Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 23 OGCB

Show OGCB only
Verse × ×
1 Paul stared at the council: "Brothers, I have lived my life before our Father in all good conscience until today." પાઉલે ન્યાયસભાની સામે એકીનજરે જોઈ રહીને કહ્યું, “મારા ભાઈઓ, હું આજ દિન સુધી ઈશ્વર સમક્ષ સારા અંતઃકરણથી વર્ત્યો છું.”
2 The high priest Ananias ordered those standing near him to strike Paul on the mouth. એ જ ઘડીએ અનાન્યા પ્રમુખ યાજકે પાઉલની પાસે ઊભેલાઓને આજ્ઞા કરી કે તેઓ તેના મોં પર તમાચો મારે.
3 Paul said to him, "Our Father will strike you, you whitewashed wall! You sit there to judge me by the law, yet you break the law by ordering me struck?" ત્યારે પાઉલે તેને કહ્યું, “ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે! તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠો છે, છતાં તું નિયમશાસ્ત્રનો ભંગ કરી મને મારવાનો હુકમ કરે છે?”
4 Those standing nearby said, "Do you dare to insult our Father's high priest?" પાઉલની પાસે ઊભેલાઓએ કહ્યું, “તું ઈશ્વરના પ્રમુખયાજકનું અપમાન કરવાની હિંમત કરે છે!”
5 Paul said, "Brothers, I didn't know he was high priest; for Scripture says, 'Don't speak evil of your people's ruler.'" પાઉલે જવાબ આપ્યો, “ભાઈઓ, મને ખબર ન હતી કે તે પ્રમુખયાજક છે. કેમકે લખેલું છે કે: તારે તારા લોકનાં અધિકારીઓનું ભૂંડું બોલવું નહિ.”
6 Paul, knowing some were Sadducees, others Pharisees, cried out in the council, "Brothers, I am a Pharisee, son of Pharisees. I am on trial over the hope and resurrection of the dead!" પાઉલ જાણતો હતો, કે કેટલાક સાદૂકીઓ અને બીજા ફરોશીઓ છે, તેથી તેણે સભામાં મોટાં અવાજે કહ્યું, “મારા ભાઈઓ, મારા પૂર્વજોની માફક હું પણ ફરોશી છું. મૂએલાંના પુનરુત્થાનની આશા માનું છું તેને લીધે મારી સામે આ કેસ ચલાવવામાં આવે છે.”
7 When he said this, a dispute arose between the Pharisees and Sadducees, and the assembly was split. જયારે તેણે એમ કહ્યું, ત્યારે ફરોશીઓ, અને સાદૂકીઓ વચ્ચે તકરાર થઈ, અને સભામાં બે ભાગ પડી ગયા,
8 For the Sadducees say there is no resurrection, and neither angel nor spirit, but the Pharisees acknowledge them all. કેમકે સાદૂકીઓ એવું માને છે કે મૂએલાંનું પુનરુત્થાન કે, દૂતો કે સાર્વકાલિક આત્મા જેવું કંઈ નથી. જયારે ફરોશીઓએ બધી બાબતોમાં માને છે.
9 A loud uproar broke out. Some scribes from the Pharisees' side stood and argued sharply: "We find nothing wrong in this man. What if a spirit or an angel spoke to him?" ત્યાં ભારે હોબાળો થયો. અને ફરોશીઓના કેટલાક નિયમશાસ્ત્રના પંડિતો ઊભા થઈને આવેશપૂર્વક કહેવા લાગ્યા કે, “આ માણસમાં અમને કોઈ ગુનો દેખાતો નથી. તેઓએ કહ્યું કદાચ આત્માએ અથવા દૂતે તેની સાથે વાત કરી હોય.”
10 As the dispute grew violent, the commander, fearing Paul would be torn apart by them, ordered the soldiers to go down, seize him from among them, and bring him into the barracks. તકરાર વધું ઉગ્ર બની કે સેનાપતિને ડર લાગ્યો કે તેઓ પાઉલના ટૂકડા કરી નાખશે. તેથી તેણે સૈનિકોને આજ્ઞા કરી કે તેઓ બળપૂર્વક પાઉલને તેઓથી અલગ કરે અને કિલ્લામાં પાછો લઈ જાય.
