Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 22 OGCB

Show OGCB only
Verse × ×
1 "Brothers and fathers, listen now to my defense before you." “ભાઈઓ અને પુવઁજો! મારા બચાવને સાંભળો.”
2 When they heard him speaking to them in Hebrew, they grew even more quiet. And he said: જયારે તેઓએ તેને અરામીક ભાષામાં બોલતો સાંભળ્યો, ત્યારે તેઓ તદન શાંત થઈ ગયા. પછી પાઉલે જણાવ્યું.
3 "I am a Jew, born in Tarsus of Cilicia, raised in this city, trained at Gamaliel's feet in the strict law of our ancestors, as eager for God as all of you are today. “હું યહૂદી છું. કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરમાં મોટો થયેલો છું. હું ગમાલ્યેલના હાથ નીચે શિક્ષણ પામેલો અને આપણા પૂવઁજોના નિયમો શિખેલો છું. અને આજ તમે સવઁ જેવા ઈશ્વરના સબંધમાં ચુસ્ત છો તેવો હું પણ હતો.
4 I persecuted this Way to the death, binding and delivering to prison both men and women, વળી હું આ માગઁના પુરુષો અને સ્ત્રીઓને બંનેને પકડીને જેલમાં નાખીને મરણ પામતા સુધી સતાવતો હતો.
5 as the high priest and the whole council of elders can testify. From them I received letters to the brothers in Damascus, and went to bring those there as prisoners to Jerusalem for punishment." જેમ પ્રમુખયાજક અને આખી ન્યાયસભા પોતે સાક્ષી આપે છે કે, મેં એમની પાસેથી દમાસ્કસના તેમના સાથીઓને પત્રો લખાવી લીધા હતા કે આ લોકોને બાંધીને શિક્ષા કરવા માટે હું યરુશાલેમમાં લાવું.
6 "Traveling and nearing Damascus about noon, a great light from heaven suddenly flashed around me." “બપોરનાં સમયે દમાસ્કસ નજીક હું આવ્યો, એકાએક મારી આજુબાજુ આકાશમાંથી ઝળહળતો પ્રકાશ ફેલાઈ ગયો.
7 I fell to the ground and heard a voice say to me, "Saul, Saul, why are you persecuting me?" હું જમીન પર પડી ગયો અને મેં એક વાણી મને કહેતી સાંભળી, ‘શાઉલ! શાઉલ! તું શા માટે મને સતાવે છે?’
8 I answered, "Who are you, Lord?" He replied, "I am Jesus of Nazareth, whom you're persecuting." “મેં પૂછયું, ‘પ્રભુ, તમે કોણ છો?’ “ ‘તેમણે જવાબ આપ્યો, હું નાઝરેથનો ઈસુ છું જેને તું સતાવી રહ્યો છે.’
9 "Those with me saw the light but didn't understand the voice of the one speaking to me." મારી સાથેનાં માણસોએ પ્રકાશ જોયો પણ મારી સાથે વાત કરનારનો અવાજ તેઓ સમજ્યાં નહિ.
10 I said, "What should I do, Lord?" The Lord replied, "Get up and go into Damascus. There you'll be told all you've been appointed to do." “ત્યારે મેં પૂછયું, ‘હે પ્રભુ, હું શું કરું?’ પ્રભુએ મને કહ્યું. “ ‘ઊભો થા, અને દમાસ્કસમાં જા. ત્યાં તારે શું કરવાનું એ વિશે તને કહેવામાં આવશે.’
11 "Since that light's brightness blinded me, my companions led me by the hand into Damascus." તીવ્ર પ્રકાશને લીધે હું આંધળો થઈ ગયો હતો, તેથી મારા મિત્રો મને હાથ પકડી દમાસ્કસમાં લઇ ગયા.
12 "A man named Ananias, devout by the law, well spoken of by all the Jews living there, “ત્યાં અનાન્યા નામે એક માણસ મને મળવા આવ્યો, તે નિયમોનું ચુસ્ત પાલન કરનાર ઈશ્વરભકત હતો. અને ત્યાં રહેતા સર્વ યહૂદીઓ તેનું માન રાખતાં હતા.
13 came and stood by me and said, 'Brother Saul, receive your sight.' At that very hour I looked up and saw him." તેણે મારી પાસે ઊભા રહીને કહ્યું, ‘ભાઈ શાઉલ! તું દેખતો થા.’ અને તે જ ઘડીએ હું તેને જોઈ શકયો.
14 "He said, 'The God of our fathers appointed you to know his will, to see the Righteous One, and to hear a voice from his mouth; “પછી તેણે કહ્યું, ‘આપણા પૂર્વજોનાં ઈશ્વરે તને પસંદ કયોઁ છે એ માટે કે તું તેમની ઇચ્છા જાણે અને ન્યાયીને જુએ અને તેમના મોંની વાણી સાંભળે.
15 for you will be his witness to everyone of what you have seen and heard. તેં જે સાંભળ્યું છે અને જોયું છે તે વિશે સવઁ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
16 And now, why wait? Get up, be baptized, wash away your sins, calling on his name." હવે તું વિલંબ શા માટે કરે છે? ઊઠ, બાપ્તિસ્મા લે અને પ્રભુના નામે તારાં પાપો ધોઈ નાંખ.’
17 "When I had returned to Jerusalem and was praying in the temple, I fell into a trance," “જયારે હું યરુશાલેમ પાછો ગયો અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને એકાએક મૂર્છા આવી ગઈ.
