Skip to content
The Believer's Library

Biblica® Open Gujarati Contemporary Bible

Acts 21 OGCB

Side by side with the Father's Heart Bible™

યરુશાલેમ તરફ

1તેઓથી વિદાય લઈ અમે જળમાર્ગે થઇને સીધા કોસ તરફ મુસાફરી કરી. બીજે દિવસે અમે રોડેસ અને પછી ત્યાંથી પાતારાં ગયા. 2ત્યાંથી અમે સિરિયાના ફિનીકિયા પ્રાંત તરફ જતા એક વહાણમાં બેઠાં. 3સાયપ્રસને જોઇને, તેની દક્ષિણ બાજુમાં થઈને અમે સિરીયાના તરફ મુસાફરી કરી, અમે તૂર ઉતરીને, ત્યાં અમારા વહાણે માલ ઉતારવાનો હતો. 4ત્યાં અમને કેટલાક શિષ્યો મળ્યાં, અમે તેઓ સાથે અઠવાડિયું રહ્યા. તેઓ દ્રારા આત્માના જણાવ્યાં પ્રમાણે પાઉલને યરુશાલેમ ન જવાની વિનંતી કરી. 5જયારે વિદાયનો સમય થયો, અમે તેમને મુકીને માગેઁ વળ્યા. ત્યારે સ્ત્રીઓ અને બાળકો સહિત શહેર સુધી આવ્યા, ત્યાં કિનારે અમે ઘુંટણે પડીને પ્રાર્થના કરી. 6પછી બધાંને છેલ્લી સલામ પાઠવી. અમે વહાણમાં બેઠાં અને તેઓ પાછાં ઘરે ગયાં.

7તૂરથી અમારી મુસાફરી ચાલુ કરીને અમે ટોલેમાઈસ ગયા. ત્યાં અમે ભાઈઓ અને બહેનોને સલામ પાઠવી અને તેઓની સાથે એક દિવસ રહ્યા. 8બીજા દિવસે નિકળીને અમે કાઈસારિયા આવી પહોંચ્યા અને ત્યાં સુવાર્તિક ફિલિપને ઘરે અમે ઊતર્યા, કે જે સાતમાંનો એક હતો. 9તેને ચાર કુંવારી દીકરીઓ હતી. તેઓ પ્રબોધિકા હતી.

10ત્યાં અમે ઘણાં દિવસો સુધી રહ્યા પછી, આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી ત્યાં આવ્યો. 11અમારી તરફ આવીને, તેણે પાઉલનો કમરપટો લઈને તેનાથી પોતાના હાથ અને પગ બાંધ્યા અને કહ્યું, “પવિત્ર આત્મા કહે છે કે જે માણસનો આ કમરપટો છે તેને યરુશાલેમનાં યહૂદી અધિકારીઓ આ જ પ્રમાણે બાંધીને અને તેને વિદેશીઓને સોંપશે.”

12જયારે અમે આ સાંભળ્યું, ત્યારે અમે તથા લોકોએ પાઉલને યરુશાલેમ ન જવા માટે વિનંતી કરી. 13પછી પાઉલે કહ્યું, “તમે શા માટે રડો છો અને મારું હૃદય દુઃખી કરો છો? હું માત્ર યરુશાલેમ જઈને માત્ર બંધાવવા જ નહિ પણ પ્રભુ ઈસુને ખાતર મરવાને પણ તૈયાર છું.” 14જયારે તેણે માન્યું નહિ, ત્યારે અમે છોડી દીધું અને કહ્યું, “પ્રભુની ઈચ્છા પૂરી થાઓ.”

15આ પછી, અમે યરુશાલેમ જવા નીકળ્યાં. 16કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા, અને અમને મનાસોન ઘરે લઇ ગયાં, જયાં અમે રહેવાનાં હતા. જે પ્રથમ શિષ્ય હતો અને મૂળ સાયપ્રસનો વતની હતો.

પાઉલનું યરુશાલેમમાં આગમન

17અમે યરુશાલેમ આવી પહોંચ્યા ત્યારે ભાઈઓ અને બહેનોએ ઉમળકાભેર અમારો આવકાર કર્યો. 18બીજે દિવસે પાઉલ અને અમે બાકીનાં લોકો યાકોબને મળવા ગયા, ત્યાં સઘળા વડીલો હાજર હતા. 19પાઉલે તેઓને સલામ પાઠવ્યાં અને પોતાની મારફતે ઈશ્વરે વિદેશીઓમાં જે કાર્ય કરાવ્યાં હતાં તેનો વિગતવાર હેવાલ આપ્યો.

20જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી અને પાઉલને કહ્યું, “ભાઈ, તું જાણે છે કે હજારો યહૂદીઓએ વિશ્વાસ કર્યો છે અને તેઓ બધા નિયમશાસ્ત્ર માટે ઉત્સાહી છે. 21તેઓએ તારે વિશે સાંભળ્યું છે કે તું મોશેનાં નિયમશાસ્ત્ર તરફથી ફરવાનું શિખવે છે, અને કહે છે કે તમારે તમારા છોકરાઓએ સુન્નત કરાવવી નહિ અને આપણા રીતરિવાજો પ્રમાણે જીવવું નહિ, 22તો હવે, શું કરવું જોઈએ? કેમકે તું આવ્યો છે તે વિશે તેઓને ચોક્કસ જાણ થવાની જ છે. 23માટે અમે તમને જે કહીએ છે તે કરો. અમારી સાથે ચાર માણસો છે જેમણે માનતા લીધેલી છે. 24આ માણસોને લઇ તેમના શુધ્ધિકરણમાં જોડાવો અને તેમનો ખઁચો ચુકવો જેથી તેઓ પોતાના માથાંનું મુંડન કરાવે. જેથી કરીને બધા જાણશે કે તમારા વિશેની વાતો સાચી નથી પણ તમે પોતે નિયમનું પાલન કરીને જીવો છો. 25પરંતુ વિદેશીઓ માટે અમે તેમને અમારા નિણઁય મુજબ લખ્યું છે કે તેઓએ મૂતિઁઓને ધરાવેલાં ખોરાકથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાં પ્રાણીઓનું માંસથી, અને વ્યભિચારથી દૂર રહે.”