11 The next night our Lord Jesus stood beside him and said, "Take courage! As you testified about me in Jerusalem, so you must testify in Rome too." તે રાત્રે પ્રભુએ પાઉલની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખ, જેમ યરુશાલેમમાં તેં મારા વિશે સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવાની છે.”
12 At daybreak the Jews conspired and swore not to eat or drink until they killed Paul. બીજે દિવસે સવારે કેટલાક યહૂદીઓએ કાવતરું રચ્યું, અને તેઓએ પ્રતિજ્ઞા લિધી કે જયાં સુધી પાઉલને મારી ન નાખીએ ત્યાં સુધી અન્નજળ લઈશું નહિ.
13 There were more than forty who had joined in this plot. આ કવતરામાં ચાળીસ કરતાં વધારે માણસો સંડોવાયેલા હતાં.
14 They went to the chief priests and elders and said, "We have bound ourselves under a solemn oath to taste nothing until we kill Paul. પછી તેઓએ “મુખ્ય યાજકો અને વડીલો પાસે જઈને કહ્યું કે અમે પ્રતિજ્ઞા લિધી છે કે પાઉલને મારી ન નાંખીએ ત્યાં સુધી અન્નજળ લઈશું નહિ.
15 So now, you and the council, ask the commander to bring him down to you, as if to examine his case more closely. We're ready to kill him before he arrives." તો હવે, તમે અને ન્યાયસભાના સેનાપતિને વિનંતી કરો કે તેઓ તેને તમારી પાસે લાવે, કારણ કે તેઓ તેના વિશે વધુ સચોટ માહિતી મેળવવા માંગે છે, તે અહીં આવે એ પહેલાં અમે તેને મારી નાંખવા તૈયાર છીએ.”
16 But Paul's sister's son, hearing of the ambush, went and entered the barracks and told Paul. પણ જયારે પાઉલની બહેનના દિકરાએ આ કાવતરા વિશે સાંભળ્યું, ત્યારે તે કિલ્લામાં ગયો અને પાઉલને કહ્યું.
17 Paul called a centurion and said, "Take this young man to the commander—he has something to report." ત્યારે પાઉલે એક સૂબેદારને બોલાવીને કહ્યું, “આ યુવાનને સેનાપતિ પાસે લઈ જા, તેને કંઇક કહેવું છે.”
18 So he took him to the commander and said, "The prisoner Paul called me and asked me to bring this young man to you; he has something to tell you." તેથી તે તેને સેનાપતિને પાસે લઇ ગયો, સૂબેદારે કહ્યું, કેદી પાઉલે મને કહ્યું કે આ યુવાનને તમારી પાસે લઇ આવું કારણ કે તે તમને કંઇક કહેવા માંગે છે.
19 The commander took his hand, led him aside privately, and asked, "What do you have to tell me?" સેનાપતિએ તે યુવાનનો હાથ પકડીને તેને બાજુએ લઈ ગયો અને પૂછયું, “તું મને શું કહેવા માગે છે?”
20 He said, "The Jews have agreed to ask you to bring Paul down to the council tomorrow, pretending to inquire more precisely about him. તેણે કહ્યું, “આવતીકાલે કેટલાક યહૂદીઓ તમારી પાસે આવશે અને પાઉલની પાસેથી વધારે માહિતી મેળવવી છે, એવું બહાનું બતાવીને તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવા તમારી પાસે માગણી કરશે.
21 Don't listen to them—more than forty of their men are waiting in ambush for him. They've bound themselves by oath not to eat or drink until they kill him, and now they're ready, waiting for your agreement." તેઓની વાત માનશો નહિ, કેમકે ચાળીસ કરતાં વધારે માણસો તેને પકડવા માટે સંતાઈ રહ્યાં છે. તેને મારી ન નાખે ત્યાં સુધી તેઓએ અન્નજળ ન લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ હવે તૈયાર છે અને તેઓની વિનંતી માટે તમારી સંમતિની રાહ જોઈ રહ્યાં છે.”