18 and saw him saying to me, "Hurry and leave Jerusalem quickly, because they won't accept your testimony about me." અને પ્રભુને મારી સાથે વાત કરતા જોયા તેમણે કહ્યું, ‘જલ્દી કર. જલ્દીથી યરુશાલેમમાંથી નીકળી જા. કેમકે અહીંના લોકો મારા વિષેની તારી સાક્ષી માનવાના નથી.’
19 I said, "Lord, they themselves know that I went from synagogue to synagogue imprisoning and beating those who believed in you. “મેં જવાબ આપ્યો, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે મેં તમારી પર વિશ્વાસ કરનારાઓને કેદ કરવા અને મારવા માટે એક સભાસ્થાનમાંથી બીજામાં લઇ જતો હતો.
20 When the blood of your witness Stephen was being shed, I stood by, approving and guarding the cloaks of those killing him.'" વળી જયારે તમારા શહીદ સ્તેફનનું લોહી વહેડાવામાં આવ્યું, ત્યારે હું પણ ત્યાં ઉભો રહીને સંમતિ આપતો હતો અને તેને મારી નાખનારાઓનાં કપડાં સાચવતો હતો.’
21 "And he said to me, 'Go, for I will send you far away to the Gentiles.'" “પછી ઈશ્વરે મને કહ્યું, ‘જા; હું તને ઘણે દૂર વિદેશીઓની પાસે મોકલીશ.’ ”
22 Up to that point they listened, then they raised their voices and shouted, "Erase such a man from the earth! He shouldn't be allowed to live!" એટલે સુધી લોકોએ પાઉલનું સાંભળ્યું. પછી તેઓએ એકી અવાજે બૂમો પાડી, “આવાં માણસને પૃથ્વી ઉપરથી દુર કરો, કેમકે તે જીવતો રહેવાને લાયક નથી.”
23 And as they were shouting and throwing off their cloaks and flinging dust into the air, જયારે તેઓ બૂમો પાડતાં પોતાના ઝભ્ભા હવામાં ઉછાળવા લાગ્યા અને ધૂળ ઉડાડવા લાગ્યા,
24 the commander ordered him taken into the barracks and whipped, to learn why they were shouting against him like this. ત્યારે સેનાપતિ તેને કિલ્લામાં લઇ જવાનો આદેશ કયોઁ. અને તેને કોરડા મારીને જેલમાં ફટકાવવાની આજ્ઞા કરી. કેમકે લોકો શા માટે તેમની સામે આટલી બુમો પાડી રહ્યા હતા.
25 As they stretched him out for the straps, Paul said to the centurion standing there, "Is it legal for you to whip a Roman citizen who hasn't been condemned?" જયારે તેઓએ તેને કોરડા ફટકારવા માટે ખેંચ્યો ત્યારે પાઉલને ત્યાં ઊભેલા સૂબેદારને પૂછયું, “કોઈ રોમન નાગરિકને ગુનેગાર ઠરાવ્યા સિવાય કોરડા ફટકારવાં એ શું કાયદેસર છે?”
26 Hearing this, the centurion went to the commander and reported it: "What are you about to do? This man is a Roman citizen." જયારે સૂબેદારે એ સાંભળ્યું ત્યારે તે સેનાપતિ પાસે ગયો, અને કહ્યું, “તમે આ શું કરવા જાવ છો? આ માણસ તો રોમન નાગરિક છે!”
27 So the commander came and asked, "Tell me, are you a Roman citizen?" "Yes," he said. સેનાપતિએ પાઉલની પાસે જઈને તેને પૂછયું, “મને કહે, શું તું રોમન નાગરિક છે?” તેણે, કહ્યું, “હા, હું છું.”
28 The commander said, "I paid a large sum for this citizenship." But Paul said, "I was born a citizen." પછી સેનાપતિએ કહ્યું, “મારે આ નાગરીકતા માટે ઘણાં પૈસા ચુકવવા પડયા છે.” પાઉલે જવાબ આપ્યો, “હું જન્મથી જ નાગરિક છું!”
29 So those about to question him withdrew at once; the commander was afraid, realizing he had bound a Roman citizen. જેઓ તેની તપાસ કરવા તૈયાર હતા, તેઓ તરત જ પાછા હટી ગયા. જયારે સેનાપતીને ખબર પડી કે પાઉલ એક રોમન નાગરીકને સાંકળોથી બાંધ્યો છે ત્યારે તે પણ ગભરાઈ ગયો.
30 The next day, wanting to know exactly why the Jews accused him, the commander freed Paul, ordered the chief priests and the whole council to assemble, brought Paul down, and set him before them. સેનાપતિ જાણવા માગતો હતો કે યહૂદીઓ પાઉલ પર શા માટે આરોપો મુકી રહ્યા છે, જેથી બીજા દિવસે તેણે તેને છોડી દિઘો, અને મુખ્ય યાજકો, અને ન્યાયસભાની બેઠક બોલાવીને તેઓની સમક્ષ પાઉલને હાજર કર્યો.
FHB

Scripture from Father’s Heart Bible™. © 2026 Spirit Media Publishing, the imprint of Spirit Media Inc. All rights reserved. In Divine Voice™ Color, the words spoken by our Father show in blue, the words of the Son in red, and the words of the Spirit in purple.

OGCB

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]