાં તું મને મસીહી બનાવવાં માટે મનાવી શકીશ!”
29 Paul said, "Whether short or long, I pray to our Father that not only you but all who hear me today might become as I am—except these chains." પાઉલે ઉત્તર આપ્યો, “ટૂંક સમય કે લાંબો સમય હોય, હું ઈશ્વરને પ્રાથઁના કરું છું કે ફકત તમે જ નહિ પણ જેઓ આજે મને સાંભળી રહયાં છે, તેઓ સવઁ આ સાંકળો સિવાય મારા જેવા બને.”
30 Then the king rose, and the governor and Bernice and those seated with them. ત્યાર પછી રાજા ઉભા થયા તેની સાથે રાજ્યપાલ બેરનીકે, તથા ત્યાં બેઠેલા બધા ઊભા થઈ ગયા.
31 As they left, they told each other, "This man deserves neither death nor imprisonment." ઓરડામાંથી બહાર આવ્યા પછી, તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આ માણસે મોત અથવા કેદની સજાને લાયક કંઈ જ કયુઁ નથી!”
32 Agrippa told Festus, "This man could have been freed if he hadn't appealed to Caesar." અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, “જો તેણે કૈસર પાસે દાદ માંગી ન હોત તો તેને મુક્ત કરી શકયો હોત.”
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]