22 The commander sent the young man off, ordering him, "Tell no one you reported this to me." સેનાપતિએ યુવાનને ચેતવણી આપીને મોકલ્યો કે, “તેં મને આ માહિતી આપી છે એ વિશે કોઈને કહીશ નહિ.”
23 Then he called two centurions: "Ready 200 soldiers for Caesarea, and seventy horsemen, and 200 spearmen, by nine tonight." પછી તેણે બે સૂબેદારોને બોલાવીને તેઓને હુકમ કર્યા, “આજે રાત્રે નવ વાગ્યે કાઈસારિયા જવા માટે બસો સિપાઈઓ, સિતેર ઘોડેસવારો તથા બસો ભાલદારોને તૈયાર કરો.
24 He told them to provide mounts for Paul, to bring him safely to Governor Felix. પાઉલ માટે પણ એક ઘોડો તૈયાર કરો જેથી તે રાજ્યપાલ ફેલીક્સ પાસે સહીસલામત રીતે લઇ જવામાં આવે.”
25 And he wrote a letter that read as follows:" તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો.
26 "Claudius Lysias, to his Excellency Governor Felix: Greetings. માનવંત રાજ્યપાલ ફેલીક્સને કલોડિયસ લિશિયાસની સલામ!
27 The Jews seized this man and were about to kill him when I came with my troops and rescued him, having learned he was a Roman citizen. આ માણસને યહૂદીઓએ પકડયો હતો અને તેઓ તેને મારી નાંખવાના હતા, પણ હું મારા સિપાઈઓ સાથે ગયો અને તેને છોડાવ્યો, કેમકે મને ખબર પડી કે તે રોમન નાગરિક છે.
28 Wanting to know the charge they were bringing against him, I brought him down to their council. હું જાણવાં માગતો હતો તેઓ તેના પર શા માટે આરોપ મૂકી રહ્યાં છે તેથી હું તેને તેમની ન્યાયસભામાં લાવ્યો.
29 I found him accused over questions of their law, with no charge deserving death or imprisonment. મને માલૂમ પડયું કે આ આરોપ તેમના નિયમશાસ્ત્ર વિશેનાં પ્રશ્નો સંબંધી હતા, પરંતુ કેદ કે મરણદંડને યોગ્ય એવો કોઈ આરોપ નથી.
30 Told of a plot against the man, I sent him to you at once, also ordering his accusers to state their case against him before you." જયારે મને ખબર પડી કે આ માણસ વિરુધ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે, ત્યારે મે તરત જ તમારી પાસે તેને મોકલ્યો. અને તેના પર આરોપ મૂકનારાઓને પણ તેની વિરુધ્ધ પોતાનો દાવો રજૂ કરવાનો આદેશ આપ્યો.
31 So the soldiers, following their orders, took Paul and brought him by night to Antipatris. તે મુજબ સિપાઈઓ તેમના હુકમ પ્રમાણે રાત્રે પોતાની સાથે પાઉલને અંતિપાત્રિસ લઇ ગયા.
32 The next day they let the horsemen go on with him while they returned to the barracks. બીજે દિવસે તેઓએ ઘોડે સવારોને તેની સાથે જવા દીધા જયારે તેઓ કિલ્લામાં પાછા ગયા.
33 The horsemen reached Caesarea, delivered the letter to the governor, and presented Paul to him. જયારે ઘોડેસવારો કાઈસારિયા આવ્યા ત્યારે તેઓએ પત્ર રાજ્યપાલને આપ્યો અને પાઉલને પણ તેને સોંપ્યો.
34 After reading it, the governor asked what province he was from, and learned he was from Cilicia, રાજ્યપાલે તે પત્ર વાંચ્યો અને પૂછયું કે, “તે ક્યાંં પ્રાંતનો વતની છે? તેને ખબર પડી કે તે કિલીકિયાનો છે.”
35 "I'll hear you," he said, "once your accusers arrive." He ordered him held under guard in Herod's headquarters. તેણે કહ્યું, “જયારે તારા ફરીયાદીઓ આવશે ત્યારે હું તારી વાત સાંભળીશ.” પછી તેણે હેરોદના મહેલમાં ચોકીપહેરા નીચે રાખવાનો હુકમ કર્યો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]