26પાઉલ બીજે દિવસે પેલા માણસોની સાથે લઇને તેમની સાથે પોતાને શુધ્ધ કર્યો. શુધ્ધિકરણના દિવસો કયારે પુરા થશે અને જેઓમાના દરેકને માટે અપઁણ કયારે ચઢાવામા આવશે તેની જાહેરાત કરવા માટે તે મંદિરમાં ગયો.

પાઉલની ધરપકડ

27જયારે સાત દિવસ પૂરાં થયા, ત્યારે કેટલાક આસિયાના યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તેમણે ટોળાને ઉશ્કેરીને તેને પકડી લીધો. 28બૂમો પાડી, “ઇઝરાયેલનાં લોકો, મદદે આવો! આ એ જ માણસ છે કે જે દરેક જગ્યાએ બધાને આપણા લોકો, આપણા નિયમશાસ્ત્ર અને આ જગ્યા વિરુધ્ધ શિક્ષણ આપે છે. અને તેણે ગ્રીકોને મંદિરમાં લાવીને આ પવિત્ર જગ્યાને અપવિત્ર કરી છે.” 29(તેઓએ આગલા દિવસે પાઉલની સાથે એફેસસ ત્રોફીમસને શહેરમાં જોયો હતો. અને તેઓએ માની લીધું કે પાઉલ તેને મંદિરમાં લઈ આવ્યો હશે.)

30ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ અને લોકો બધી જગ્યાએથી દોડી આવ્યા. પાઉલને ધક્કો મારીને મંદિરની બહાર કાઢયો અને તરત જ મંદિરનાં દરવાજા બંધ કરી દીધા. 31જયારે તેઓ પાઉલને મારી નાખવાની કોશિશ કરતા હતા એવામાં રોમન સેનાપતિને એવી ખબર મળી કે આખા યરુશાલેમમાં હુલ્લડ ફાટી નીકળ્યું હતું. 32તેણે કેટલાક સૈનિકોને તથા અધિકારીઓને તરત જ હુલ્લડના સ્થળે લઇને પહોંચી ગયો. જયારે હુલ્લડ કરનારાંઓએ સૈનિકોને તથા અધિકારીઓને જોયા, ત્યારે તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.

33સેનાપતિએ આવીને તેની ધરપકડ કરી અને તેને બબ્બે સાંકળોથી બાંધવાનો હુકમ કર્યો. પછી તેણે પૂછયું કે એ કોણ છે? અને તેણે શું કર્યું છે? 34ઘાંટા પાડીને કેટલાકે આમ કહ્યું અને કેટલાકે તેમ કહ્યું, અને ઘોંઘાટને કારણે સેનાપતિને સત્યની ખબર ન પડી, તેથી તેણે પાઉલને છાવણીમાં લઈ જવાનો હુકમ કર્યા. 35જયારે પાઉલ પગથિયાંએ પોહચ્યો ત્યારે ટોળું એટલું બધુ હિંસક થઇ ગયું કે સૈનિકોએ તેને ખભા પર ઊંચકી લેવો પડયો. 36પાછળ ધસી આવતું ટોળું બૂમો પાડતું હતું, “એને મારી નાખો!”

પાઉલ ટોળાની સાથે વાત કરે છે

37જયારે સૈનિકો પાઉલને છાવણીમાં લઈ જતા હતા, ત્યારે તેણે સેનાપતિને કહ્યું, “શું હું તમને કંઇક કહી શકું?” સેનાપતિએ જવાબ આપ્યો, “શું તું ગ્રીક બોલે છે?

38કેટલાક સમય પહેલાં બળવો કરીને ચાર હજાર ખૂની બળવાખોરોને પોતાની સાથે અરણ્યમાં દોરી જનાર ઈજિપ્તવાસી એ તું તો નથી ને?”

39પાઉલે જવાબ આપ્યો, “ના, હું તો કિલીકિયાના તાર્સસનો યહૂદી છું. એ કોઇ સામાન્ય શહેરનો નાગરિક નથી. હું વિનંતી કરું છું કે મને લોકો સાથે વાત કરવા દો.”

40સેનાપતિની પરવાનગી મેળવીને પાઉલ પગથિયાં આગળ ઊભા રહીને ટોળાને ઈશારો કર્યો. જયારે તેઓ બધા શાંત થઈ ગયા, ત્યારે તેણે તેઓને અરામીક ભાષામાં જણાવ્યું:

Biblica® ગુજરાતી સમકાલીન સ્વતંત્ર બાઇબલ™ કોપીરાઈટ © 1994, 2025 by Biblica, Inc. Biblica® Open Gujarati Contemporary Bible™ Copyright © 1994, 2025 by Biblica, Inc. “Biblica” (બિબ્લિકા) અને બિબ્લિકા લોગો ટ્રેડમાર્ક, યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસની અનુમતિથી Biblica, Inc. દ્વારા ઉપયોગમાં લેવાય છે. “Biblica” and the Biblica logo are trademarks registered in the United States Patent and Trademark Office by Biblica, Inc. Used with permission.
Biblica® Open Gujarati Contemporary Bible · Creative Commons - Attribution-ShareAlike [CC BY-SA]